અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

10 November, 2024 07:26 AM IST  |  Mumbai | Aparna Bose

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

પ્રતીકાત્મક તસવીર

જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય 
ઘરની બાબતો તરફ અને પરિવારજનો સાથેના સંબંધોની બાબતે લક્ષ આપજો. જો તમે પ્રોફેશનલ નેટવર્કનો વિસ્તાર કરવા ઇચ્છતા હો તો એના માટે સાનુકૂળ સમય છે. તમારા હિસાબના ચોપડા બરાબર રાખજો અને સમયસર કરવેરાની ચુકવણી કરજો. મોટી ઉંમરના જાતકોએ પોતાની તબિયતની થોડી વધુ કાળજી રાખવી અને લાંબા સમયની બીમારીની તાત્કાલિક સારવાર શરૂ કરવી. જૂની બીમારીને એટલી વધવા નહીં દેવી કે જીવન દુષ્કર બની જાય.

સ્કૉર્પિયો જાતકોની અજાણી બાજુ
સ્કૉર્પિયો જાતકોની છઠ્ઠી ઇન્દ્રિય ઘણી સતેજ હોય છે. આથી તેઓ જેમની સાથે ઇચ્છે તેમની સાથે ચાલબાજી કરી શકે છે. જે લોકો તેમને ગુસ્સો કરાવડાવે તેમણે એનું આકરું પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડે છે. તેઓ અતિરેક થઈ જાય એટલી હદે ઈર્ષ્યાળુ પણ બની જતા હોય છે. તેમની લાગણીઓમાં સ્થિરતા હોતી નથી. તેઓ ક્યારે કેવી રીતે પ્રતિક્રિયા આપશે એ કળી શકાતું નથી. તેઓ ભાવનાઓ પર અને પ્રતિક્રિયાઓ પર કાબૂ રાખી શકતા નથી.

એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ

ફોનકૉલ, ટેક્સ્ટ-મેસેજ કે ઈ-મેઇલનો તત્કાળ પ્રત્યુત્તર આપજો અને એમાં સરળ તથા યથાયોગ્ય ભાષા વાપરજો. શક્ય હોય ત્યાં સુધી વધુ જોખમ ધરાવતાં રોકાણોથી દૂર રહેજો.
આરોગ્યવિષયક સલાહ : વ્યાયામ કરતી વખતે સાવચેતી રાખજો, કારણ કે એમાં ગંભીર ઈજા થવાનું જોખમ છે. મોટી ઉંમરના જાતકોએ લાંબા સમય સુધી જીવનશૈલીમાં ફેરફાર કરવાની જરૂર છે. 

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે

તમને કોઈ આઇડિયા સૂઝ્યો હોય તો એને અમલમાં મૂકતાં પહેલાં એના વિશે સઘન વિચાર કરીને તમામ આવશ્યક માહિતી ભેગી કરી લેજો. જે શક્ય નથી એના પર ધ્યાન આપવાને બદલે જે શક્ય છે એના પર જ ધ્યાન કેન્દ્રિત કરજો. આરોગ્યવિષયક સલાહ: આરોગ્યને લગતી કોઈ સલાહ લેવી હોય તો સંબંધિત યોગનિષ્ણાત પાસે જ જાજો. વ્યાયામ કરતી વખતે કરોડરજ્જુ સાચવજો. 

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

પરિવારના લોકો ભેગા થયા હોય ત્યારે બોલવામાં સાચવજો અને બિનજરૂરી દલીલોમાં ઊતરતા નહીં. રોકાણના પોર્ટફોલિયોની સમીક્ષા કરવા માટે સારો સમય છે.
આરોગ્યવિષયક સલાહ : જે જાતકોને આરામ લેવાની જરૂર જણાતી હોય તેમણે વધુ વિચાર કર્યા વગર થોડા દિવસની રજા જ લઈ લેવી. ખાણી-પીણીમાં કોઈ પણ ફેરફાર કરતાં પહેલાં તમામ આવશ્યક માહિતી ભેગી કરી લેજો.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

કોઈ વ્યક્તિની સમક્ષ કોઈ મુદ્દો રજૂ કરવો હોય તો મનમાં જે આવે એ બોલી કાઢવાને બદલે સમજી-વિચારીને બોલજો. કામકાજના સ્થળે સમયમર્યાદાનું પાલન કરજો.
આરોગ્યવિષયક સલાહ : નબળી પાચનશક્તિ ધરાવતા જાતકોએ પોતાની થોડી વધુ કાળજી લેવી. તબિયત નરમ હોવાની સ્થિતિમાં દવા જાતે જ નક્કી કરી લેતા નહીં.

