અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

07 April, 2024 07:38 AM IST  |  Mumbai | Aparna Bose

ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય...
પોતાનાં લક્ષ્યોની પ્રાપ્તિ માટે થોડી વધુ મહેનત કરવાની તૈયારી રાખવી. રોકાણો કરતી વખતે ઘણું સાચવવું અને બધા જ દસ્તાવેજો ધ્યાનથી વાંચી લેવા. રોકાણની જે યોજનાઓમાં અસાધારણ વળતરની લાલચ દેખાતી હોય એનાથી દૂર રહેવું. શરૂઆત ભલે નાની હોય, પરંતુ જો એમાં યોગ્ય માર્ગ અપનાવવામાં આવ્યો હોય તો ઘણું સારું થઈ શકે છે. તબિયત તરફ દુર્લક્ષ કરતા નહીં.

ઍરીઝ જાતકો પેરન્ટ્સ  તરીકે કેવા હોય છે?
ઍરીઝ જાતકો વાલી તરીકે ઘણા જ સ્પર્ધાત્મક હોઈ શકે છે. પોતાનું સંતાન બધા કરતાં સારું હોય એવો તેમનો પ્રયાસ રહેતો હોય છે. આમ તેઓ સંતાનોને પ્રોત્સાહન આપીને મોકળું વિકાસનું મેદાન આપવાને બદલે ટીકા વધુ કરે એવું બનતું હોય છે. પરિણામે અવાસ્તવિક અપેક્ષાઓ રાખનારા વાલીઓની બાજી બગડી શકે છે. 
જો ઍરીઝ જાતકો ધીરજ અને સહાનુભૂતિ રાખે તથા ગુસ્સા પર કાબૂ રાખે તો ઉત્તમ વાલી બની શકે છે.

એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ

ક્યારેક પરંપરાઓનું જતન કરવાનું હોય છે અને ક્યારેક એની સામું પણ થવાનું હોય છે. આથી ફક્ત ભૂતકાળના આધારે અથવા લાગણીઓમાં તણાઈને નિર્ણયો લેવાને બદલે સમજી-વિચારીને આગળ વધવું. આરોગ્યવિષયક સલાહ : વ્યાયામ કરતી વખતે શારીરિક મર્યાદાઓને ધ્યાનમાં રાખવી. શરીરના નીચલા ભાગમાં વધુ તાણ આપવી નહીં.

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે

જો ભૂતકાળની કોઈ પરિસ્થિતિ હાથ ધરી હોય તો સંવાદમાં સ્પષ્ટતા રાખવી જરૂરી બનશે. મહત્ત્વના દસ્તાવેજો અને મૂલ્યવાન વસ્તુઓની કાળજી લેજો.
આરોગ્યવિષયક સલાહ : શ્વસનમાર્ગને લગતી ઍલર્જી હોય તો થોડું વધુ સાચવજો. હૉર્મોનમાં ફેરફાર થઈ રહ્યા હોય તેમણે જીવનશૈલી બદલવા માટે ડૉક્ટરે આપેલી સલાહનું પાલન કરવું.

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
જરૂર પડ્યે ત્યારે દૃઢતાપૂર્વક બોલવું અને આકરું બોલવું પણ જરૂરી છે. પોતાના ગજા બહારની જવાબદારીઓ માથે લેતા નહીં.
આરોગ્યવિષયક સલાહ : જો તમે ભરપેટ નાસ્તો કરવાની કે બહારનું ખાવાની આદત ધરાવતા હો તો સાવચેતી રાખજો. આરોગ્યપ્રદ ખોરાક લેવાનો પ્રયાસ કરનારાઓએ અતિરેક કરવો નહીં.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

તમારી દૃષ્ટિ વ્યાપક બનાવજો અને ભવિષ્યને દૃષ્ટિકોણમાં રાખીને વિચારજો. બીજા લોકોના અભિપ્રાયને ધ્યાનમાં લેવા, પરંતુ નિર્ણયો પોતાની રીતે જ લેવા. આરોગ્યવિષયક સલાહ : લિવર અને/અથવા ગૉલ બ્લૅડરને લગતી તકલીફ હોય તેમણે થોડી વધુ કાળજી લેવી. પૂરતો આરામ લેવો અને પોતાના પર કોઈ જોર-જબરદસ્તી કરવી નહીં.

