અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

14 July, 2024 07:02 AM IST  |  Mumbai | Aparna Bose

ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક તસવીર

જો આ સપ્તાહે તમારો જન્મદિવસ હોય...

પોતાની ઇચ્છા મુજબનું જીવન જીવવા માટે સામે આવેલી તકોનો મહત્તમ ઉપયોગ કરજો. જોકે બીજાઓ તમારી પાસેથી શું અપેક્ષા રાખે છે એનો વિચાર કરવાને બદલે પોતાને ખરેખર શું જોઈએ છે એની સ્પષ્ટતા રાખજો. તમારું અંગત અને વ્યવસાયી સામાજિક વર્તુળ વિસ્તારવા માટે સારો સમય છે. કુંવારા જાતકોએ કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર નવા લોકોને મળતા રહેવું અને એ પ્રક્રિયાનો આનંદ માણવો.

કૅન્સર જાતકોની અજાણી બાજુ

કૅન્સર જાતકો ખૂબ જ લાગણીશીલ હોય છે અને એને કારણે તેઓ ઇચ્છે છે કે તેમના પર લોકો વધુ ધ્યાન આપે. તેમનો મિજાજ વારે ઘડીએ બદલાઈ જતો હોય છે. આવી સ્થિતિમાં તેમના પ્રિયજનોએ તેમની સાથે કેવી રીતે વર્તવું એની સમજ પડતી નથી. તેમને નાની વાતમાં માઠું લાગી જતું હોય છે અને એક વખત લાગણી ઘવાઈ જાય પછી એને ભૂલવાનું તેમના માટે સહેલું નથી. આ જ કારણ છે કે કૅન્સર જાતકો લાંબા સમય સુધી મનમાં ખટકો રાખતા હોય છે. 

એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ

ઉતાવળે નિર્ણયો લેવાનું ટાળવું અને પોતાની ક્ષમતાઓનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો. કામકાજમાં વધારે ડેટાનો ઉપયોગ કરવાનો થાય તો પહેલાં માહિતીની ચકાસણી કરી લેજો.
સંબંધો સાચવવા માટે સલાહ: કોઈ મહત્ત્વપૂર્ણ મુદ્દે ચર્ચા કરવી હોય તો યોગ્ય સમયની પસંદગી કરજો. જેમના પ્રિયકર દૂર રહેતા હોય તેમણે સંબંધની ઉષ્મા જાળવી રાખવા માટે થોડો વધુ પ્રયાસ કરવો.   

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે

સામે આવેલી તક વેડફી દેતા નહીં અને ભૂતકાળની અસર એના પર થવા દેતા નહીં. પારિવારિક રોકાણો સહિતની નાણાકીય બાબતો સાવચેતીપૂર્વક સંભાળી લેજો.
સંબંધો સાચવવા માટે સલાહ : સંવાદમાં સ્પષ્ટતા રાખજો. સંબંધોમાં શક્ય હોય ત્યાં સુધી જટિલતા ટાળજો, કારણ કે તમે કોઈ વસ્તુ છૂપી રાખવા માગશો તો પણ એ લાંબો સમય છૂપી રહેશે નહીં.

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેતી વખતે લાંબા ગાળાનાં પરિણામોનો વિચાર કરી લેજો. બજેટ મર્યાદિત હોય અથવા મોટા રોકાણ માટે બચત કરવાની જરૂર હોય તો વધુપડતો ખર્ચ કરતા નહીં. 
સંબંધો સાચવવા માટે સલાહ : કોઈ પણ વ્યક્તિ પર સહેલાઈથી ભરોસો કરી લેતા નહીં. તમને અંગત જીવનમાં કોઈ તકલીફ પડતી હોય તો બીજાઓ સાથે એની ચર્ચા કરતા નહીં. મહત્ત્વપૂર્ણ સંબંધો પર થોડું વધુ ધ્યાન આપવાની જરૂર છે.  

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

ઑનલાઇન પોસ્ટ અને ચૅટમાં સંભાળીને લખાણ મૂકજો. જીવનશૈલીમાં ફેરફાર કરવા માટે તથા આરોગ્ય અને સ્ફૂર્તિ વધારવા માટે પ્રયાસ કરવા સારો સમય છે.
સંબંધો સાચવવા માટે સલાહ: જેમની સાથે રહેવામાં મન પર કોઈ બોજ આવતો ન હોય અને જેઓ બિનજરૂરી નાટકવેડા કરતા ન હોય એવા લોકો સાથે જ રહેજો. સંવાદમાં સ્પષ્ટતા રાખજો અને સામેવાળાનું માન સાચવજો.

