અઠવાડિક રાશિ ભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

02 April, 2023 08:06 AM IST  |  Mumbai | Aparna Bose

લાંબા ગાળાની અસર થાય એવું કોઈ પણ પગલું ભરતાં પહેલાં તમારે પોતાની જરૂરિયાતો બાબતે પૂરેપૂરી સ્પષ્ટતા રાખવી જરૂરી છે.  

સાપ્તાહિક રાશિફળ

જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય
લાંબા ગાળાની અસર થાય એવું કોઈ પણ પગલું ભરતાં પહેલાં તમારે પોતાની જરૂરિયાતો બાબતે પૂરેપૂરી સ્પષ્ટતા રાખવી જરૂરી છે.  કોઈ પણ જબરી વ્યક્તિ સાથે પનારો પડ્યો હોય તો બુદ્ધિપૂર્વક કામ લેવું. તેના સારા કે ખરાબ વર્તનની તમારા વ્યવહાર પર અસર થવા દેવી નહીં. કોઈ સંબંધમાં બંધાયેલી વ્યક્તિઓ એને આગળ વધારવાનો નિર્ણય લઈ શકે છે.

એરીઝ જાતકોની અજાણી બાજુ
એરીઝ જાતકો સામાન્ય રીતે ગુસ્સાવાળા અને અધીરા હોય છે. તેઓ ક્યારેક મિજાજી અને અધીરા બને એવું પણ શક્ય છે. ઘડીભરમાં તેઓ આકરા નિર્ણયો લઈ શકે છે. આ જાતકો દર વખતે પોતે સાચા જ હોવાનો આગ્રહ રાખતા હોય છે અને એને લીધે ક્યારેક બીજાઓને મનસ્વી કે જિદ્દી લાગી શકે છે. પ્રામાણિક બની રહેવાની તેમની કોશિશમાં ક્યારેક તેઓ સ્વાર્થી પણ બની શકે છે. એને લીધે તેમની ઘણી નિકટના લોકોની લાગણીઓ દુભાઈ શકે છે.

એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ

અટકી પડેલી ગાડી ફરીથી પાટે ચડવાના સંજોગો છે, પરંતુ તમારે ધીરજ રાખવી પડશે. ક્ષુલ્લક બાબતે દલીલમાં ઊતરતાં પહેલાં સાત વાર વિચાર કરી લેવો.
આરોગ્યવિષયક સલાહ : કામધંધા અર્થે તડકામાં ફરવું પડતું હોય અથવા જેઓ ખુલ્લામાં વ્યાયામ કરવા જતા હોય તેમણે પાણી પીવાની દરકાર લેવી. ત્વચાની થોડી વધુ કાળજી લેવાની જરૂર છે.

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે

વર્તમાન પ્રત્યે એકાગ્રતા સાધવી. સંબંધો માટે સાનુકૂળ સમય છે. ખાસ કરીને નિકટના પરિવારજનો અને મિત્રો જોડેના સંબંધો મજબૂત બનશે.
આરોગ્યવિષયક સલાહ: નિયમિત રીતે વ્યાયામ કરનારાઓએ શિસ્તબદ્ધ રહેવું. જો હવામાં તરતી વસ્તુઓને લીધે ઍલર્જી થતી હોય તો માસ્ક પહેરી રાખવો અને સાવધાની રાખવી.

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

પરિવારમાં લાંબી બીમારી ધરાવતી કોઈ વ્યક્તિ હોય તો તેનું વધારે ધ્યાન રાખવું. નિર્ણયો લેવામાં અને એને અનુસરવામાં ઢીલ કરવી નહીં.
આરોગ્યવિષયક સલાહ : ઘણા વખતથી ફુલ હેલ્થ ચેક-અપ કરાવ્યું ન હોય તો કરાવી લેવું. બાળપણમાં થયેલી કોઈ બીમારી ફરીથી માથું ઊંચકે એવું જોખમ છે.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

પસંદગી યોગ્ય થાય એ જરૂરી છે. આથી તમારે વાસ્તવવાદી બનવાની જરૂર છે. જરૂર લાગે કે પછી પરાણે કરવું પડે, તમારે પોતાના માર્ગમાં ફેરફાર કરવાની તૈયારી રાખવી.
આરોગ્યવિષયક સલાહ : સારવાર કરવા માટે યોગ્ય ડૉક્ટર મળી રહે એ અગત્યનું હોય છે. ડૉક્ટરની સલાહ લીધા વગર વ્યાયામના રૂટીનમાં કોઈ મોટો ફેરફાર કરવો નહીં.

