અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

26 March, 2023 07:19 AM IST  |  Mumbai | Aparna Bose

કેવું રહેશે ૧૨ રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું

પ્રતીકાત્મક તસવીર

એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ

ઉપરી સાથેની વાતચીતમાં કોઈ ખોટો શબ્દ બોલાશે અથવા અનુચિત ભાવ સાથે વાત કરશો તો સંબંધમાં ખટાશ આવી જશે. જોખમી રોકાણોથી દૂર રહેવું.
સંબંધો સાચવવા માટે સલાહ: ગ્રુપમાં ચૅટિંગ કરતી વખતે સાચવવું. શક્ય હોય ત્યાં સુધી કૂથલીઓથી દૂર રહેવું. ફક્ત પરિચય હોય એવા લોકોને બદલે મહત્ત્વના લોકો સાથેના સંબંધોને પ્રાથમિકતા આપવી.

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે

કોઈ પણ કાનૂની મામલાને કુનેહપૂર્વક અને કુશળતાપૂર્વક સંભાળી લેવો. કંટાળાને કે ઉપેક્ષાની લાગણીને પોતાના પર હાવી થવા દેવી નહીં. 
સંબંધો સાચવવા માટે સલાહ: કોઈ મિત્ર કે સંબંધી સાથે મતભેદ સર્જાય તો તટસ્થપણે વિચાર કરવાનો પ્રયાસ કરવો. જીવનસાથી કે પ્રેમી દૂર રહેતા હોય તો થોડી વિકટ સ્થિતિ સર્જાઈ શકે છે.

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

બૉસ સાથેના સંવાદમાં તત્પરતા દાખવવી. કોઈ વાતે અવરોધ જેવું લાગતું હોય તો સમજી લેવું કે એ તમે જાતે ઊભી કરેલી સ્થિતિ છે. ભૂતકાળના અનુભવને કારણે મર્યાદા બાંધી લેવી નહીં.
સંબંધો સાચવવા માટે સલાહ: કોઈ સાથે મતમતાંતર સર્જાય તો તરત જ હલ લાવવો. એની અવગણના કરવી નહીં. સંબંધોની ઉષ્મા ટકાવી રાખવા માટે થાય એટલા પ્રયત્ન કરી લેવા.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

પ્રૉપર્ટીને લગતી બાબત તમારા હસ્તક હોય તો અંતરાત્માનો અવાજ સાંભળવો. આધ્યાત્મિક પંથે નીકળેલા જાતકો વધુ ઉન્નતિ સાધવાનો પ્રયાસ કરશે તો એમાં સફળતા મળવી નિશ્ચિત છે.
સંબંધો સાચવવા માટે સલાહ: મનની વાતો વ્યક્ત કરો, પરંતુ યોગ્ય રીતે. બન્ને પક્ષે સ્વીકાર્ય હોય એવા ઉકેલ શોધવા. નાની ઉંમરની કોઈ વ્યક્તિને તમારા માર્ગદર્શનની જરૂર પડી શકે છે.

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

દરેક પરિસ્થિતિમાં પરંપરાગત અને જરાક રૂઢિચુસ્ત દૃષ્ટિએ વિચાર કરવો. જો તમે કોઈ આકરો મત વ્યક્ત કરવાના હો તો ઑનલાઇન પોસ્ટમાં સાચવવું.
સંબંધો સાચવવા માટે સલાહ: સંઘર્ષ કે મતભેદ સર્જાય તો શાંતિ જાળવવી અને ઉકેલની તૈયારી દર્શાવવી. ઑનલાઇન જીવનસાથી શોધ કરી રહેલા કુંવારાઓએ કોઈનેને મળવા જતાં પહેલાં પૂરતું સંશોધન કરી લેવું.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

ઉતાવળે નિર્ણય લેતાં પહેલાં ઝીણવટપૂર્વક વિચાર કરી લેવો. પસંદગી કરતાં પહેલાં તમામ વિકલ્પો ચકાસી લેવા. તબિયત સાચવવા પર વધુ લક્ષ આપવું.
સંબંધો સાચવવા માટે સલાહ: ઉદ્ધત કે આકરા થયા વગર પોતાની વાત માંડવી. જેમને કંઈ પડી ન હોય એવા મિત્રો સાથે અંગત પ્રશ્નોની ચર્ચા કરવાનું ટાળવું.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

બજેટની મર્યાદા નડતી હોય તેમણે ખર્ચ બાબતે ખૂબ જ સાવચેતી રાખવી. ક્યાંય કોઈ કામ અટકી પડ્યું હોય અથવા ધીમું ચાલતું હોય તો પણ ધીરજ રાખજો.
સંબંધો સાચવવા માટે સલાહ : કોઈની પણ પાસેથી અતિરેકભરી સલાહ મળે તો સાવધાની રાખવી. ઘણા સમયથી મુલાકાત થઈ ન હોય તો મિત્રોને મળવા માટે સમય ફાળવજો.

