25 August, 2024 07:20 AM IST | Mumbai | Aparna Bose
પ્રતીકાત્મક તસવીર
જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય - ધીરજ રાખજો, પરંતુ હિંમતભર્યા નિર્ણયો લેવાની માનસિક તૈયારી પણ રાખજો. તબિયત સુધારવા માગતા લોકોએ કટિબદ્ધ રહેવું અને લાંબા સમય સુધી પાલન કરી શકાય એવા જીવનશૈલીના નાના-નાના ફેરફારો કરતા જવું. કોઈ પણ કાનૂની બાબતમાં તમારે એકાગ્રતા રાખીને આગળ વધવું અને દરેક ઝીણી વિગત સમજી લેવી.
લિયો જાતકોની અજાણી બાજુ
વર્ગો જાતકો દરેક કામમાં સંપૂર્ણ ચોકસાઈ રાખનારાં હોય છે. તેમને નબળું કામ જરાય ગમતું નથી. દેખાવ બાબતે પણ તેઓ ટાપટીપ રાખવામાં માનતા હોય છે. બીજાઓને મદદ કરવાનું તેમને ગમતું હોય છે. મિત્રો અને પરિવારજનોને જરૂર હોય ત્યારે તેમની પાસે નિઃસંકોચ જઈ શકાય છે. તેઓ બુદ્ધિમાન હોય છે અને તેમને જરૂર પડે ત્યારે તેઓ એકાંતમાં રહેવાનું પસંદ કરતા હોય છે. તેઓ વિચારોને મહત્ત્વ આપે છે, પરંતુ ક્યારેક એવું તેમની લાગણીશીલતાને ઢાંકી દેવા માટે હોય છે.
એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
પરિવારમાં કોઈ સમસ્યા સર્જાઈ હોય તો દરેક સંબંધિત સભ્યને ન્યાય મળે એ રીતે સ્પષ્ટતા સાથે એનો હલ લાવજો. પોતાના પ્રોફેશનલ અને સોશ્યલ નેટવર્કનો મહત્તમ ઉપયોગ કરી લેજો.
જીવનસુધાર માટે સૂચન : તમારી બૌદ્ધિક શક્તિ અને તર્કબદ્ધ દલીલો કરવાની ક્ષમતાનો ઉપયોગ કરવાથી મામલો વધુ પેચીદો બને એવું થવા દેતા નહીં. જરૂર પડ્યે કોઈની મદદ માગવામાં કંઈ ખોટું નથી. સારી સલાહનું અનુકરણ કરજો.
ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે
શક્ય હોય ત્યાં સુધી સમયપત્રકને શિસ્તબદ્ધ રીતે પાળવાની કોશિશ કરજો. પોતાના માર્ગ પરથી વિચલિત થતા નહીં. તમારા કરતાં વધુ અનુભવી વ્યક્તિની સલાહ કાને ધરજો.
જીવનસુધાર માટે સૂચન : તમારા માટે સારી હોય એવી આદતો પાળજો, પરંતુ વધુપડતી જડતા રાખતા નહીં. તમારા જીવનને સરળ બનાવતી ન હોય એવી બાબતોનો ત્યાગ કરવાની તૈયારી રાખજો.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
જો કોઈ નવું રોકાણ કરી રહ્યા હો તો બારીકીપૂર્વક ચકાસણી કરી લેજો, પછી ભલે રોકાણ કરાવનારી સંસ્થા જૂની અને જાણીતી હોય. જરૂર હોય ત્યારે બોલજો, પરંતુ કડવાં વેણ કાઢતા નહીં.
જીવનસુધાર માટે સૂચન : બીજા લોકોના અનુભવો સાંભળીને એમાંથી કંઈક શીખજો અને પોતાનો વિકાસ કરજો. તમારી દૃષ્ટિને વધુ વિશાળ બનાવજો અને ભિન્ન-ભિન્ન મંતવ્યની યોગ્યતાને સમજવાની કોશિશ કરજો.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
કોઈને પણ ખપપૂરતી જ અંગત માહિતી આપજો. અંતરાત્માના અવાજને અનુસરજો અને માર્ગમાં આવનારી તકોનો સારામાં સારો ઉપયોગ કરી લેજો.
જીવનસુધાર માટે સૂચન : ગમે એટલી વ્યસ્તતા વચ્ચે પોતાના માટે સમય ફાળવજો. પોતાનું ધ્યાન રાખવાને સ્વાર્થીપણું કહેવાય નહીં. તમારામાં શક્તિ હશે તો જ તમે બીજાઓની મદદ કરી શકશો એ ધ્યાનમાં રાખજો.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
દરેક પરિવર્તનને સકારાત્મક દૃષ્ટિએ નિહાળજો. જો પ્રવાસે જવાના હો કે પછી બીજા કોઈ માટે બુકિંગ કરી રહ્યા હો તો હોટેલનું બુકિંગ તથા ટિકિટો બરોબર તપાસી લેજો.
જીવનસુધાર માટે સૂચન: લોકો સાથેના વ્યવહારોમાં સહાનુભૂતિ રાખજો. દરરોજ કોઈ પુણ્યનું કામ કરવાનો પ્રયાસ કરજો.
