અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

05 May, 2024 07:01 AM IST  |  Mumbai | Aparna Bose

ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય...
વિચારો અને વર્તનની હાલની ઘરેડમાંથી બહાર નીકળી જવું. તમારી સામે ઊભા થનારા પડકારો તમને કંઈક સારું શીખવી જશે. વિદેશને લગતું કામ કે બિઝનેસ કરનારાઓ માટે સારો સમય ચાલી રહ્યો છે. તમે સામાજિક જીવન સુધારવા ઇચ્છતા હો તો એના માટે પણ સારો સમય છે. તમને તંદુરસ્ત રાખી શકે એવી નાની-નાની આદતો કેળવવા પર ધ્યાન આપવું.

ટૉરસ જાતકો જીવનસાથી તરીકે કેવાં હોય છે? 
ટૉરસ જાતકો સમર્પણ અને પરંપરાને ખૂબ જ મહત્ત્વ આપતાં હોય છે. તેઓ લાંબું અને સ્થિર લગ્નજીવન ઇચ્છતાં હોય છે. તેમના માટે વફાદારી એ ઘણો મોટો ગુણ છે અને આથી જ તેઓ બીજાઓની તુલનાએ અમુક વર્તનને વધુ પ્રમાણમાં ચલાવી લેતાં હોય છે. તેઓ ક્યારેક શાંત દેખાતાં હોય, પરંતુ અંદરથી ઘણાં જ ઉન્માદ ધરાવતાં હોઈ શકે છે. આથી જ તેઓ બીજી રાશિનાં જાતકોની સરખામણીએ વધુ માદક હોય છે.

એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ

કંટાળો અને નકારાત્મકતા તમારા પર હાવી થઈ જાય નહીં એની તકેદારી લેજો. હાલ મનોબળ મક્કમ કરીને પોતાનાં લક્ષ્યો સિદ્ધ કરવા માટે મહેનત કરવાનો સમય છે.
આરોગ્યવિષયક સલાહ : આધાશીશી કે માથાના બીજા પ્રકારના દુખાવાની તકલીફ રહેતી હોય તેમણે થોડી વધુ કાળજી રાખવી. પૂરતું પાણી પીવું અને નિયમિતપણે વ્યાયામ કરવો.

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે

ગેરસમજ ટાળવા માટે સંવાદમાં સ્પષ્ટતા રાખજો. કોઈ નવી વ્યક્તિ સાથે મુલાકાત થઈ હોય એવાં કુંવારાં જાતકોએ મેળાપ વધારતાં જવું, પણ પ્રયાસ અડધા રસ્તે અટકાવી દેવા નહીં.
આરોગ્યવિષયક સલાહ : દમ અને શ્વસન તંત્રને લગતી બીમારીઓનું જોખમ ધરાવતાં જાતકોએ પોતાની થોડી વધુ કાળજી લેવી. વરિષ્ઠ નાગરિકોએ પોતાના આરોગ્યનાં લક્ષ્યો નિશ્ચિત કરવા.

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

અલગ-અલગ દૃષ્ટિકોણથી જોવાની તૈયારી રાખવી અને જરૂર પડ્યે પોતાના અભિપ્રાયમાં પરિવર્તન લાવવું. રોકાણના પોર્ટફોલિયો પર નજર કરી જવી, પરંતુ ઘણા બધા ફેરફારો કરવા નહીં.
આરોગ્યવિષયક સલાહ : આરોગ્યની કોઈ તકલીફ સતાવતી હોય તો થોડી શિસ્ત રાખીને એનો સામનો કરવો. કરોડ અને ગરદનની સંભાળ રાખવી, કારણ કે એમાં ઈજા થવાનું જોખમ છે.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

ક્યાંય વિક્ષેપ આવ્યો હોય તો વિચારોની સ્પષ્ટતા સાથે એનો સામનો કરવો અને લક્ષ્યો પ્રત્યે એકાગ્ર રહેવું. પોતાનાં સંસાધનોનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો. ઉડાઉ થવું નહીં. 
આરોગ્યવિષયક સલાહ : કોઈ ડૉક્ટર કે સ્પેશ્યલિસ્ટની સલાહ લેવી પડે એવી સ્થિતિમાં પણ સેકન્ડ ઓપિનિયન લેવામાં સંકોચ કરવો નહીં. તમને થાક લાગે કે નિરાશા થાય એવી દરેક આદત છોડી દેવી.