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

સંબંધોમાં તંગદિલી ચાલતી હોય તો અહમને બાજુએ રાખજો. તમે ભલે સાચા હો, પરંતુ એ વાત કહેવામાં પણ નમ્રતા ચૂકશો નહીં. નાણાકીય નિર્ણયો ઘણું જ સમજી-વિચારીને લેવા.
આરોગ્યવિષયક સલાહ : જીવનશૈલીમાં ફેરફાર કરવાનો કોઈ નિર્ણય લો તો એને વળગી રહેજો. નવી ઉપચાર પદ્ધતિઓ અને દવાઓ વિશે પણ માહિતગાર રહેજો.  

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

યોગ્ય પસંદગીઓ કરવાનું અને એને વળગી રહેવાનું અગત્યનું છે. લાંબા ગાળાની દૃષ્ટિએ શું કરવાની જરૂર છે એનો પણ વિચાર કરજો.
આરોગ્યવિષયક સલાહ : તમને સદતો ન હોય એવો ખોરાક ખાવાનું ટાળજો. ડ્રાઇવિંગ કરતી વખતે અથવા બાઇક ચલાવતી વખતે ઘણી જ સાવધાની રાખજો, કારણ કે અકસ્માત થવાનું જોખમ છે.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

કોઈ નવી વ્યક્તિ સાથે મુલાકાત થઈ હોય એ કુંવારા જાતકોએ સંભાળવું. ભયસૂચક લક્ષણો પારખી લેવાં. નાણાકીય બાબતોમાં ઘણું જ સાચવવાની જરૂર છે. ફાજલ ખર્ચ કરવાને બદલે રોકાણ પર લક્ષ આપવું.
આરોગ્યવિષયક સલાહ : મોંઘા ભાવની વૈકલ્પિક સારવાર કરાવવાનું વિચારતા હો તો પહેલાં એના વિશે પૂરતી માહિતી ભેગી કરી લેવી.

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

પોતાના લક્ષ્યથી વિચલિત થવું નહીં. હંમેશાં મંઝિલ મેળવવા માટે ૧૦૦ ટકા યોગદાન આપવું, પરંતુ જોઈતું પરિણામ જ મળે એવી જીદ રાખવી નહીં. 
આરોગ્યવિષયક સલાહ : કામકાજની સાથે-સાથે ખાણી-પીણીની આદતોને સુધારવા માટે યોગ્ય સમય છે. સાત કલાકની પૂરતી ઊંઘ લેવાનું ચૂકવું નહીં. 

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

જો માથે ઘણી બધી જવાબદારીઓ હોય તો સમયનું સંચાલન કરવાથી અને પ્રાથમિકતાઓ નક્કી કરવાથી સારું રહેશે. લાગણીમાં તણાઈને નાણાકીય નિર્ણયો લેતા નહીં.
આરોગ્યવિષયક સલાહ : આરોગ્ય સાચવવા જીવનશૈલીમાં પરિવર્તન લાવવું હોય તો હાલની તમારી તબિયત તથા ઉંમર એ બન્નેને માફક આવે એ પ્રકારના જ નિર્ણયો લેવા.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

કોઈ અગત્યની વ્યક્તિ સાથે મતભેદ હોય તો તેની સાથેના સંવાદમાં સાચવવું. નવાં રોકાણો કરતી વખતે સ્થિરતા અને લાંબા ગાળાની વૃદ્ધિનો વિચાર કરવો.
આરોગ્યવિષયક સલાહ : હાડકાં મજબૂત કરવા માટેની ડૉક્ટરની સલાહનું ચુસ્તપણે પાલન કરવું. સ્વસ્થ રહેવું હોય તો કસરતનો વિકલ્પ બીજો કોઈ જ નથી. જન્ક ફૂડનું ક્રેવિંગ ખાળવા તૈયાર રહેવું.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

કામમાં એકાગ્રતા સાધવી અને સમયનો બગાડ કરનારી બાબતોથી દૂર રહેવું. રોકાણની નવી તક વિશે સંપૂર્ણ માહિતી મેળવી લીધા બાદ જ નાણાં રોકવાં.
આરોગ્યવિષયક સલાહ : પેટની બીમારીઓ થવાનું જોખમ વધારે રહેતું હોય તેમણે એ બાબતે ખાસ સાચવવું. ખાવાપીવાના સમયમાં નિયમિતતા જાળવવી.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

જીવનના મોટા નિર્ણયો લેતી વખતે પોતાને જે જોઈએ છે એના વિશે પૂરતી સ્પષ્ટતા રાખવી. જ્યાં કહેવાની જરૂર હોય ત્યાં ચોક્કસ બોલવું, પરંતુ નમ્રતાપૂર્વક અને શાંતિથી.
આરોગ્યવિષયક સલાહ : આરોગ્યપૂર્ણ અને સાદું ભોજન લેવાનું રાખવું. શક્ય હોય ત્યાં સુધી ઘરે રાંધેલું જ ખાવું. રાતના ઉજાગરા કરીને હાથેકરીને સ્ટ્રેસ વહોરવો નહીં. 

astrology life and style