24 March, 2024 07:15 AM IST | Mumbai | Aparna Bose
પ્રતીકાત્મક તસવીર
એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
બીજા લોકો મનસ્વીપણે તમારાથી ઉપરવટ જવા ઇચ્છતા હોય એવી પરિસ્થિતિમાં તમારે પોતાનું વલણ મક્કમતાથી પકડી રાખવું. ભૂતકાળને ભૂલીને વર્તમાન પર ધ્યાન આપવું.
સંબંધો સાચવવા માટે સલાહ: ઑફિસના કે પરિવારના પૉલિટિક્સમાં સપડાઈ ગયા હો તો પહેલાં એ નક્કી કરી લેવું કે કોના પર વિશ્વાસ મૂકી શકાશે. તમારે જેની સાથે લેવાદેવા ન હોય એવી બાબતોથી દૂર જ રહેવું.
ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે
તમારી તબિયત નરમ-ગરમ રહેતી હશે તો ધીમે-ધીમે ગાડી પાટા પર આવશે. તમે જો જીવનશૈલીમાં કોઈ ફેરફાર કર્યા હોય તો એને વળગી રહેવું જરૂરી છે.
સંબંધો સાચવવા માટે સલાહ : તમારે દોસ્તીના કે બીજા કેટલાક સંબંધોને ટકાવી રાખવા માટે થોડી જહેમત ઉઠાવવી પડશે. કાનૂની પરસ્પર સમજૂતીથી છૂટા થવા ઇચ્છતા હોય તેમણે પોતાના કાનૂની અધિકારો પૂરેપૂરા સમજી લેવા.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
કામના સ્થળે સમયપત્રકનું પાલન કરજો અને શક્ય હોય તો બીજાઓ પર નિર્ભર રહેતા નહીં. કિડનીને લગતી તકલીફ હોય તેમણે થોડું વધુ ધ્યાન રાખવું.
સંબંધો સાચવવા માટે સલાહ: મીઠું-મીઠું બોલીને તમને સપડાવવા ઇચ્છતી વ્યક્તિથી સાવધાન રહેજો. પરિસ્થિતિ પ્રમાણે જરૂર પડે તો પોતાના અભિગમ કે અભિપ્રાયમાં ફેરફાર કરવાની તૈયારી રાખવી.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
તમારા જીવનમાં સંતુલન રાખવા માટે તમારે સમયના સદુપયોગ અર્થે રચનાત્મક ઉપાયો અને ઍડ્જસ્ટમેન્ટ કરવાની જરૂર પડી શકે છે. પોતાની પાસેનાં સંસાધનોનો કાળજીપૂર્વક ઉપયોગ કરજો.
સંબંધો સાચવવા માટે સલાહ: કોઈ મિત્ર તમારી સામે મન હલકું કરવા માગતો હોય તો તેની સાથે વાતચીત કરવા તૈયાર થઈ જજો, પછી ભલે તમારી પાસે તેની સમસ્યાનું કોઈ સમાધાન ન હોય.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
તમે કોઈ પરિસ્થિતિમાં ઉગ્ર કે આકરી પ્રતિક્રિયા કરો એ પહેલાં સંબંધિત પરિસ્થિતિ વિશે સ્પષ્ટપણે વિચાર કરી લેવો. તમારા માટે કામની ન હોય એવી આદતોનો ત્યાગ કરજો.
સંબંધો સાચવવા માટે સલાહ : નિકટના સંબંધીઓ અને દોસ્તારો સાથેના સંબંધોની થોડી વધુ માવજત કરવાની જરૂર છે. કોઈ નવી વ્યક્તિ સાથે જેમની મુલાકાત થઈ હોય એ કુંવારાઓએ ધીમે-ધીમે સંબંધ વધારવો.
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
ભૂતકાળની ઘરેડમાંથી બહાર આવીને કંઈક નવું કરવાની તૈયારી રાખજો. પરિસ્થિતિને બારીકીપૂર્વક જોવી તથા તમારી દૃષ્ટિએ જે શક્ય હોય એવી તમામ સંભાવનાઓનો વિચાર કરી લેવો.
સંબંધો સાચવવા માટે સલાહ: ઘરમાં વાતાવરણ શાંતિપૂર્ણ રહે એનું ધ્યાન રાખજો. મૈત્રી સહિતના સંબંધો માટે સારો સમય છે. એમાં તમે કરેલી નાની-નાની ચેષ્ટાઓ પણ ઘણી વધારે મહત્ત્વપૂર્ણ બની રહેશે.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
જે સાચું છે એ જ હંમેશાં કરવાનું હોય છે. લાંબા ગાળે એ જ યોગ્ય વિકલ્પ હોય છે. તમારે કોઈ પણ શૉર્ટ કટ અપનાવવાનો પ્રયાસ કરવો નહીં. નાણાકીય આયોજન લાંબા સમય સુધી ટકી શકે એવું હોવું જોઈએ.
સંબંધો સાચવવા માટે સલાહ: સોશ્યલ મીડિયામાં કે મેસેજમાં કાળજીપૂર્વક લખાણ લખવું. પરિવારની મોટી ઉંમરની વ્યક્તિની વધુ કાળજી લેવાની જરૂર છે.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
લાંબા ગાળાની અસર ધરાવનારો મહત્ત્વપૂર્ણ નિર્ણય ખૂબ જ સાવધાનીથી લેવો. નવાં રોકાણો કરતી વખતે સક્રિયતા અને સાવધાની બન્નેની જરૂર છે.