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

દોસ્તી કે અન્ય સંબંધમાં કોઈ સમસ્યા સર્જાઈ હોય તો તત્કાળ અને વિચારોની સ્પષ્ટતા સાથે એનો હલ લાવવો. પોતાને મળેલી તકનો મહત્તમ ઉપયોગ કરી લેવો, પછી ભલે તક નાની હોય કે મોટી હોય.
આરોગ્યવિષયક સલાહ : હૉર્મોનનું અસંતુલન થયું હોય એમણે જીવનશૈલીમાં ફેરફાર કરવા વિશે વિચારી જોવું. ખાસ કરીને ઊંઘની ઢબ બદલવા વિશે વિચારવું. તમારી તાસીરને માફક આવે એવું સંતુલન કેળવવું.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

તમારે કામ પૂરાં કરવા માટે થોડી વધારે જહેમત ઉઠાવવી પડી શકે છે. જરૂર પડ્યે કોઈની મદદ લેવામાં સંકોચ કરવો નહીં. ખર્ચ બાબતે સાવધાન રહેવું. બિનજરૂરી ખર્ચ કરવા નહીં.
આરોગ્યવિષયક સલાહ : તબિયતને લગતો અગત્યનો નિર્ણય લેતાં પહેલાં તમામ સંબંધિત માહિતી મેળવી લેવી. મોટી ઉંમરનાં જાતકોએ લાંબા સમયથી ચાલતી બીમારીમાં વધુ સાવધાની રાખવાની જરૂર છે.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

બદલાયેલી પરિસ્થિતિમાં પણ પોતાની એકાગ્રતા ટકાવી રાખજો અને આવશ્યક પગલાં ભરવામાં વિલંબ કરતા નહીં. પોતાના સામાજિક નેટવર્કનો સારામાં સારો ઉપયોગ કરવો.
આરોગ્યવિષયક સલાહ : તમે આરોગ્યને લગતું કોઈ લક્ષ્ય પ્રાપ્ત કરવા ઇચ્છતા હો તો તમારે ઘણી શિસ્ત રાખવી પડશે. તબિયતમાં નાનકડી તકલીફ ઝડપથી વકરી શકે છે.

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

પદ્ધતિસર કામ કરવામાં તમને બંધન લાગતું હોય તો પણ એ પ્રમાણે જ કામ કરવું. મર્યાદિત સંસાધનો ધરાવતાં જાતકોએ ખર્ચ પર લક્ષ આપવું. જરૂરી ન હોય એવી વસ્તુઓ ખરીદવાનું ટાળવું.
આરોગ્યવિષયક સલાહ : તમે સ્થિરતાભરી જીવનશૈલી અપનાવવા માટે અને એને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે શું કરી શકો છો એના વિશે વિચાર કરજો. જરૂર પડ્યે સેકન્ડ ઓપિનિયન લેવો.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

ખાસ કરીને તમે સોશ્યલ મીડિયા પર કોઈ પોસ્ટ મુકો તો એમાં કરાતા લખાણ બાબતે સાવધાની રાખજો. પરિવારના બિઝનેસમાં કામ કરનારાઓએ વધુ જવાબદારી માથે લેવાની તૈયારી રાખવી.
આરોગ્યવિષયક સલાહ : ગળાને લગતી તકલીફોથી બચીને ચાલજો. ઠંડાં પીણાં પીવાનું ટાળજો. નાના-નાના ફેરફારો પણ તબિયત સુધારવામાં ઘણા ઉપયોગી થતા હોય છે.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

પોતાના સામાજિક અને વ્યાવસાયી વર્તુળનો મહત્તમ લાભ લેવો. ઈ-મેઇલ કે સંદેશાનો જવાબ આપતી વખતે એમાં વપરાયેલા શબ્દો પર ખાસ ધ્યાન આપવું.
આરોગ્યવિષયક સલાહ : તબિયત નરમ લાગતી હોય તો આરામ કરી લેવો અને જરૂર લાગે તો ડૉક્ટર પાસે જવામાં સંકોચ કરવો નહીં. માનસિક તાણની સ્થિતિમાં સંભાળી લેવું અને કોઈ તકલીફને તમારા પર હાવી થવા દેવી નહીં.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

બૉસ કે સત્તાવાળાઓ સાથેના વ્યવહારમાં અંતરાત્માનો અવાજ સાંભળવો. મળેલી તમામ તકનો મહત્તમ ઉપયોગ કરી લેવો, પરંતુ વ્યવહારુ અભિગમ અપનાવવો.
આરોગ્યવિષયક સલાહ : રોગનું નિદાન ચોકસાઈભર્યું ન હોય એવું શક્ય છે. તમારે ખોટા નિદાનથી બચવા માટે બીજી કોઈ જગ્યાએ પણ પરીક્ષણો કરાવી લેવાં. વ્યાયામમાં અતિરેક 
કરવો નહીં.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

તમે પૂરતી મહેનત કરો તો પોતાના શોખ કે કુશળતાને નવી ઊંચાઈએ લઈ જઈ શકો છો. નવા પડકારનો સામનો કરવા સજ્જતા કેળવજો.
આરોગ્યવિષયક સલાહ : પૂરતી ઊંઘ લેવાનું રાખજો અને સૂવાના સમયે મગજને વધુ સક્રિય કરી નાખે એવી બાબતોથી દૂર રહેજો. લાંબા સમયથી કોઈ બીમારી ધરાવતાં મોટી ઉંમરનાં જાતકોએ સ્પેશ્યલિસ્ટને બતાવી લેવું.

astrology life and style columnists gujarati mid-day