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

કોઈ પણ નિર્ણય ઉતાવળે લેતા નહીં. અંતરાત્માના અવાજને અનુસરજો. કામના સ્થળે સમયમર્યાદાનું પાલન કરજો અને બૉસને તમામ આવશ્યક માહિતી પૂરી પાડતા રહેજો.
આરોગ્યવિષયક સલાહ : માથાનો દુખાવો રહેતો હોય તો ડિજિટલ ઉપકરણોથી દૂર રહેવાનો પ્રયાસ કરજો. નિયમિતપણે પૂરતી ઊંઘ લેવાનું રાખજો.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

સ્વયં રોજગાર કરનારાઓએ પોતાના હૂંફાળા કોચલામાંથી બહાર આવવું અને બિઝનેસ વધારવા માટેના રસ્તાઓ શોધવાનો પ્રયાસ કરવો. ઘરમાં દલીલબાજી કરતા નહીં.
આરોગ્યવિષયક સલાહ: જીવનશૈલીમાં પરિવર્તન લાવજો તથા એને વળગી રહેજો. આદતો ધરમૂળથી બદલી કાઢવાની જરૂર હોય તો એ ચોક્કસ કરજો.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

સંજોગો જેવા છે એવા સ્વીકારીને એમાં ઉત્તમ કાર્ય કરજો. બધું જ પર્ફેક્ટ મળી રહે એવી અપેક્ષા રાખતા નહીં. પ્રૉપર્ટી ખરીદવાના હો કે પછી વેચવાના હો, એમાં તમને સારી ડીલ મળવાની સંભાવના છે.
આરોગ્યવિષયક સલાહ : જો તમે પૂરેપૂરો લાભ લેવાના હો તો જ મોંઘા જિમ્નૅશ્યમમાં અથવા ડાયટ પ્રોગ્રામ માટે નામ નોંધાવજો. પૂરતું પાણી પીતા રહેજો.

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

કોઈ પણ વિકલ્પમાંથી પસંદગી કરવાની હોય ત્યારે લાંબા ગાળાનો વિચાર કરજો, લાગણીઓમાં તણાઈને પ્રતિક્રિયા કરતા નહીં. સ્વયં રોજગાર કરનારાઓએ બજેટ કરતાં વધુ ખર્ચ થઈ જાય નહીં એની તકેદારી લેવી.
આરોગ્યવિષયક સલાહ : તબિયત જરાકઅમથી નાદુરસ્ત હોય, પણ જો તમે શક્ય એટલો જલદી એનો ઇલાજ નહીં કરાવો તો એ બીમારી લાંબા સમય સુધી ચાલનારી બની જશે.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

જે લોકો તમને સાથ-સહકાર આપતા હોય અને તમારું ભલું ઇચ્છતા હોય એવા લોકો સાથે જ સમય ગાળજો. મર્યાદિત બજેટ ધરાવતા જાતકોએ ખર્ચ પર કાબૂ રાખવો.
આરોગ્યવિષયક સલાહ: આરોગ્યપ્રદ ખોરાક લેજો અને લાંબા સમય સુધી ટકાવીને રાખી શકાય એવું ફિટનેસનું રૂટીન અપનાવજો. શ્વસનસંબંધી ઍલર્જી રહેતી હોય તો પોતાની વધુ કાળજી લેજો.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

કોની સાથે હળવું-મળવું એનો નિર્ણય સમજદારીપૂર્વક લેજો અને તમારો ઉપયોગ કરી જવાના હોય એવા લોકોથી દૂર રહેજો. રોકાણોમાં સંતુલન રાખજો અને નવા વિકલ્પો શોધજો.
આરોગ્યવિષયક સલાહ : સ્વાસ્થ્ય સાચવવાની જવાબદારી તમારી જ છે. શરીરમાં ચુસ્તી-સ્ફૂર્તિ સારી રહે એ માટેના પ્રયાસ કરજો. જેમને લાંબો સમય ચાલનારી બીમારી હોય તેમણે યોગ્ય ઇલાજ કરાવવો.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

કંઈક નવું કરવું જરૂરી છે. જોકે ફક્ત નવું કરવા ખાતર જ કરવું નહીં. પૂરી સભાનતા અને આયોજન સાથે કરવું. જો તમે પૂરતી તકેદારી સાથે રોકાણો કરશો તો એમાં ચોક્કસપણે લાભ થશે.
આરોગ્યવિષયક સલાહ : લાંબા ગાળે ચાલુ રાખી ન શકાય એવા ફેરફારો કરવાને બદલે આદતોને થોડી બદલી કાઢજો. કફની સમસ્યા રહેતી હોય તેમણે થોડી વધુ કાળજી લેવી.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

તમને અપ્રિય હોય એવી વ્યક્તિઓ અને પરિસ્થિતિઓને કેવી રીતે સાચવી લેવી એના પર ખાસ લક્ષ આપજો. જો તમે નવા આઇડિયા પાછળ પૂરતી મહેનત લેશો તો એમાં સફળતા મળવાની સંભાવના છે.
આરોગ્યવિષયક સલાહ : જેમની પાચનશક્તિ નબળી રહેતી હોય તેમણે ખાણી-પીણીમાં સાચવવું. જે આદતો સારી ન હોય એનો ત્યાગ કરવાનો મક્કમપણે નિર્ણય લેજો.

astrology gujarati mid-day columnists