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

મીટિંગ, ઇન્ટરવ્યુ કે પ્રેઝન્ટેશન માટે પૂરેપૂરી તૈયારીઓ કરી લેવી. રોકાણો સહિતની આર્થિક બાબતો માટે સાનુકૂળ સમય છે, એમાં તમારે ઝડપી નિર્ણયો લેવા પડશે. 
સંબંધો સાચવવા માટે સલાહ : સંબંધોને મહત્ત્વ આપો અને પોતાનાથી બનતા શ્રેષ્ઠ પ્રયાસ કરવા. અંગત જીવનમાં પડકારભરી સ્થિતિનો સામનો કરી રહેલા લોકોએ પરિસ્થિતિને શાંતિપૂર્વક સાચવી લેવી.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

પ્રતિસ્પર્ધીઓ અને માથાભારે સહકર્મીઓ જોડે કળપૂર્વક કામ લેવું. પડકારભરી અને પોતાના કાબૂમાં ન હોય એવી પરિસ્થિતિમાં ઉત્તમ પ્રયાસ કરી લેવા.
સંબંધો સાચવવા માટે સલાહ : કોઈ પરિસ્થિતિમાં કેવી રીતે કામ લેવું એના વિશે મૂંઝવણ હોય તો કંઈ બોલવું નહીં. કેટલાક જાતકો અમુક વ્યક્તિઓથી દૂર રહેવાનું વિચારતા હોય તો એ ઉચિત છે.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

કોઈ સ્થિતિમાં અનિશ્ચિતતા વર્તાતી હોય તો અંતરાત્માનો અવાજ સાંભળજો. હાઈ બ્લડ-પ્રેશર કે હૃદયને લગતી બીમારી ધરાવતા લોકોએ વધુ કાળજી લેવાની જરૂર છે.
સંબંધો સાચવવા માટે સલાહ : ક્યાંય પણ વચન આપતાં પહેલાં પૂરતો વિચાર કરી લેવો. વિકટ પરિસ્થિતિને શાંતિપૂર્વક અને કળપૂર્વક સાચવી લેવી. ગુસ્સો કરવો નહીં.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

હાથ બંધાયેલો રહેતો હોય તો ઑનલાઇન શૉપિંગ સંપૂર્ણપણે ટાળવું. પ્રેઝન્ટેશન અને દસ્તાવેજો બીજાને મોકલતાં પહેલાં બે વાર ચકાસણી કરી લેવી.
સંબંધો સાચવવા માટે સલાહ: નિકટની વ્યક્તિ સાથે સમસ્યા હોય તો તમારા પક્ષે લાભદાયક સ્થિતિનો ઉપયોગ કરી લેવો. નવી વ્યક્તિ સાથે સંપર્ક થયો હોય એવા કુંવારાઓએ તેમની માહિતી શૅર કરવામાં સાચવવું.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવો હોય તો સાવધાનીપૂર્વક વિકલ્પો પસંદ કરવા. કાનૂની બાબતે એકચિત્ત બનીને વિચાર કરવો અને પેપરવર્ક ચોકસાઈભર્યું રાખવું.
સંબંધો સાચવવા માટે સલાહ: સંબંધમાં જટિલતા આવી ગઈ હોય તો વાસ્તવમાં શું અપેક્ષા છે એની ખાતરી કરી લેવી. સ્વજનો પાસેથી કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર ફક્ત ઉત્તમ આપવાનો વિચાર કરવો.

જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય: પરિવર્તન લાવવા ઇચ્છતા લોકો માટે વર્ષ સારું જશે. કોઈ પણ નિર્ણય લેતી વખતે વ્યાવહારુતા અને લાગણીશીલતા બન્નેનો વિચાર કરવો. દરેક પડકારને પહોંચી વળવાની સજ્જતા રાખવી. એમાં આળસ કરશો તો પરિસ્થિતિ વણસી જશે. કુંવારાઓએ નવી મુલાકાતની તકનો ઉપયોગ કરી લેવો. એકના એક લોકો સાથે વારંવાર ભેટો થતો હોય તો સમજવું કે સામાજિક વર્તુળ વિસ્તારવાનો સમય આવી ગયો છે. 

એરીઝ જાતકો મિત્રો તરીકે કેવાં હોય છે: એરીઝ જાતકો મિત્ર તરીકે આશાવાદી અને સ્પષ્ટવક્તા હોય છે. તેઓ તમારી સામે પ્રામાણિકપણે પોતાનો મત વ્યક્ત કરશે. તેઓ સહેલાઈથી મિત્ર બની જતા હોય છે અને વાતચીતની પહેલ પોતે જ કરતા હોય છે. તેમનો ઉત્સાહ બીજાઓને પણ આનંદિત કરી દેતો હોય છે. જોકે અંતર્મુખી વ્યક્તિઓને તેમને કારણે થાક વર્તાઈ શકે છે. પોતાના પર કે પરિસ્થિતિ પર કાબૂ જમાવવા માગતા મિત્ર સાથે તેમને જરાય ફાવતું નથી.

life and style astrology