અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

17 November, 2024 07:22 AM IST  |  Mumbai | Aparna Bose

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

પ્રતીકાત્મક તસવીર

જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય   
 ઘરમાં તમારે ગંભીરતાપૂર્વક ધ્યાન આપવાનું હોય એવી પરિસ્થિતિમાં સમજી-વિચારીને નિર્ણયો લેજો. તમારા માર્ગમાં અવરોધરૂપ બની રહેલી આદતોનો ત્યાગ કરવા માટે સમય સાનુકૂળ છે. કામધંધાના સ્થળે કોઈ પણ મુશ્કેલી હોય તો શક્ય એટલું જલદી એનો હલ લાવજો. તમારી મહેનતનું શ્રેય સહકર્મીઓ ખાટી જાય નહીં એની તકેદારી લેજો.

સૅજિટેરિયસ જાતકો કેવાં હોય છે?
સૅજિટેરિયસ જાતકો મોટા ગજાના માણસો હોય છે. તેમની હાજરીથી વાતાવરણમાં ખુશહાલી ફેલાઈ જાય છે. તેઓ મોહક વ્યક્તિત્વ ધરાવે છે એટલે લોકો જલદી તેમનાથી પ્રભાવિત થઈ જાય છે. તેમને નવાં ખેડાણો કરવાનું ગમે છે. તેઓ સાહસવીર હોય છે અને તેમને હંમેશાં અવનવું કરતા રહેવું હોય છે. એ જ કારણોસર તેઓ લાંબા સમય સુધી એક ઠેકાણે ટકી રહેનારા નથી.  

એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ

તમારી સામે કોઈ પણ પડકાર ઊભો થાય તો તમારે નવી રીતે એનો સામનો કરવો આવશ્યક છે. એમાં સૂઝબૂજ અને સતર્કતા રાખજો. જેમની પાચનશક્તિ નબળી હોય તેમણે માફક ન આવતો હોય એવો ખોરાક ન લેવો.
જીવનસુધાર માટે સૂચનઃ જરૂર પડ્યે કોઈકની પાસે મદદ માગી લેજો. પોતાને અમુક વસ્તુ આવડતી નથી અથવા ખબર નથી એ વાતનો સ્વીકાર કરવામાં ગભરાતા નહીં. 

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે

સંવાદમાં સ્પષ્ટતા અને સરળતા રાખજો જેથી કામમાં બિનજરૂરી વિલંબ કે ગેરસમજ થાય નહીં. મોટી ઉંમરના જાતકોએ પોતાની થોડી વધુ કાળજી લેવી.
જીવનસુધાર માટે સૂચનઃ ધીરજ રાખજો અને ઉતાવળે નિર્ણય લેવાને બદલે પૂરતો વિચાર કરીને આગળ 

વધજો. પડકારોનો સામનો કરવા માટે વ્યવહારુ ઉપાયો શોધવા કલ્પનાશક્તિનો ઉપયોગ કરજો.

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

તમે શું કરવા જઈ રહ્યા છો એની પૂરતી સમજ પ્રાપ્ત કરી લીધા બાદ જ નવા વાયદા કરજો. બોલતાં પહેલાં વિચાર કરજો અને કોઈની પણ સાથે મતમતાંતર હોય તો વ્યવહારમાં પરિપક્વતા રાખજો.

જીવનસુધાર માટે સૂચનઃ રગશિયા ગાડા જેવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે ખાસ જહેમત ઉઠાવજો. પોતાની સામેના વિકલ્પોને ચકાસી લેજો અને વિચારોની મર્યાદાથી બંધાઈ ન જતા.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

જો કોઈ આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હો તો ત્યાંના કાયદાઓનું પાલન કેવી રીતે કરવાનું છે એ બરાબર સમજી લેજો. જીવનશૈલીમાં તળિયાઝાટક ફેરફારો કરવા માટે ઉતાવળ કરતા નહીં.

 જીવનસુધાર માટે સૂચનઃ કોઈની પણ મદદ લેવા જેવું લાગે તો એના માટે જરા પણ અફસોસ કર્યા વગર મદદ માગી લેજો. તમારે બધું જ કામ જાતે કરી લેવાની જરૂર નથી.

