18 August, 2024 07:10 AM IST | Mumbai | Aparna Bose
પ્રતીકાત્મક તસવીર
જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય
તમારી સામે કોઈ પડકાર આવે તો એનો સામનો કરવા માટે તમારે શિસ્તબદ્ધ અભિગમ અપનાવવો પડશે. તમારા પ્રોફેશનલ નેટવર્કનો વિસ્તાર કરવાનું શક્ય છે, પરંતુ એના માટે તમારે સંપર્કો કેળવવા અને સાચવવા માટે સઘન પ્રયાસ કરવા પડશે. કોઈ નાણાકીય નિર્ણય કે રોકાણ કરતાં પહેલાં આવશ્યક માહિતી ધીરજપૂર્વક ભેગી કરી લેવી.
લિયો જાતકોની અજાણી બાજુ
લિયો જાતકોની લાગણી જરાક અમથી વાતમાં દુભાઈ જતી હોય છે. તેઓ એવી રીતે જ વર્તતા હોય છે જાણે આખી દુનિયા તેમના માટે જ છે. તેઓ તોછડા બની જાય અને બીજા બધા કરતાં પોતે જ વધુ જાણે છે એવું બની શકે. એને લીધે તેઓ ક્યારેક બીજાઓ પર ઉપકાર કરતા હોય એવો અને ગેરવાજબી વ્યવહાર કરી નાખે છે. તેમના ધાર્યા પ્રમાણે થાય નહીં અથવા લોકો તેમની ઇચ્છા પ્રમાણે વર્તે નહીં ત્યારે તેઓ ગુસ્સે અને નાસીપાસ થઈ જાય એવી શક્યતા રહે છે.
એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
જો તમારે અનેક વિકલ્પોમાંથી પસંદગી કરવાની હોય તો આદતવશ નહીં પણ વ્યવહારુ નિર્ણયો લેજો. કુંવારાઓ માટે સાનુકૂળ સમય છે, પરંતુ તમને ખરેખર શું જોઈએ છે એના વિશે સ્પષ્ટતા હોવી જરૂરી છે.
આરોગ્યવિષયક સલાહ : પહેલેથી નક્કી કરીને કોઈ સર્જરી કરાવવાની હોય તો બધા જ વિકલ્પો ચકાસી લેવા. જેમને પીઠની કોઈ તકલીફ રહેતી હોય તેમણે થોડી વધુ કાળજી લેવી.
ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે
નિર્ણય લેતી વખતે બીજા કોઈના અભિપ્રાયનું આંધળું અનુકરણ કરવાને બદલે પૂરતી માહિતી ભેગી કરીને સ્વબળે નિર્ણય લેવો. નાણાકીય નિર્ણયો વ્યવહારુ અને સમજી-વિચારીને લેવાયેલા હોવા જોઈએ.
આરોગ્યવિષયક સલાહ : આદતોમાં નાના-નાના ફેરફારો કરવાથી સમય જતાં એનું ફળ ચોક્કસ મળશે. જેમને ગળાને લગતી તકલીફ રહેતી હોય તેમણે પોતાની થોડી વધુ દરકાર લેવી.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
બૉસ અને ઉપરીઓ જોડેના વ્યવહારમાં, ખાસ કરીને સામાજિક બાબતો સંકળાઈ હોય ત્યારે, અંતરાત્માના અવાજને અનુસરજો. પ્રૉપર્ટીને લગતી બાબતોમાં તત્કાળ અને મક્કમતાથી હલ લાવજો.
આરોગ્યવિષયક સલાહ: દિવસ દરમ્યાન પૂરતું પાણી પીવાનું રાખજો. જેમને લિવરને લગતી તકલીફ રહેતી હોય તેમણે થોડું વધુ સાચવવું.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
પરિવારજનો અને મિત્રો જોડેના સંવાદમાં સ્પષ્ટતા રાખજો. તમારા મનની વાતો તેઓ જાણે છે એવું માની લેતા નહીં. સ્વયં રોજગાર કરનારાઓ માટે સમય સારો ચાલી રહ્યો છે.
આરોગ્યવિષયક સલાહ : તમે લાંબા સમય સુધી જેનું પાલન કરી શકો એવી આરોગ્યપ્રદ આદતો પર લક્ષ આપજો. જેમણે સર્જરી કરાવી હોય તેમણે પૂરતો આરામ કર્યા બાદ જ પોતાના રોજિંદા વ્યવહાર પર પાછા ફરવું.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
અવિચારીપણે કોઈ પગલું ભરતા નહીં, કારણ કે એને લીધે તમારી સમસ્યા હલ થવાને બદલે વધુ ગૂંચવાઈ જશે. કાનૂની બાબતોમાં સક્રિય રહેવું. લાગણીમાં તણાઈને કોઈ નિર્ણય લેતા નહીં.
આરોગ્યવિષયક સલાહ: તમારા આરોગ્યને હાનિ પહોંચાડતી હોય એવી નાની આદતોનો પણ ત્યાગ કરજો. જેમની પાચનશક્તિ નબળી હોય તેમણે ખાણી-પીણીની બાબતે સાચવવું.
