અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

25 February, 2024 07:03 AM IST  |  Mumbai | Aparna Bose

અઠવાડિક રાશિ ભવિષ્ય અનુસાર જાણો તમારી રાશિમાં શું ખાસ છે?

પ્રતીકાત્મક તસવીર

જો આ સપ્તાહે તમારો જન્મદિવસ હોય...
તમારે થોડી વધુ મહેનત કરવાની અને રાબેતા મુજબનાં કાર્યો પણ ખંતપૂર્વક કરવાની તૈયારી રાખવી. જટિલ પરિસ્થિતિમાં ગૂંચવાઈ જવું નહીં. સંદેશવ્યવહારમાં સ્પષ્ટતા રાખવી. કોઈ પણ ઑનલાઇન પોસ્ટ મૂકતી વખતે બે વખત વિચાર કરી લેવો. નિરર્થક અને અંત વગરની ચર્ચામાં ઊતરવું નહીં. તમે કાળજી રાખશો તો જ તબિયત સારી રહેશે.

એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ

ઘરનું રિનોવેશન કરાવવા ઇચ્છુકોએ બજેટ નક્કી કરવું અને એને વળગી રહેવું. હાઈ બ્લડ-પ્રેશર કે હૃદયને લગતી બીજી કોઈ તકલીફ હોય તો થોડી વધુ કાળજી લેવી.
સંબંધો સાચવવા માટે સલાહ: સંબંધોમાં તંગદિલી આવી ગઈ હોય તેમણે સમજી-વિચારીને નિર્ણયો લેવા. તમે જેનું પાલન કરવા ઇચ્છતા ન હો એવી કોઈ વસ્તુ બાબતે સંમતિ દર્શાવવી નહીં.

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે

મારા જીવનનાં સારાં પાસાં પર અને જેમાં સુધારણા જરૂરી છે એવાં પાસાં પર વધુ ધ્યાન આપો. ઈ-મેઇલ કે બીજા સંદેશા મોકલતાં પહેલાં બે વાર ચકાસી લેવા.
સંબંધો સાચવવા માટે સલાહ: તમે પોતાના હૂંફાળા કોચલામાં ભરાઈને રહેશો તો જરાય આગળ વધી નહીં શકાય. તમે જેનો ભરોસો કરી શકતા હો એવા મિત્ર સાથેની દોસ્તી નિભાવવા પર લક્ષ આપવું.

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

કોઈ કામમાં વિલંબ થતો હોય કે કોઈ પરિવર્તન આવી રહ્યું હોય તો એને તમારી ક્ષમતા વધારવાની તક સમાન ગણજો. તમને સદતો ન હોય એવો ખોરાક લેવો નહીં.
સંબંધો સાચવવા માટે સલાહ: ખરેખર કઈ વ્યક્તિ તમારું હિત ઇચ્છે છે એનો વિચાર કરવો, કારણ કે કોઈ તમારી પાસે એવું બોલાવડાવી દેશે જેના માટે તમને પછીથી અફસોસ થાય. સંવાદમાં સ્પષ્ટતા અને આદર રાખવો.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

તમે કોઈ તક ચૂકી જાઓ કે પછી એમાં ક્યાંય રુકાવટ આવી જાય તો એને તમારા સુધારા માટેની ઈશ્વરની ઇચ્છા ગણજો. ઉત્સાહ હોય તો પણ વ્યવહારુ અભિગમ જરૂરી છે. દૃષ્ટિકોણમાં ફેર કરો.
સંબંધો સાચવવા માટે સલાહ: પરિવારજન કે મિત્ર સાથે વાત કરવી હોય તો યોગ્ય સમય પારખજો. કંઈક આપવા ઇચ્છતા હો તો સામેથી મળતી વસ્તુ સ્વીકારવાની પણ તૈયારી રાખવી. 

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

મક્કમતાપૂર્વક નિર્ણય લેવો, પરંતુ એ નિર્ણય પ્રવર્તમાન પરિસ્થિતિને અનુરૂપ જ હોવો જોઈએ. નાણાકીય અને અન્ય સ્રોતોનો સમજદારીપૂર્વક અને વિચારોની સ્પષ્ટતા રાખીને ઉપયોગ કરવો.
સંબંધો સાચવવા માટે સલાહ: દોસ્તીમાં કે કોઈ સંબંધમાં ખટાશ ઈ હોય તો એ સંબંધને બચાવવા માટેના પ્રયાસ તમારે જ કરવા પડશે. કુંવારાઓએ જીવનસાથીની પસંદગી બાબતે સ્પષ્ટતા રાખવી.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

તમારા સંજોગો સંપૂર્ણપણે અનુકૂળ ન હોય તો પણ પોતાનાથી બનતું સારામાં સારું કામ કરવું. પૈસાની સાથે રમત કરવી નહીં. સમજવામાં અઘરાં હોય એવાં રોકાણોથી દૂર રહેવું.
સંબંધો સાચવવા માટે સલાહ: સંબંધને લગતા નિર્ણયો લેતી વખતે સાવધાની રાખવી. જીવનભરના સંબંધને આ વાત લાગુ પડે છે. સંબંધોની માવજત કરવાની જવાબદારી તમારી છે. 