સંબંધો સાચવવા માટે સલાહ : કોના પર વિશ્વાસ મૂકવો એ સ્પષ્ટ ન હોય ત્યારે અંગત બાબતોની ચર્ચા કોઈની પણ સાથે કરવી નહીં. પરિવારની મોટી ઉંમરની વ્યક્તિ સાથેનાં તમારાં સમીકરણો સુધારવા પર ધ્યાન આપજો.
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
જટિલ પરિસ્થિતિને અલગ-અલગ દૃષ્ટિકોણથી નિહાળજો અને પ્રવર્તમાન સંજોગોમાં ઉત્તમ નિર્ણય લેજો. પોતાનાં લક્ષ્યો પ્રત્યે એકાગ્રતા રાખવી અને આળસ ઘર ઘાલી જાય નહીં એનું ધ્યાન રાખવું.
સંબંધો સાચવવા માટે સલાહ : તમારી પાસેથી કંઈક જોઈતું હોય એવા સમયે જ તમને યાદ કરનારા મિત્રોથી દૂર રહેવામાં જ સાર છે. મહત્ત્વપૂર્ણ સંબંધને જાતે જ ખીલવા દેવો.
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
મોટું વિચારો, પરંતુ ઉતાવળે નિર્ણય લેશો નહીં. લાંબો સમય ચાલનારી બીમારી હોય તેમણે જીવનશૈલીને વધુ શિસ્તબદ્ધ બનાવવી.
સંબંધો સાચવવા માટે સલાહ: આપ્તજનોને સાચવવા અને વધુપડતા સાચવીને રાખવા એ બન્નેમાં ફરક હોય છે. તમે જેમના પર વિશ્વાસ મૂકી શકો નહીં એવા લોકોથી દૂર જ રહેજો.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
ઑફિસમાં પહેલ લઈને કામ કરજો, પરંતુ એમ કરવામાં બૉસ કે સિનિયર વ્યક્તિ દુશ્મન બની જાય નહીં એ વાતનું ધ્યાન રાખજો. નવા વિચારને અમલમાં મૂકતાં પહેલાં એને બરોબર સમજી લેજો અને સંશોધન કરજો.
સંબંધો સાચવવા માટે સલાહ: કોઈ પણ સંદેશ વિશે ગેરસમજ થઈ જાય નહીં અને નકામો કોઈ પડકાર ઊભો થઈ જાય નહીં એ વાતનું ધ્યાન રાખજો. કુંવારાઓ માટે સાનુકૂળ સમય છે.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
તમારે સાવ છોડી જ દેવાની છે એવી આદતોમાં ફરીથી સપડાતા નહીં. કારકિર્દીમાં પરિવર્તન લાવવા ઇચ્છતા જાતકોએ સર્વગ્રાહી આયોજન કરીને આગળ વધવું.
સંબંધો સાચવવા માટે સલાહ: મૈત્રી જાતે વિકસવા દેજો, પરંતુ તમારે પણ એમાં યોગદાન આપવું જરૂરી છે. કોઈ મહત્ત્વપૂર્ણ સંબંધને ટકાવી રાખવા માગતા હો તો એની માવજત પર પણ થોડું વધુ લક્ષ આપજો.
જો આ સપ્તાહમાં તમારો જન્મદિવસ આવતો હોય...
પોતાનું આખરી લક્ષ્ય દેખાતું ન હોય એવી સ્થિતિમાં એક-એક ડગલું ભરતા જવું અને અબઘડી શું કરવાની જરૂર છે એના પર લક્ષ આપવું. તમારા જીવનમાં નીરસતા આવવા લાગે ત્યારે પ્રેરણા ટકાવી રાખવા માટે સભાનતાપૂર્વક કામ કરવું. તમારા કરતાં વધુ જ્ઞાન ધરાવતા લોકો પાસેથી સલાહ લેવામાં અચકાતા નહીં. યાદ રહે, બધાથી બધું જ થઈ શકતું નથી. તમે અંગત કે વ્યાવસાયી જીવનમાં કંઈક પ્રાપ્ત કરવા ઇચ્છતા હો તો પરિશ્રમ કરવાની તૈયારી રાખવી.
ઍરીઝ જાતકો મિત્ર તરીકે કેવા હોય છે?
ઍરીઝ જાતકોને થોડા મિત્રોનું ગ્રુપ હોય કે મોટું સામાજિક વર્તુળ હોય, બધે આકર્ષણનું કેન્દ્ર બની રહેવાનું ગમતું હોય છે. આસપાસ ઓછા લોકો હોય કે વધારે હોય, તેમનો ઉત્સાહ ટકી રહે એવું વાતાવરણ જ તેમને જોઈતું હોય છે. એના વગર તેઓ સહેલાઈથી એ જગ્યા છોડીને જતા રહે છે. આ જાતકો દોસ્તીને ઘણું જ મહત્ત્વ આપતા હોય છે. તેઓ મિત્રોને ખૂબ જ ચાહતા હોય છે, પછી ભલે તેઓ પોતે જ ક્યારેક એમની સાથે મૂડી બની જતા હોય.