અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

20 October, 2024 07:34 AM IST  |  Mumbai | Aparna Bose

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

પ્રતીકાત્મક તસવીર

જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય    
ઘરની સજાવટ હોય કે જાળવણી હોય, એ બધાં પર ધ્યાન આપજો. પરિવારના સભ્યો જોડેના સંબંધને કારણે રચાતા વાતાવરણને સુધારજો. નિ:સંતાન જાતકોએ સંતાનસુખ મેળવવા માટે કૃત્રિમ ગર્ભાધાન કરાવવાની અથવા બાળક દત્તક લેવાની તૈયારી રાખવી. સોશ્યલ મીડિયા પર સાચવીને પોસ્ટ કરજો, કારણ કે એને કારણે તમારી નોકરી પર અસર થઈ શકે છે. 

સ્કૉર્પિયો જાતકો કેવાં હોય છે?
સ્કૉર્પિયો જાતકો બીજા બધા કરતાં વધારે મક્કમ હોય છે. તેઓ જે ધારે એ મેળવીને જ રહેતા હોય છે, પછી ભલે એનું પરિણામ કંઈ પણ આવે. તેઓ અત્યંત મહત્ત્વાકાંક્ષી હોય છે. તેઓ પોતાની મહત્ત્વાકાંક્ષાઓ સિદ્ધ કરવા જબરા પ્રતિબદ્ધ હોય છે અને ઊંચાં લક્ષ્યો રાખતાં હોય છે. તેઓ ઉપરથી શાંત અને સંયમી દેખાય છે, પરંતુ અંદરખાનેથી ઘણા લાગણીશીલ હોય છે. 

એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ

પોતાની પાસેનાં સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરી લેજો, પરંતુ એમાં તમારું ઇચ્છિત પરિણામ આવે એની તકેદારી લેજો. સંવાદમાં ચોક્સાઈ રાખજો અને પરિસ્થિતિને અનુરૂપ બનાવજો.
જીવનસુધાર માટે સૂચન : મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે તમને જોઈએ એટલો સમય આપજો અને જો તમને યોગ્ય માર્ગ સૂઝતો ન હોય તો પરાણે કંઈ કરતા નહીં. ધીમા પડજો અને શું જોઈએ છે એના વિશે સ્પષ્ટતા રાખજો.

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે

ઘરનું રિનોવેશન કે સમારકામ કરાવતા હો તો પોતાના બજેટમાં થાય એટલું ઉત્તમ કામ કરાવી લેજો. જો કોઈ આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ પર કામ કરતા હશો તો હાલનો સમય તમારા માટે ઉત્તમ છે.
જીવનસુધાર માટે સૂચન : કોઈ પણ પરિસ્થિતિ તમારા માટે ઉત્તમ રહેશે. એમાં ક્યાંય માનસિક તાણ નહીં પડે. હાલ જે જોઈતું હોય એના પર જ ધ્યાન કેન્દ્રીત કરજો. બધાં સારાં વાનાં જ થશે. 

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

પ્રામાણિકતા રાખવી અગત્યની છે, પરંતુ યોગ્ય લાગતું હોવા છતાં પોતાના માટે બહુ આકરા થવું નહીં. જેમની પાચનશક્તિ નબળી હોય તેમણે ખાણી-પીણીની બાબતે સાચવવું.
જીવનસુધાર માટે સૂચન : શું શક્ય છે અને શું નહીં એના વિશેના પહેલેથી મનમાં ઘડાયેલા વિચારોને તિલાંજલિ આપજો. યોગ્ય હલ કાઢવા માટે કલ્પનાશક્તિનો ઉપયોગ કરજો અને બે ડગલાં આગળનું વિચારજો.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

પૂરતી ચકાસણી કરી લીધા બાદ જ નવું રોકાણ કરવું. શારીરિક સ્વાસ્થ્ય બાબતે સજાગ રહેવું. હૉર્મોનને લગતી આરોગ્યની કોઈ તકલીફ હોય તો વધુ સાચવજો.
જીવનસુધાર માટે સૂચન : પોતાના પ્રત્યે નરમ વલણ અપનાવજો અને શક્ય હોય ત્યાં સુધી મુશ્કેલ પરિસ્થિતિથી દૂર રહેજો. પોતાના માટે સમય કાઢજો. જાતની કાળજી લેવાને સ્વાર્થીપણું કહેવાય નહીં.