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

કંપનીના શિષ્ટાચારનું પાલન કરજો અને જરૂર પડ્યે ઉપરી કે માર્ગદર્શકની સલાહ માગવામાં સંકોચ કરતા નહીં. પૂરતું પાણી પીવાનું અને ઊંઘ લેવાનું રાખજો.
સંબંધો સાચવવા માટે સલાહ: કોઈ નાની બાબતમાં મોટી સમસ્યા ઊભી થઈ જાય નહીં એનું ધ્યાન રાખજો. તમે સામેવાળી વ્યક્તિની દરકાર કરો છો એવું દર્શાવવું. જોકે તમારે વધુપડતા લાગણીવેડા બતાવવાની જરૂર નથી.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

ખર્ચ પર ધ્યાન આપજો અને પોતાના બજેટને માફક આવે એટલો જ ખર્ચ કરજો. ખાસ કરીને તમારા પર કોઈ કરજ હોય કે પછી લાંબા ગાળાના લક્ષ્ય માટે ભંડોળ ભેગું કરવાનું હોય એવી સ્થિતિમાં આમ કરવું જરૂરી છે. ખાણી-પીણીમાં સાવચેતી રાખજો. સંબંધો સાચવવા માટે સલાહ: જૂના સંબંધમાં કે દોસ્તીમાં કોઈ સમસ્યા આવી હોય એવી સ્થિતિમાં તમારે સ્પષ્ટ વિચારો સાથે નિર્ણયો લેવા. સંવાદમાં સ્પષ્ટતા રાખજો.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

સ્પર્ધાત્મક પરિસ્થિતિમાં કળપૂર્વક કામ લેજો અને કોઈનાથી ચિડાઈ જતા નહીં. સામે આવેલી નાનામાં નાની તકનો મહત્તમ ઉપયોગ કરજો.સંબંધો સાચવવા માટે સલાહ : સંબંધમાં સ્થિરતા ટકાવી રાખવા માટે ખાસ પ્રયાસ કરજો. મિત્રો જોડે અંગત પ્રશ્નોની ચર્ચા કરવાનું ટાળજો, કારણ કે તેઓ પછીથી કૂથલી કરવા લાગે એવી શક્યતા છે.  

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

બોલતાં પહેલાં વિચાર કરી લેજો. લાગણીઓમાં તણાઈ જતા નહીં. પોતાના શોખ કે કૌશલ્યની વૃદ્ધિ કરવા માટે સારો સમય છે. 
સંબંધો સાચવવા માટે સલાહ : તમારે મન ખોલીને મહત્ત્વપૂર્ણ ચર્ચા કરવી જરૂરી બની ગઈ છે. આથી તમે એ માટેની તક ઝડપી લેજો. નવી વ્યક્તિ સાથે મુલાકાત થઈ હોય એવા કુંવારાઓએ સંબંધમાં ઉતાવળ કરતા નહીં.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

મધ્યમ અને લાંબા ગાળાનાં લક્ષ્યોને ધ્યાનમાં લઈને જ રોકાણો કરજો. જેમને લાંબા સમય સુધી ચાલનારી બીમારી હોય તેમણે પોતાનું વધુ ધ્યાન રાખવું.
સંબંધો સાચવવા માટે સલાહ: જો નાની બાબતમાં યોગ્ય અભિગમ નહીં અપનાવો તો રજનું ગજ થતાં વાર નહીં લાગે. કુંવારાઓ માટે સાનુકૂળ સમય છે, પરંતુ તેમણે નવી વ્યક્તિઓને મળવા માટે સક્રિય રહેવું પડશે.  

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

તમારા હાથની વાત હોય એના પર જ લક્ષ આપજો. જે તમારા નિયંત્રણમાં ન હોય એને બાજુએ રાખજો અને નાનામાં નાની તકનો મહત્તમ ઉપયોગ કરી લેજો. સર્જનાત્મક પ્રોજેક્ટ્સ પાર પાડવા માટે સાનકૂળ સમય છે.
સંબંધો સાચવવા માટે સલાહ: મહત્ત્વપૂર્ણ સંબંધની માવજત કરજો. નવી વ્યક્તિ સાથે મુલાકાત થઈ હોય એવા કુંવારા જાતકોએ જરૂર હોય એટલી જ માહિતી આપવી.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

નાણાકીય નિર્ણયો લેતી વખતે અંતરાત્માના અવાજને સાંભળજો. સ્વયં રોજગાર કરનારાઓ અને વ્યવસાયીઓ માટે સાનુકૂળ સમય છે. 
સંબંધો સાચવવા માટે સલાહ : અગત્યના સંબંધો પર બીજા લોકોના કહેવાની અસર થવા દેતા નહીં. મિત્રો અને પરિવારજનો માટે સમય ફાળવજો.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

તમારે કોઈ એક પરિસ્થિતિમાં નવો અભિગમ અને દૂરદૃષ્ટિ અપનાવવાં પડશે. કાનૂની બાબતોમાં સાવચેતી અને સ્ફૂર્તિ રાખજો.
સંબંધો સાચવવા માટે સલાહ : સંવાદમાં સ્પષ્ટતા ઘણી જરૂરી છે. તમે જે કહેવા માગતા હો એ જ વાત સામેવાળી વ્ય​ક્તિ સમજે એની તકેદારી લેજો. ઘર-પરિવારમાં સંવેદનશીલ પરિસ્થિતિમાં અનુકંપા રાખીને કામ લેજો.

astrology life and style