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

જેમાં પૂરેપૂરી શિસ્તથી કામ લેવાનું હોય એવી પરિસ્થિતિને પહેલાં પૂરેપૂરી સમજી લેજો. જીવનશૈલીમાં નાના-નાના અને લાંબા સમય સુધી ટકાવી રાખવાના હોય એવા ફેરફારો પર ખાસ લક્ષ આપજો.
જીવનસુધાર માટે સૂચનઃ તમે ગમે તેટલા વ્યસ્ત હો, પોતાના માટે સમય જરૂરથી કાઢજો. પોતાની સારસંભાળ રાખજો અને માનસિક તાણમાંથી નિયમિતપણે મુક્તિ મેળવવા માટે કોઈ શોખ કેળવજો.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

પોતાની થોડી વધુ કાળજી લેજો અને તબિયત જરાપણ નરમ લાગે તો તરત જ ડૉક્ટરની સલાહ લેજો. અંગત બાબતોની ચર્ચા સહકર્મીઓ કે કામપૂરતી દોસ્તી રાખનારાઓ સાથે કરતા નહીં.
જીવનસુધાર માટે સૂચનઃ તમે જેના હકદાર છો એના કરતાં ઓછું કંઈ સ્વીકારતા નહીં. પોતાનું ધોરણ ઊંચું રાખજો અને મોભાદાર વ્યક્તિ હો એવું વર્તન રાખજો.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

મર્યાદિત સમયમાં ઘણુંબધું કામ પાર પાડવાનું હોય તો પદ્ધતિસર આગળ વધજો. કોઈ પણ ડેટાની ચકાસણી કરી લેજો અને પોતાના કાર્યક્ષેત્રમાં આકાર પામી રહેલી ઘટનાઓથી વાકેફ રહેજો.
જીવનસુધાર માટે સૂચનઃ સામે આવનારી તકોને ઓળખી લેવા માટેની સતર્કતા રાખજો અને સમજ્યા-વિચાર્યા વગર કોઈ પગલું ભરતા નહીં. પોતાને મળનારી કોઈ પણ નવી માહિતી તરફ દુર્લક્ષ કર્યા વગર યોગ્ય નિર્ણયો લેજો.

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

કોઈ પણ નજીવી બાબતને તમે યોગ્ય રીતે હાથ નહીં ધરો તો બાજી બગડતાં જરાય વાર નહીં લાગે. પૂરતું પાણી પીજો અને પૂરતી ઊંઘ લેજો.
 જીવનસુધાર માટે સૂચનઃ તમે કોઈ કાર્ય માટે પૂરતી પાત્રતા ધરાવતા નથી એવું લાગે તોપણ ઊંચાં સ્વપ્નો જોજો અને સકારાત્મકતા રાખજો. તમે પોતાના વિશે ધારો છો એના કરતાં વધુ ક્ષમતા ધરાવો છો.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ હાથ ધરવા માટે આ સમય સાનુકૂળ છે. મોટી ઉંમરના જાતકોએ ઘણા વખતથી કરાવ્યું ન હોય તો હેલ્થ ચેકઅપ કરાવી લેવું.
 જીવનસુધાર માટે સૂચનઃ પોતાના વિચારોમાં હંમેશાં સ્પષ્ટતા રાખજો. પોતાને શું જોઈએ છે એનો વિચાર વધુ કરજો, શેમાં ડર લાગે છે એનો વિચાર ન કરતા. નકારાત્મકતામાં સરી ન પડતા.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

સમજી-વિચારીને નિર્ણયો લેજો, પરંતુ એમાં હિંમત તથા આત્મવિશ્વાસ રાખજો. મોટી ઉંમરના જાતકોએ લાંબો સમય ચાલનારી કોઈ બીમારીની સ્થિતિમાં એના ઇલાજ બાબતે ગંભીરતાપૂર્વક વિચાર કરવાની જરૂર છે.
જીવનસુધાર માટે સૂચનઃ જરા પણ વિચલિત થયા વગર પોતાની પ્રાથમિકતાઓ પર ધ્યાન આપજો. તમે જે કામ બીજાને સોંપી શકતા હો એ સોંપી દેજો. તમારે જે કરવાની જરૂર ન હોય એની પાછળ સમય ન બગાડતા.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

તમને જે સામાજિક મેળમિલાપ કે નેટવર્કિંગ લાભદાયક લાગતું ન હોય એનાથી દૂર રહેજો. લોકો જે કહે છે એને સાચું માની લેવાની ભૂલ ન કરતા, કારણ કે તેમના કહેવા પાછળના છૂપા ઇરાદાઓને તમે કદાચ ઓળખી નહીં શકો.
જીવનસુધાર માટે સૂચનઃ પોતાને ખરેખર શું જોઈએ છે એનો વિચાર કરવા માટે સમય ફાળવજો તથા આત્મવિશ્વાસ રાખીને હવે પછીનાં પગલાં ભરજો.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

દરેક મહત્ત્વપૂર્ણ નિર્ણય પૂરતો વિચાર કર્યા બાદ અને તમે એનાં પરિણામોનો સ્વીકાર કરવા માટે તૈયાર હો તો જ લેજો. રોકાણો સહિતની નાણાકીય બાબતો માટે સમય સાનુકૂળ છે. 
જીવનસુધાર માટે સૂચનઃ તમે જીવનમાં પરિવર્તન લાવવા ઇચ્છતા હો તો જે નકામું હોય એનો ત્યાગ કરતાં શીખી જવું. તમે જૂનાનો ત્યાગ કરશો તો જ કંઈક નવું થશે.

astrology gujarati mid-day columnists life and style