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

નાણાકીય અને બીજાં સંસાધનોનો સાવધાનીપૂર્વક ઉપયોગ કરજો. બીજા લોકો પર એનો બિનજરૂરી ખર્ચ કરતા નહીં. તમને જરૂર ન હોય એવી વસ્તુઓનો ત્યાગ કરવા માટે સારો સમય છે.
આરોગ્યવિષયક સલાહ : તમારી વારસાગત બીમારી વકરી શકે છે. એ વધુ બગડે એ પહેલાં સુધારાનાં પગલાં લઈ લેજો. ત્વચાની તકલીફ હોય તેમણે થોડી વધુ દરકાર લેવી.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

અનેક વિકલ્પોમાંથી પસંદગી કરતી વખતે સાચવવું અને આવેશમાં આવીને નિર્ણયો લેવા નહીં. ભૂતકાળમાં બનેલી ઘટનાઓને ધ્યાનમાં લેવી અને પડદા પાછળ શું ચાલી રહ્યું છે એ સમજવાનો પ્રયાસ કરવો. આરોગ્યવિષયક સલાહ : વરિષ્ઠ નાગરિક જાતકોએ પૂરતો આરામ કરવાની જરૂર છે. જો તમે કોઈ વૈકલ્પિક ચિકિત્સાપદ્ધતિનો ઉપયોગ કરવા ઇચ્છતા હો તો જાણકાર પાસે જ જવું.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

ઘણી સંવેદનશીલ બની ગઈ હોય એવી પરિસ્થિતિમાં સંતુલન સાધજો. પોતાનાથી સંભાળી શકાય નહીં એટલી બધી જવાબદારીઓ સ્વીકારવી નહીં. ખાસ કરીને ત્યારે જ્યારે તમારે એમ કરવાની જરૂર ન હોય.
આરોગ્યવિષયક સલાહ : વૃદ્ધાવસ્થાને લગતી કોઈ બીમારી સતાવતી હોય તેમણે વધુ સાવચેતીભરી રીતે એનો હલ લાવવો. વ્યાયામ કરતી વખતે અતિરેક કરવો નહીં.

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

યોગ્ય સમયે પગલું ભરવું અને પોતાની સફળતાની શક્યતા કેટલી છે એનો અંદાજ કાઢીને આગળ વધવું. કોઈ પ્રેઝન્ટેશન, ડેટા કે દસ્તાવેજો મોકલવાના હોય તો બે વાર તપાસી લેજો.
આરોગ્યવિષયક સલાહ : આધાશીશી કે માથાનો બીજો કોઈ દુખાવો હોય તેમણે એ બીમારીઓ વકરાવે એવા ખોરાક અને એવી પરિસ્થિતિઓથી શક્ય હોય ત્યાં સુધી દૂર રહેવું.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

મારે ખરેખર શું જોઈએ છે અને તમે કઈ રીતે સંવાદ સાધો છો એનો વિચાર કરવાનું અગત્યનું છે. તમને જેમાં મજા આવે છે એવી નહીં પરંતુ જે ખરેખર તમારા માટે સારી છે એવી આદતોને વધુ દૃઢ બનાવો.
આરોગ્યવિષયક સલાહ : તબિયતમાં જરાક જ ગરબડ છે અને એ આપોઆપ સારી થઈ જશે એવું વિચારીને એના તરફ દુર્લક્ષ કરતા નહીં. ડૉક્ટર પાસે જવા ઇચ્છતા જાતકોએ જાતે જ તેમના વિશે તપાસ કરવી.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

તમારા રોજિંદા જીવનમાં આયોજનબદ્ધ કામ થાય એવો પ્રયાસ કરવો. દોસ્તી અને બીજા સંબંધોને મહત્ત્વ આપવું, પરંતુ પોતાનાં હિતોને નુકસાન થાય નહીં એનું ધ્યાન રાખવું.
આરોગ્યવિષયક સલાહ : સ્લિપ-ઍપ્નિયા નામની બીમારી હોય તેમણે રાતના સૂવાના સમયે રિલૅક્સ રહેવું. વધુપડતો શ્રમ કરવો નહીં. મર્યાદાઓને ઓળખીને કામ લેવું.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

ખાસ કરીને પ્રમાણમાં નાનો મુદ્દો હોય ત્યારે મિત્રો અને પરિવારજનો સાથે દલીલબાજી કરવી નહીં. કાનૂની કેસમાં કળપૂર્વક અને લાંબું વિચારીને કામ લેવું.
આરોગ્યવિષયક સલાહ : ખાવા-પીવાની બાબતે વધુ ટેન્શન લીધા વગર આરોગ્યપ્રદ ખોરાક લેવાનું રાખવું. પ્રવર્તમાન સંજોગોમાં જે ઉત્તમ હોય એ કરવું. તમારા માટે જોખમી પુરવાર થાય એવી આદતોથી દૂર રહેવું.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
તમને જે પરિસ્થિતિ કે વસ્તુ માફક આવતી હોય એ બીજાને પણ આવે જ એવું જરૂરી નથી. જેઓ અરેન્જ્ડ મૅરેજ કરવા તૈયાર હોય તેમનું સગપણ થવાની શક્યતા છે.
આરોગ્યવિષયક સલાહ : મદ્યપાન કરવાની લત ધરાવતા લોકોએ આ હાનિકારક ટેવ ઘટાડવી અને નિયમિત સમયે હેલ્ધી ખોરાક લેવાનું અને કસરત કરવાનું રાખવું.

life and style astrology gujarati mid-day