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
કોઈ પ્રશ્નનો હલ લાવવા માટેનો બિનપરંપરાગત રસ્તો તમે ધારો એ પ્રમાણે કદાચ કારગત નહીં નીવડે. આથી પોતાનાં લક્ષ્યોની સમીક્ષા કરજો. કુંવારાઓ માટે સાનુકૂળ સમય છે.
જીવનસુધાર માટે સૂચન : ઊંચાં લક્ષ્યો રાખજો અને દૃષ્ટિ વિશાળ બનાવજો. વધુ ફ્લેક્સિબલ અને જિજ્ઞાસુ બનવાનો પ્રયાસ કરજો. તમે કેવું જીવન જીવવા માગો છો એ નક્કી કરવા માટે તમારી કલ્પનાશક્તિને કામે લગાડજો.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
કોના પર વિશ્વાસ કરવા જેવો છે એ પહેલાં જાણી લેજો. હાલ તમારા વિચારો અને યોજનાઓ કોઈને કહેવા જેવાં નથી. પીઠને લગતી તકલીફ રહેતી હોય તેમણે થોડી વધુ કાળજી લેવી.
જીવનસુધાર માટે સૂચન: જરૂર હોય ત્યાં આવશ્યક પગલાં ભરવાથી ડરતા નહીં. પરિસ્થિતિઓનો યોગ્ય સામનો કરજો. તમને જેમાં ખૂબ જ રસ પડતો હોય એ શોખ પૂરો કરવા માટે સમય ફાળવજો.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
પરિવારમાં થતા ટોળટપ્પા સાંભળજો, પરંતુ એમાં વધુ ઊંડા ઊતરતા નહીં. જો તમારી પાસે રોજ કરતાં વધુ કામ હોય તો વધુ શિસ્તબદ્ધ રહેજો અને સમયનો સદુપયોગ કરજો.
જીવનસુધાર માટે સૂચન : સતત કંઈક શીખતા રહેવાનો અભિગમ રાખજો અને નવા આઇડિયા અને પ્રક્રિયાઓને શીખવા સક્રિય રહેજો. તમને દરેક વસ્તુની પહેલેથી જ ખબર હોય કે પછી પહેલેથી જ નાની-નાની બાબતોનું આયોજન કરીને રાખવું પડે એ જરૂરી નથી.
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
તમારે કોઈ કરાર કે કૉન્ટ્રૅક્ટ કરવાનો હોય તો તમામ દસ્તાવેજોની ચકાસણી કરી લેજો. જેમની પાસે આંતરરાષ્ટ્રીય ક્લાયન્ટ્સ અને પ્રોજેક્ટ્સ છે તેમના માટે સારો સમય ચાલી રહ્યો છે.
જીવનસુધાર માટે સૂચન : તમે જે કોઈ કામ કરતા હો એમાં દિલ રેડી દેજો અને બધાની નજરમાં આવતા હો તો પણ ગભરાતા નહીં. પોતાની આવડતોનો સમજદારીપૂર્વક ઉપયોગ કરજો.
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
તમારા રોકાણના પોર્ટફોલિયોની અને નાણાકીય લક્ષ્યોની સમીક્ષા કરજો. જેમને લાંબો સમય ચાલનારી બીમારી હોય તેમણે યોગ્ય જીવનશૈલી અપનાવવી.
જીવનસુધાર માટે સૂચન: તમારી ભૌતિક અને આધ્યાત્મિક બધી જ સંપત્તિનો ઉપયોગ કરવા વિશે વિચારજો. જન્મજાત આવડતોનો ઉપયોગ કરજો, પરંતુ એમાં દેખાડો કે દગાબાજી કરતા નહીં.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
બૉસ કે સત્તાવાળાઓ સાથેની વાતચીતમાં સાચવજો, કારણ કે તમે જે કહેશો એના વિશે ગેરસમજ થવાનું જોખમ છે. તબિયતની નાની-નાની તકલીફો વકરે એ પહેલાં એમના પર ધ્યાન આપજો.
જીવનસુધાર માટે સૂચન : તમે પોતાની જાત સાથે જે વાતો કરો છો એને કારણે ક્યાંય નકારાત્મકતા આવી જાય નહીં એ વાતની તકેદારી લેજો. ભૂતકાળમાં જે થઈ ગયું એ થઈ ગયું છે. તમારે એમાંથી બોધપાઠ લેવાનો છે.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
તમારી સામે કોઈ પડકાર હોય તો જરાક અલગ અભિગમ અપનાવવો જરૂરી છે. એમાંથી માર્ગ કાઢવા માટે તમારે સામેવાળી વ્યક્તિની નજરે જોવાનો પ્રયાસ કરજો. ગુસ્સા પર કાબૂ રાખજો.
જીવનસુધાર માટે સૂચન : પોતાની કાળજી જરૂર લેજો, પરંતુ પરિવારજનોની અને નિકટના બીજા લોકોની જરૂરિયાતો તરફ દુર્લક્ષ થઈ જાય નહીં એની તકેદારી લેજો. યાદ રહે કે તમે સમાજમાં રહો છો, એકલા નહીં.