અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

19 May, 2024 06:32 AM IST  |  Mumbai | Aparna Bose

ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય...
કેટલીક વ્યક્તિઓ દેખાય એના કરતાં અલગ હોય છે. આથી તમારે વગર વિચાર્યે કોઈનો સહારો લેવો નહીં. ખાસ કરીને પારિવારિક પ્રૉપર્ટી અને વારસાહકની બાબતે થનારી હિલચાલો બાબતે સાવધાન રહેવું. જેમને શ્વસનતંત્રને લગતી બીમારીઓ રહેતી હોય તેમણે પોતાની વધુ કાળજી લેવી.

જેમિની જાતકો વિશે જાણવા જેવું બધું
જેમિની જાતકોને વિવિધતા પસંદ હોય છે અને તેઓ પોતાના વિકલ્પો હંમેશાં ખુલ્લા રાખતા હોય છે. સામાન્યપણે તેઓ ઑલરાઉન્ડર હોય છે અને એનો લાભ મોટા ભાગની પરિસ્થિતિઓમાં પ્રાપ્ત કરી લેવામાં સફળ થઈ જતા હોય છે. તેઓ પરિસ્થિતિ પ્રમાણે ગોઠવાઈ જનારા અને મળતાવડા હોય છે. તેઓ વધુ નહીં તો એક વાર પણ કંઈક નવો પ્રયોગ કરી લેવા તૈયાર હોય છે. તેમની જિજ્ઞાસાવૃત્તિને લીધે તેઓ નવું-નવું શીખતા રહે છે. એને લીધે પોતાના અંગત વર્તુળમાંથી બહાર પણ નીકળી જતા હોય છે.

એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ

દીવાસ્વપ્નમાં રાચવાને બદલે પરિસ્થિતિ જેવી છે એવી સ્વીકારી લેવી. રોકાણ ટૂંકી નહીં પણ લાંબા ગાળાની દૃષ્ટિએ જ કરવું.
સંબંધો સાચવવા માટે સલાહ: સંબંધોમાં સ્થિરતા લાવવા પર લક્ષ આપવું. કોઈ પણ ગેરસમજને પગલે માનસિક તાણ થાય એવું કરવું નહીં. તમે જેમના પર વિશ્વાસ મૂકી શકો અને જેમને મદદ કરવા તૈયાર હો એવા લોકોને બિરદાવવા.

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે

અણધારી મુસીબત ઊભી થાય તો ઊંડાણમાં ઊતરીને આવશ્યક ફેરફારો કરવા. તમે કારકિર્દીને નવી ઊંચાઈએ લઈ જવા માટે શું કરી શકો છો એનો વિચાર કરવો.
સંબંધો સાચવવા માટે સલાહ : જેમના પર વિશ્વાસ મૂકી શકાય એવા લોકોને જ અંગત માહિતી આપવી. જે પાળવાની ઇચ્છા ન હોય એવાં વચનો આપતા નહીં, પછી ભલે એ કોઈ નાની બાબતમાં હોય.

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

જે વસ્તુ તમારા નિયંત્રણમાં હોય એના પર જ લક્ષ કે​ન્દ્રિત કરવું. કોઈ જટિલ પરિસ્થિતિ સાથે પનારો પાડવાનો હોય તો પછીનું પગલું ધ્યાનપૂર્વક ભરવું.
સંબંધો સાચવવા માટે સલાહ: કોઈના વ્યવહાર પ્રત્યે પ્રતિક્રિયા આપતાં પહેલાં વિચાર કરી લેવો, કોઈ પણ અટકળો કરવી નહીં. કુંવારાઓને જીવનસાથી મળવાનો યોગ છે, પરંતુ ખરેખર શું જોઈએ છે એ નક્કી કરી લેવું.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

તમે દસ વર્ષ પછી ક્યાં પહોંચવા માગો છો એને અનુરૂપ વિકલ્પો પસંદ કરવા. સ્વયં રોજગાર કરનારા વ્યવસાયીઓ માટે સાનુકૂળ સમય છે.
સંબંધો સાચવવા માટે સલાહ: આકરાં વેણથી લોકોને માઠું લાગી શકે છે. આથી મિત્રો અને સ્વજનો સાથે બોલતી વખતે સાચવવું. અપેક્ષાઓ વ્યવહારુ રાખવી અને બધાની કાળજી લેવી.

