અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

31 March, 2024 08:45 AM IST  |  Mumbai | Aparna Bose

ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય...
પરિસ્થિતિ બદલવા માગતા હો તો જૂનાનો ત્યાગ કરીને આગળ વધવાની તૈયારી રાખજો. કોઈ પણ બાબતે નાજુક પરિસ્થિતિ હોય તો એ વણસે એ પહેલાં સાચવી લેવી. તબિયતનું વધારે ધ્યાન રાખજો. બાહ્ય દેખાવની ચિંતા કરવાને બદલે સર્વાંગી આરોગ્ય સાચવવું. કાનૂની બાબતોમાં સમયસર અને યોગ્ય માર્ગ અપનાવવો. શક્ય હોય ત્યાં સુધી જટિલ દોસ્તી અને સંબંધોથી દૂર રહેવું. 

ઍરીઝ જાતકો જીવનસાથી તરીકે કેવા હોય છે?
ઍરીઝ જાતકો પોતાનો કક્કો સાચો કરનારા હોય છે. તેઓ લગ્નજીવનમાં પરિસ્થિતિનો દોર પોતાના હાથમાં રાખતા હોય છે. તેઓ પોતે જ નિર્ણયો લઈને એનો અમલ કરવામાં માનતા હોય છે. તેમને એવા જીવનસાથીની જરૂર હોય છે જે તેમને સમજી શકે અને સ્વતંત્રતા અને મોકળાશની તેમની જરૂરિયાતનો આદર કરે. ઍરીઝ જાતકો સ્પષ્ટવક્તા હોય છે અને ક્યારેક પોતાની વાતમાં દુરાગ્રહ રાખતા હોય છે. આથી જો તેમના જીવનસાથી વધુ સંવેદનશીલ હોય તો તેમને વાંધો આવી શકે છે.

એરીઝ- ૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ

પોતાનાથી થાય એટલા ઉત્તમ પ્રયાસ કરવા. તમે મુશ્કેલ પરિસ્થિતિમાં હો તો પણ જે સાચું હોય એ જ કરજો. રોકાણ સહિતની નાણાકીય બાબતોમાં વ્યવહારુ અભિગમ અપનાવવો.
કારકિર્દી વિશે સલાહ : આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ પર કામ કરી રહેલા જાતકોએ સંબંધિત દેશના કાયદાઓ અનુસાર અને ત્યાંની પરંપરા અનુસાર કામ કરવું. સ્વયં રોજગાર કરનારાઓ માટે સાનુકૂળ સમય છે.

ટૉરસ- ૨૧ એપ્રિલથી ૨૦ મે

તમારે દરેક બાબતને જેવી દેખાય છે એવી સ્વીકારી લેવાને બદલે એમાં ઊંડા ઊતરવું. પરિવારજનો સાથે ધીરજથી કામ લેવું અને પરિસ્થિતિને કાબૂની બહાર જવા દેવી નહીં.
કારકિર્દી વિશે સલાહ : તમારે કોઈ સમયમર્યાદાનું પાલન કરવાનું હોય તો થોડી વધુ મહેનત કરવાની તૈયારી રાખજો અને ઝીણી-ઝીણી બાબતોને લક્ષમાં લેજો. સહકર્મીઓ અને ક્લાયન્ટ્સ જોડે વ્યવહારુ વર્તન કરજો.

જેમિની- ૨૧ મેથી ૨૧ જૂન

સ્રોતોનો મહત્તમ ઉપયોગ કરવો, પરંતુ જો કોઈ અંગત લક્ષ્ય સિદ્ધ કરવું હોય તો શિસ્તબદ્ધ રીતે આગળ વધજો. કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં પરિસ્થિતિને અલગ-અલગ દૃષ્ટિકોણથી નિહાળજો. કારકિર્દી વિશે સલાહ : તમારે ધીરજ રાખવાની અને અપેક્ષાઓ મર્યાદિત રાખવાની જરૂર છે, કારણ કે કોઈ બાબતમાં થનારો વિલંબ તમારા કાબૂ બહારની વાત હશે. નવા આઇડિયા હાલ પોતાના પૂરતા જ રાખજો. 

કૅન્સર- ૨૨ જૂનથી ૨૩ જુલાઈ

મહત્ત્વપૂર્ણ સંબંધો પર ધ્યાન આપજો અને એની માવજત કરજો. તમારે સામેવાળી વ્યક્તિના દૃષ્ટિકોણને પણ ધ્યાનમાં લેવાની જરૂર છે. લાંબી ચાલનારી બીમારી હોય તો તબિયતનું થોડું વધુ ધ્યાન રાખજો.
કારકિર્દી વિશે સલાહ : તમારા માર્ગમાં કયા પડકારો આવી શકે છે એનો વિચાર કરજો અને એના હલ પહેલેથી વિચારીને રાખજો. તમારાં સંસાધનો વધી ગયાં હોય તો પણ બજેટને વળગી રહેજો.

લિયો- ૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

તમને કોઈ મર્યાદા નડતી હોય તો એને અતિક્રમી જવાનો પ્રયાસ કરજો અને એનાથી પણ આગળ નીકળી જવાનો વિચાર કરજો. જોકે બિનજરૂરી જોખમો લેવાનું ટાળવું. 
કારકિર્દી વિશે સલાહ : કોઈ પણ તસવીર, વિડિયો કે ડેટાનો ઉપયોગ કરતાં પહેલાં એના કૉપીરાઇટ્સ છે કે કેમ એ જોઈ લેવું. પડકારો ઊભા થાય એવા જ એમનો હલ લાવવામાં લાગી જવું અને કોઈ સમસ્યાને વકરવા દેવી નહીં. 