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

સામેવાળી પાર્ટી પર વિશ્વાસ મૂકવા જેવું લાગે નહીં ત્યારે કોઈ પણ કૉન્ટ્રૅક્ટ પર સહી કરતા નહીં અથવા કોઈ વાયદો કરતા નહીં. પરંપરાગત પદ્ધતિઓ જૂનીપુરાણી લાગતી હોય તોપણ એ પ્રમાણે જ વર્તજો.
જીવનસુધાર માટે સૂચન : બીજા લોકોના નાટકવેડાને ગંભીરતાથી લેતા નહીં. તેમને તેમની રીતે વર્તવા દેજો. બીજાઓનો બોજ પોતાના માથે લેવાઈ જાય નહીં એની તકેદારી લેજો.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

શિસ્તબદ્ધ રીતે કરેલી મહેનત ફળ આપશે. તમારે શક્ય હોય ત્યાં સુધી સમયનો સદુપયોગ કરવો. ખર્ચ બાબતે સાવધાની રાખવી. બિનજરૂરી ખરીદીઓ કરવી નહીં. 
જીવનસુધાર માટે સૂચન : વિચારો સકારાત્મક રાખજો. જીવનની તમામ પરિસ્થિતિઓ માટે બીજાઓ પર કે પોતાના પર દોષારોપણ કરવાને બદલે મુશ્કેલીઓના હલ લાવવા પર ધ્યાન આપજો.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

જેમની વિવેકબુદ્ધિ પર તમને વિશ્વાસ હોય એની જ સલાહ લેજો. તમારા ઉત્સાહમાં ઉમેરો કરે અને તમે ખુશ રહી શકો એવા મિત્રો જોડે જ સમય ગાળજો.
જીવનસુધાર માટે સૂચન : જ્યાં તમારો સીધો સંબંધ આવતો ન હોય એવી પરિસ્થિતિથી દૂર જ રહેજો. જરૂર લાગે ત્યારે ગમે એ પરિસ્થિતિમાંથી બહાર નીકળી જવું, બીજા લોકોનો બોજ પોતાના પર લેવો નહીં.

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

તમે જીવનના ત્રિભેટે ઊભા હો અને ક્યાં જવું એની ખબર પડતી ન હોય ત્યારે સમજીવિચારીને નિર્ણય લેજો. ભાઈ-બહેનો જોડે અથવા કઝીન્સ જોડે વાદવિવાદમાં ઊતરતા નહીં. 
જીવનસુધાર માટે સૂચન : વિચારોને કાગળ પર ઉતારી લેવાથી તમારામાં સ્પષ્ટતા આવશે. જેઓ ચીવટપૂર્વક કામ કરવાનું પસંદ કરે છે તેઓ વિગતવાર આયોજન કરીને જ આગળ વધશે. 

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

જરૂર હોય એના પર જ લક્ષ આપજો. ખલેલ પાડનારી બાબતોની અવગણના કરજો. તમારું બજેટ હોય તોપણ ઘરખર્ચમાં વ્યવહારુ અભિગમ અપનાવજો.
જીવનસુધાર માટે સૂચન : શોખની બાબતો માટે સમય ફાળવજો અને તમને જેમાં ખુશી પ્રાપ્ત થતી હોય એ જ કામ કરજો. શક્ય હોય ત્યાં સુધી ઘરની બહાર જવાનું થાય એવી જ પ્રવૃત્તિઓ કરવાનું રાખજો.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

સાચવીને બોલજો, કારણ કે તમારા જ શબ્દોનો તમારી વિરુદ્ધ ઉપયોગ થઈ શકે છે. પારિવારિક રોકાણો અને વારસાગત મિલકતોની બાબતે સમજીવિચારીને જ નિર્ણયો લેજો.
જીવનસુધાર માટે સૂચન : જીવનશૈલીમાં ફેરફાર લાવવા માટે આ સારો સમય છે. તમારા જ અંતરાત્માનો અવાજ સાંભળજો. તમને આવશ્યક મદદ મળી રહેશે એવો ભરોસો રાખજો.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

તમામ બિનજરૂરી બાબતોનો છેદ ઉડાડી દેવો. ખાસ કરીને તમે સામાજિક દૃષ્ટિએ ઘણા સક્રિય હો ત્યારે આમ કરવું આવશ્યક રહેશે. તબિયતની વધુ કાળજી લેજો. સારો ખોરાક લેવા ઉપરાંત નિયમિત વ્યાયામ કરજો.
જીવનસુધાર માટે સૂચન : ભવિષ્યની ચિંતા કરવાને બદલે દરેક ક્ષણને માણી લેજો. તમારે જે ફેરફાર કરવાની જરૂર હોય એ કરી જ લેજો, પરંતુ એક-એક ડગલું આગળ વધજો.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

સંસાધનોનો ઉપયોગ ઉત્તમ રીતે કરજો, પરંતુ વ્યવહારુ અભિગમ અપનાવજો. તમે જે પાળી શકવાના ન હો એવા વાયદા કરતા નહીં. નહીંતર આગળ જતાં એ જ બૅકફાયર થઈ શકે છે.
જીવનસુધાર માટે સૂચન : દરેક પ્રકારના નાટકવેડાથી દૂર રહેજો અને જીવનનાં નાનાં-નાનાં સુખનો પણ આનંદ લેજો. પોતાના પર થયેલી કૃપાઓ અને પોતાની શક્તિઓનો વિચાર કરીને જીવનને માણજો. 

astrology exclusive gujarati mid-day life and style