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

કોઈ પણ ઉતાવળ કરવાને બદલે પરિસ્થિતિને યોગ્ય રીતે સમજી લેવી. તમને માફક આવતો ન હોય એવો ખોરાક લેવો નહીં.
સંબંધો સાચવવા માટે સલાહ: વ્યવહારમાં પરિપક્વતા રાખવી અને મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓ જોડે મજબૂત નાતો બાંધવો. વિદેશમાં વસતા મિત્ર કે સંબંધી સાથેના સંદેશવ્યવહારમાં સાચવવું.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

નવા વિચારને અમલી બનાવતાં પહેલાં શે પૂરેપૂરી સમજ કેળવી લેવી. ઉપરીઓ અને સહકર્મીઓ જોડેના વ્યવહારમાં ઑફિસના શિષ્ટાચારનું પાલન કરવું.
સંબંધો સાચવવા માટે સલાહ: મિત્રો અને પરિવારજનોને માઠું લાગે એવું બોલવું નહીં. કુંવારાઓએ કોઈ નવી વ્યક્તિ સાથે મુલાકાત થઈ હોવાની સ્થિતિમાં વધુપડતું ચૅટિંગ કરવું નહીં.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

તમે જૂની રીતે કામ લેશો તો પરિણામો પણ પહેલાં જેવાં જ મળશે. પરિસ્થિતિઓને નવી દૃષ્ટિએ મૂલવીને અભિગમમાં આવશ્યક લાગે એ ફેરફાર કરવા.
સંબંધો સાચવવા માટે સલાહ : તમે બીજાની કાળજી લો છો એવું દર્શાવવા માટેની નાનીઅમથી ચેષ્ટા પણ ઘણું સારું પરિણામ લાવી શકે છે. પરિવારના મોભીઓ અને વૃદ્ધ સભ્યો જોડેના વ્યવહારમાં સાચવવું.

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

જીવનમાં નિષ્ક્રિય રહેવાને બદલે સક્રિય અભિગમ અપનાવવો. તમને જરૂરી લાગતા હોય એવા ખર્ચ વિશે વિચાર કરી લેવો. શિસ્તબદ્ધ જીવનશૈલી અપનાવવી.
સંબંધો સાચવવા માટે સલાહ: બીજાઓ પાસેથી વધુપડતી અપેક્ષાઓ રાખશો તો નિરાશ જ થવું પડશે. તમે હાલમાં જેના વિશે વિચાર કરી રહ્યા હતા એ મિત્ર કે પરિવારજનને મળવા પહોંચી જવું.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

કોઈ લક્ષ્ય નિશ્ચિત કર્યું હોય તો એના માટે મજબૂત પાયો રચવો જરૂરી છે. જ્યારે જરૂર હોય ત્યારે આગેવાની કરવી અને જરૂર પડ્યે કોઈની પાસે માર્ગદર્શન લેવામાં સંકોચ રાખવો નહીં.
સંબંધો સાચવવા માટે સલાહ: લગ્ન કે સગાઈ બાદ સાથે રહેતા ન હો તો સંપર્ક ટકાવી રાખવા માટે જહેમત ઉઠાવવી પડશે. કુંવારાઓએ નવી શોધ માટે પોતાના નેટવર્કનો ઉપયોગ કરવો.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

પોતાની શક્તિઓને પિછાણવી અને બીજી કોઈ બાબતથી વિચલિત થવું નહીં. લાંબા સમયથી કોઈ બીમારી ચાલતી હોય તો એમાં વધુ કાળજી લેવી.
સંબંધો સાચવવા માટે સલાહ : કોઈ સમસ્યાનો હલ લાવવો હોય તો સામેવાળી વ્યક્તિઓના દૃષ્ટિકોણથી જોવું. સંબંધમાં બંધાઈ ચૂકી હોય એવી વ્યક્તિઓ લગ્નગ્રંથિથી જોડાવાનો નિર્ણય લઈ શકે છે.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

કાનૂની પરિસ્થિતિનો શક્ય હોય ત્યાં સુધી ઝડપથી અને અસરદાર રીતે હલ લાવવો. જટિલ કામને લગતી વાટાઘાટોમાં ગંભીરપણે કામ લેવું અને સામેવાળી બાજુને કમજોર ગણવી નહીં.
સંબંધો સાચવવા માટે સલાહ: વિશ્વાસુ ન હોય તેમની સાથે અંગત વાત કરવી નહીં. પારિવારિક જવાબદારીઓ સારી રીતે નિભાવવી અને કોઈ પણ અપેક્ષા રાખવી નહીં.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

નક્કી કરેલા લક્ષ્ય તરફ મક્કમપણે આગળ વધવું અને કોઈનાથી વિચલિત થવું નહીં. તમારા માર્ગમાં આવેલી તમામ તકોનો મહત્તમ ઉપયોગ કરી લેવો.
સંબંધો સાચવવા માટે સલાહ : જેનો સ્વીકાર થઈ શકે નહીં એવા સંબંધ વિશે ગંભીરતાથી વિચારવા જેવું છે કે નહીં એ નક્કી કરી લેવું. કુંવારાઓએ કામચલાઉ સંબંધ જોડવા નહીં.

columnists astrology life and style gujarati mid-day