વર્ગો- ૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

તમારા માટે ઉચિત હોય એવું યોગ્ય સંતુલન સાધવાનો પ્રયાસ કરવો અને તબિયત તથા જીવનશૈલીની કાળજી લેવી. બિનજરૂરી વસ્તુઓ પાછળ ખર્ચ કરવાને બદલે રોકાણો કરવા પર લક્ષ આપવું.
કારકિર્દી વિશે સલાહ : તમને આવેલા દરેક આઇડિયા બાબતે પૂરતી દરકાર લેવી, પરંતુ હાલ એના વિશે કોઈ બીજાને વાત કરવી નહીં. લોકોને તમે કરેલા કાર્યનું શ્રેય લઈ જવા દેવા નહીં.

લિબ્રા- ૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

લોકો સાથેના વાણી-વ્યવહારમાં સાચવવું. તમને ઉશ્કેરવામાં આવે તો પણ લાગણીઓ તમારા પર સવાર થઈ જાય નહીં એ વાતનું ધ્યાન રાખવું. 
કારકિર્દી વિશે સલાહ : બજેટ ઘણું ચુસ્ત હોય તો પણ એનું પાલન કરવું. કાનૂની બાબતમાં સાચવીને કામ લેવું. તમારે જે પ્રાપ્ત કરવું હોય એના વિશે ઝીણામાં ઝીણી અને મોટામાં મોટી બાબતને ધ્યાનમાં રાખવી.

સ્કૉર્પિયો- ૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

તમે પોતાની પૂરેપૂરી ક્ષમતાનો હજી ઉપયોગ કર્યો હોય એવું લાગતું નથી. તમે ધારો છો એના કરતાં તમારી ક્ષમતા ઘણી વધારે છે. જેનો કોઈ હલ નથી એવી બાબતોમાં બિનજરૂરી વાદ કરવો નહીં.
કારકિર્દી વિશે સલાહ : સહકર્મીઓ અને ક્લાયન્ટ્સ જોડે વ્યવસાયી અભિગમ અપનાવીને રહેવું, કારણ કે તેઓ તમારા મિત્ર નથી. તમે કારકિર્દીમાં નાનો ફેરફાર કરશો તો પણ એની મોટી અસર થશે. 

સૅજિટેરિયસ- ૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

તમારે આક્રમક થયા વગર જે કરવાની જરૂર હોય એટલું જ કરવું. ખાણી-પીણીની બાબતે સાચવવું. તમને સદતો ન હોય એવો ખોરાક લેવો નહીં.
કારકિર્દી વિશે સલાહ : ઑફિસની કૂથલીથી દૂર રહેવું અને કામ સાથે નિસબત ન હોય એવી વાતોમાં પડવું નહીં. જો કોઈ વાટાઘાટમાં સંકળાયા હો તો પોતાની કાર્યયોજના સાચવીને ઘડજો.

કૅપ્રિકોર્ન- ૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

કોઈ પરિસ્થિતિમાં શું કરવું એની ગમ પડતી ન હોય તો દરેક વિકલ્પનો ઝીણવટભર્યો વિચાર કરવો. જરૂર પડ્યે મિત્રો અને પરિવારજનોની મદદ લેવી.
કારકિર્દી વિશે સલાહ : મર્યાદાઓમાં રહીને કામ કરવાનું આવે ત્યારે સાચવજો, કારણ કે જો તમે નિયમો તોડશો તો મુશ્કેલીમાં મુકાઈ જશો. અંગત બાબતોની ચર્ચા સહકર્મીઓ જોડે કરશો નહીં. 

ઍક્વેરિયસ- ૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

તમારા માટે જે કામનું ન હોય એનો ત્યાગ કરવાની તૈયારી રાખવી. એ બાબત તમે અત્યાર સુધી પાળેલી આદત પણ હોઈ શકે છે. પરિવારનાં સંસાધનો કે રોકાણોના વ્યવહારો સાચવીને કરવા.
કારકિર્દી વિશે સલાહ : કામસર પ્રવાસ કરવાનો હોય તેમણે ટિકિટો અને હોટેલના રિઝર્વેશન બાબતે તકેદારી લેવી. સહકર્મીઓ જોડેના વ્યવહારો સૌહાર્દપૂર્ણ રહે એ માટે ખાસ પ્રયાસ કરવા.

પાઇસિસ- ૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

તમને કોઈ વસ્તુ રુચતી ન હોય તો અંતરાત્માનો અવાજ સાંભળજો અને પ્રતિક્રિયા કરતાં પહેલાં વિચાર કરી લેજો. પોતાના કોચલામાંથી બહાર આવીને આવશ્યકતા મુજબ પરિસ્થિતિનો સામનો કરવો.
કારકિર્દી વિશે સલાહ : ઑફિસમાં સંબંધો સાચવવા, પરંતુ કૂથલીઓથી દૂર રહેવું. જૂના કે સંભવિત ક્લાયન્ટ્સ જોડેના વ્યવહારમાં થોડી વધુ કાળજી રાખજો. 

astrology life and style