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

પ્રથમ નજરે ગૂંચવણભરી લાગતી હોય એવી પરિસ્થિતિમાં ઝીણી-ઝીણી અને સહજ બાબતો પર લક્ષ કે​ન્દ્રિત કરવું. બજેટને વળગી રહેવું અને નાણાંનો ઉપયોગ સાચવીને કરવો.
સંબંધો સાચવવા માટે સલાહ: પારિવારિક પરિસ્થિતિમાં તમારે ધીરજથી કામ લેવું. વખત આવ્યે તમારે પરિપક્વતા દર્શાવવી પડશે. સંબંધને સાચવી રાખવા માટે થોડી વધુ જહેમત ઉઠાવવી પડશે.

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
જરૂર હોય ત્યારે આવશ્યક પગલું ભરવું પડશે, પરંતુ એમાં સમતુલા રાખજો. વધુ જોખમ ધરાવતાં સાધનોમાં રોકાણ કરતી વખતે બજારની અને અર્થતંત્રની સ્થિતિને બરોબર સમજી લેજો.
સંબંધો સાચવવા માટે સલાહ: સંબંધ હજી નવો હોય ત્યારે સાચવવું. કોઈ પણ કમિટમેન્ટ કરી લેવું નહીં. દોસ્તી સહિતના સંબંધોમાં સ્થિરતા લાવવા પર હાલ લક્ષ આપવું.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

ફોન, મેસેજ કે ઈ-મેઇલનો તત્કાળ જવાબ આપવો, પરંતુ એ વખતે તમારી પાસે આવશ્યક માહિતી હોય એ જરૂરી બની રહેશે. જેમની પાચનશક્તિ નબળી હોય તેમણે સાચવવું.
સંબંધો સાચવવા માટે સલાહ: જે સંબંધમાં મર્યાદા જરૂરી હોય એમાં તમે ખરેખર શું ઇચ્છો છો એની સ્પષ્ટતા જરૂરી છે. કુંવારાઓ અને વિદેશમાં જીવનસાથી શોધનારાઓ માટે સારો સમય છે.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

પરિસ્થિતિ દેખાય છે એવી જ હોય એ જરૂરી નથી. એથી એમાં ઊંડા ઊતરવું અને નિર્ણયો લેતાં પહેલાં ચકાસણી કરી લેવી. સંતુલિત જીવનશૈલી અપનાવવાનો પ્રયાસ કરજો.
સંબંધો સાચવવા માટે સલાહ: કોના પર વિશ્વાસ મૂકવો એ નક્કી કરવું જરૂરી છે. અમુક જાતકોએ જૂના મિત્ર સાથેનો સંબંધ તોડવો પડશે. સગાઈ થઈ ગઈ હોય તો લગ્ન કરી લેવાં.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

તમારી સામે કોઈ અણધારી પરિસ્થિતિ આવીને ઊભી રહી જાય તો વિચાર અને વર્તનમાં સ્પષ્ટતા જરૂરી છે. વ્યવસાયી અને સામાજિક નેટવર્કનો વિસ્તાર કરવા માટે સાનુકૂળ સમય છે.
સંબંધો સાચવવા માટે સલાહ : સંબંધો સાચવવા માટે કોઈ સહેલો શૉર્ટકટ હોતો નથી અને પરફેક્ટ જવાબ હોતા નથી. તમારે પોતાનું મહત્ત્વ ઓછું અંકાય નહીં એ વાતનું ધ્યાન રાખવું.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

બોલતાં પહેલાં વિચાર કરજો અને ક્યાં અટકવું એની સ્પષ્ટતા રાખજો. રોકાણો સહિતની આર્થિક બાબતો માટે સારો સમય છે, પરંતુ નિર્ણયો કાળજીપૂર્વક લેવા.
સંબંધો સાચવવા માટે સલાહ: તમે મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓ સાથેના સંબંધોની માવજત કરશો તો દોસ્તી હોય કે બીજા સંબંધો હોય, એ બધા ટકી રહેશે. નાની ઉંમરની વ્યક્તિને સલાહ અને માર્ગદર્શનની જરૂર હોઈ શકે છે.

astrology life and style