04 August, 2024 07:08 AM IST | Mumbai | Aparna Bose
પ્રતીકાત્મક તસવીર
જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય
જેઓ પોતાની અંગત વાતો બીજાઓને કહેવાની કે કૂથલીઓ કરવાની વૃત્તિ ધરાવતા હોય એ જાતકોએ કોને વાત કરવી અને કોને નહીં એની સ્પષ્ટતા રાખવી જરૂરી છે. જો તમે પોતાનાં લક્ષ્યો વિશે સ્પષ્ટ વિચાર ધરાવતા હશો તો કોઈ પણ પરિસ્થિતિનો સારી રીતે સામનો કરી શકશો. નાણાકીય રોકાણ કરવાનું, ખાસ કરીને સ્ટૉકમાર્કેટમાં નાણાં રોકવાનું ટાળજો. મોટી ઉંમરના જાતકોએ પોતાની થોડી વધુ કાળજી લેવી પડશે.
લિયો જાતકો જીવનસાથી તરીકે કેવા હોય છે?
લિયો જાતકોને આકર્ષણનું કેન્દ્ર બની રહેવાનું અને જીવનસાથી તેમના માટે સારું બોલે એવું ગમતું હોય છે. તેઓ પ્રેમની બાજી પોતાના હાથમાં રાખવાનું પસંદ કરતા હોય છે. એને લીધે ક્યારેક તેઓ જીવનસાથીએ કહેલી વાત પર પૂરતું ધ્યાન આપે ન એવું બને. તેમનું વ્યક્તિત્વ તેમને ક્યારેક સ્વકેન્દ્રી બનાવી દે છે. આથી તેઓ સતત પોતાના તરફ સૌનું ધ્યાન આકર્ષિત કરવા માટે પ્રયત્નશીલ રહેતા હોય છે. તેમને પ્રશંસા ઘણી ગમે છે. આથી તેમની સાથેના વ્યવહારમાં એ પ્રમાણે જ વર્તવું.
એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
સામે આવેલી દરેક તકનો ઉપયોગ કરજો, પછી ભલે એ નાની હોય. તમને કોઈ અવરોધ નડતો હોય તો તમારા અભિગમમાં પરિવર્તન લાવીને એનો હલ લાવી શકાશે.સંબંધો સાચવવા માટે સલાહ : જેમના પ્રિયકર કે જીવનસાથી દૂર રહેતા હોય તેમણે નિયમિતપણે વાતચીત કરતા રહેવા માટે અને સંબંધ સાચવવા માટે થોડી વધુ જહેમત ઉઠાવવી પડશે. કુંવારાઓ માટે સારો સમય છે.
ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે
તમારી સામેના તમામ વિકલ્પો વિશે પ્રતિક્રિયાત્મક વલણ અપનાવવાને બદલે વિચારપૂર્વક એમનો સામનો કરજો. પારિવારિક આર્થિક બાબતોમાં સાવચેતી રાખજો અને જોખમી રોકાણો કરતા નહીં. સંબંધો સાચવવા માટે સલાહ: સંબંધ સાચવવામાં તકલીફ પડતી હોય તો એ વિશે લોકો સાથે વાતો કરવાનું ટાળજો. જીવનસાથી જોડે સંવાદનો સેતુ ટકાવી રાખવા માટેના વ્યવહારુ માર્ગો અપનાવવા.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
તમે એકાગ્રતા રાખશો અને વિચલિત નહીં થાઓ તો કોઈ પણ અવરોધને અતિક્રમી જવામાં સફળ રહેશો. ગમે એટલી વ્યસ્તતા વચ્ચે પણ નિયમિતપણે વ્યાયામ કરવા માટે સમય ફાળવજો.
સંબંધો સાચવવા માટે સલાહ: લોકોના અભિપ્રાયની અસર તમારા વ્યવહાર પર થવા દેતા નહીં. જીવનસાથી કે પ્રિયકર જોડેના સંબંધને મજબૂત કરવા પર લક્ષ આપજો, એમના તરફ દુર્લક્ષ કરતા નહીં.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
તમારી સામે પડકારભરી પરિસ્થિતિ હોય તો તમારે એનો ઝડપી હલ લાવવા માટે અતિશય વ્યવહારુ અભિગમ અપનાવવો પડશે. રોકાણો સહિતની નાણાકીય બાબતોમાં સાવચેતીભર્યો માર્ગ અપનાવજો.
સંબંધો સાચવવા માટે સલાહ: સંબંધીઓ પાસેથી પોતાની અપેક્ષાઓ વિશે સ્પષ્ટતા રાખજો. ખાસ કરીને તમારા સંબંધ નવા હોય એવા સમયે આ જરૂરી છે.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
તમે ઉતાવળે નિર્ણય લેશો તો ધારણા મુજબ કામ પાર ન પણ પડે. સ્વરોજગાર કરનારાઓ અને બિઝનેસમૅનોને કોઈ પણ કૉન્ટ્રૅક્ટ પર સહી કરતી વખતે સાવચેતી રાખવી પડશે.