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
મનને શાંત રાખીને પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે ઉત્તમ પ્રયાસ કરજો. પરિવારના કોઈ સભ્ય કે મિત્ર જોડે દલીલમાં ઊતરતા નહીં.
આરોગ્યવિષયક સલાહ: તબિયતને લગતી કોઈ બાબતે તમે હેરાન થઈ રહ્યા હો તો એને વધુ વકરવા દેતા નહીં. મોટી ઉંમરના જાતકોએ પોતાની થોડી વધુ કાળજી લેવી જરૂરી બની રહેશે.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
તમારી સામે આવેલી તકોનો મહત્તમ ઉપયોગ કરજો અને એનું પરિણામ તમારા માટે કંઈક નવા પ્રકારનું હોય તો પણ એની ચિંતા કરતા નહીં. મર્યાદિત બજેટ ધરાવતા જાતકોએ સાચવીને ખર્ચ કરવો.
આરોગ્યવિષયક સલાહ : તબિયતને લગતી તકલીફ શરૂઆતના તબક્કામાં હશે તો એનું નિદાન ચૂકી જવાની શક્યતા છે. આથી શારીરિક સંકેતોને ઓળખવાની કોશિશ કરજો. પૂરતી ઊંઘ લેવાનું રાખજો.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
પોતાનાં લક્ષ્યો સિદ્ધ કરવા માટે આવશ્યક બધી જ મહેનત કરી લેજો; માર્ગ પરથી વિચલિત થતા નહીં. જો કોઈ નિકટના મિત્ર કે સંબંધી સાથે મતભેદ થાય તો બોલવા-ચાલવામાં સાચવજો.
આરોગ્યવિષયક સલાહ : જીવનશૈલીને લગતા ફેરફારો કરતાં પહેલાં તમામ આવશ્યક માહિતી ભેગી કરી લેજો. વ્યાયામ કરતી વખતે પીઠ સાચવજો અને વધુપડતો બોજ લેતા નહીં, કારણ કે એમાં ઈજા થવાનું જોખમ છે.
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
તમે એકસાથે અનેક પ્રોજેક્ટ્સ પર કામ કરતા હો તો તમારે સમયનું વ્યવસ્થાપન કરવું. સ્થિરતાભર્યા અને સુરક્ષિત નાણાકીય નિર્ણયો લેજો. ઉતાવળે ટૂંકા રસ્તે કમાણી કરવાનો પ્રયાસ કરતા નહીં.
આરોગ્યવિષયક સલાહ : જીવનશૈલીમાં કે આદતમાં કોઈ ફેરફાર કર્યો હોય તો એને વળગી રહેજો, પછી ભલે એ અઘરું પડતું હોય. હૉર્મોનને લગતી તકલીફો હોય તેમણે યોગ્ય સારવાર કરાવવી.
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
દોસ્તી સહિતના સંબંધોને તમે કેટલું મહત્ત્વ આપો છો એ સ્પષ્ટપણે જોઈ શકાશે. વ્યવહારુ નાણાકીય નિર્ણયો લેજો અને લાંબા ગાળાનાં લક્ષ્યો પર જ ધ્યાન આપજો.
આરોગ્યવિષયક સલાહ : પોતાનાં લક્ષ્યો વિશે સ્પષ્ટતા કેળવ્યા બાદ એને અનુરૂપ આયોજન કરજો. કોઈ નિશ્ચિત ડાયટ કે ફિટનેસ-પ્લાનનું આંધળું અનુકરણ કરતા નહીં. કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાનું થાય તો તમામ આવશ્યક માહિતી ભેગી કરી લેજો.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
સત્તાધીશો અને બૉસ સાથેના વ્યવહારમાં સાચવજો અને બોલવા-ચાલવામાં કાળજી લેજો. મિત્રો અને મહત્ત્વના માણસો માટે સમય ફાળવજો.
આરોગ્યવિષયક સલાહ: મોટી ઉંમરના જાતકોએ હાલ મેડિકલ ચેક-અપ કરાવ્યું ન હોય તો કરાવી લેવું. માઇગ્રેનની તકલીફ હોય તેમણે એ દુખાવો થવા માટે કારણભૂત પરિબળોથી દૂર રહેવું.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
અનેક વિકલ્પોમાંથી પસંદગી કરવાની હોય તો ઉતાવળે નિર્ણયો લેતા નહીં. સંવાદમાં સ્પષ્ટતા રાખજો અને મનમાં હોય એ કહી દેજો.
આરોગ્યવિષયક સલાહ : તબિયતના કારણસર જેમણે ચુસ્તપણે ડાયટ-પ્લાનને અનુસરવાનું હોય તેમણે મક્કમતા રાખીને એને વળગી રહેવું. સંતાનપ્રાપ્તિ માટે પ્રયત્ન કરવા સાનુકૂળ સમય છે.