સંબંધો સાચવવા માટે સલાહ : પડકારોની સામે શાહમૃગી વૃત્તિથી નહીં ચાલે. તમારે દરેક સંબંધિત વ્યક્તિને સ્વીકાર્ય હોય એવો કોઈ હલ શોધી કાઢવા પર લક્ષ આપવું પડશે. બીજાઓ પર હાવી થઈ જવાની વૃત્તિનો ત્યાગ કરજો.
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
કોઈ નિર્ણય લેવાનો આવે ત્યારે એના પરિણામ વિશે પહેલેથી વિચાર કરીને આગળ વધજો. જેમની પાચનશક્તિ નબળી હોય તેમણે ખાણી-પીણી બાબતે સાવચેતી રાખવી.
સંબંધો સાચવવા માટે સલાહ : કોઈ પરિવારજન કે મિત્રને નાની-નાની વાતોમાં માઠું લાગી જતું હોય એવા લોકો સાથેના સંવાદમાં સાચવવું. પરિવારની કોઈ વૃદ્ધ વ્યક્તિ પર વધુ ધ્યાન આપવું જરૂરી છે.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
તમારે મહેનત કરવી આવશ્યક છે, પરંતુ તમે પહોંચી વળો એટલું જ કામ માથે લેજો. તમને સારી ઊંઘ આવે અને સ્ફૂર્તિ રહે એવી જીવનશૈલી અપનાવવાનું લક્ષ આપજો.
સંબંધો સાચવવા માટે સલાહ : સંબંધમાં નિકટતા ટકાવી રાખવા માટે વ્યવહારમાં આવશ્યક નાના-નાના ફેરફારો કરતા રહેજો. તમને લાગતું-વળગતું ન હોય એવા પારિવારિક મુદ્દાથી દૂર જ રહેવું સારું.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
ઑનલાઇન તમે શું લખી રહ્યા છો એના વિશે સાવધાન રહેજો, કારણ કે તમારા લખાણનું ખોટું અર્થઘટન થઈ શકે છે. ભલે એમાં અનેક અવરોધો નડે કે પછી બિનજરૂરી બાબતોનું પાલન કરવું પડે.
સંબંધો સાચવવા માટે સલાહ : મોટી ઉંમરની અને જેમનો અધિકાર ઘરમાં ચાલતો હોય એવી વ્યક્તિ સાથેના વ્યવહારમાં લક્ષ આપજો. મનની વાત કહી દેવી, પરંતુ પિત્તો ગુમાવી દેતા નહીં.
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
તમારે કોઈ કૉન્ટ્રૅક્ટ પર સહી કરવાની જરૂર હોય તો આખરી નિર્ણય લેતાં પહેલાં એનો બારીકીપૂર્વક અભ્યાસ કરી લેવો. શક્ય હોય ત્યાં સુધી પૂરતી ઊંઘ લેજો અને આરોગ્યપ્રદ ખાવાનું ખાજો.
સંબંધો સાચવવા માટે સલાહ : જેઓ મિત્રોનું મોટું વર્તુળ ધરાવે છે તેમણે કોના પર વિશ્વાસ કરવા જેવો છે એનો વિચાર કરી લેવો. કોઈ મિત્ર વિશેની ખોટી કૂથલીઓથી દૂર રહેજો.
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
કોઈ પણ પડકારભરી પરિસ્થિતિ હોય તો એનો વ્યવહારુ દૃષ્ટિએ સામનો કરવો અને ફક્ત વિશ્વાસુ માણસ પાસે જ સલાહ લેવી. પરંપરાગત અને પ્રતિષ્ઠિત રોકાણોને વળગી રહેજો.
સંબંધો સાચવવા માટે સલાહ : કોઈ નવા સંબંધમાં બંધાયા હો તો સામેવાળી વ્યક્તિ પર બહુ જલદી ભરોસો કરતા નહીં. તેમને પોતાની વિશ્વસનીયતા પુરવાર કરવા દેજો. પારિવારિક કૂથલીઓથી દૂર રહેજો.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
કોઈ પણ વાટાઘાટ કે મીટિંગ માટે સંપૂર્ણ તૈયારી કરી લેજો. પ્રૉપર્ટીની ખરીદી અને વેચાણને લગતી બાબતો માટે સારો સમય છે.
સંબંધો સાચવવા માટે સલાહ : તમારા પર બ્રેકઅપનો કે સેપરેશનનો પ્રસંગ આવી પડ્યો હોય તો સાચવીને નિર્ણય લેજો. મિત્રોની પસંદગી સમજદારીપૂર્વક કરવી.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
તમે લાગણીઓ અને બુદ્ધિ વચ્ચે સંતુલન જાળવી રાખશો તો કોઈ પણ પરિસ્થિતિનો શક્ય ત્યાં સુધી સારી રીતે સામનો કરી શકશો. ખાણી-પીણીમાં અને જીવનશૈલીમાં અતિરેક કરતા નહીં.
સંબંધો સાચવવા માટે સલાહ : તમને કોઈ જૂના મિત્ર પર વિશ્વાસ કરવા જેવું લાગતું ન હોય તો તેની સાથે સંબંધ નહીં રાખવામાં જ સાર છે. સંવાદમાં સ્પષ્ટતા રાખજો અને જે મનમાં હોય એ કહી દેજો.