અઠવાડિક રાશિ ભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

19 January, 2025 08:27 AM IST  |  Mumbai | Aparna Bose

કેવું રહેશે ૧૨ રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું?

પ્રતીકાત્મક તસવીર

એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ

સહ-કર્મચારીઓ જોડે સારા સંબંધ રાખજો, પછી ભલે એમાંથી થોડા લોકો જબરા હોય! જીવનશૈલીમાં ફેરફાર કરવા જેવું લાગતું હોય તો અંતરાત્માના અવાજને અનુસરીને પરિવર્તન લાવજો.
સંબંધો સાચવવા માટે સલાહ : જેમના જીવનસાથી દૂર રહેતા હોય તેમણે કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવો પડી શકે છે. મન અને મગજનું સંતુલન રાખીને યોગ્ય પસંદગી કરજો.

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે

મનની વાત ચોક્કસપણે કહી દેવી, પરંતુ જે કહેવાની જરૂર હોય એ પહેલેથી સ્પષ્ટ હોવું જરૂરી છે. પરંપરાગત કાર્યપ્રણાલી ધરાવતા વાતાવરણમાં કામ કરનારા લોકોએ કંપનીના શિષ્ટાચારનું પાલન કરવું જરૂરી રહેશે.
સંબંધો સાચવવા માટે સલાહ : મિત્રો કે સ્વજનો સાથે મહત્ત્વપૂર્ણ મુદ્દે વાત કરવી હોય તો સાચવીને બોલજો. પારિવારિક કૂથલીઓથી શક્ય હોય ત્યાં સુધી દૂર રહેજો.

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

કોઈ પણ મીટિંગ, ઇન્ટરવ્યુ કે વાટાઘાટ માટે સંપૂર્ણ તૈયારી રાખજો, પછી ભલે તમારી સામે બીજા વિકલ્પ હોય. રોકાણના પોર્ટફોલિયોને વધુ જટિલ બનાવતા નહીં.
સંબંધો સાચવવા માટે સલાહ : ક્યાંય કોઈ દલીલ ચાલી રહી હોય તો તમારે કોઈ એક પક્ષ લેવાની જરૂર પડી શકે છે. જીવનસાથીની ઑનલાઇન પસંદગી કરી રહેલાં જાતકો માટે સાનુકૂળ સમય છે.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

પ્રતિસ્પર્ધીઓ સાથેની હરીફાઈ તીવ્ર બની ગઈ હોય તો પોતાનો અભિગમ બદલવાની તૈયારી રાખજો. જીવનશૈલીના આવશ્યક ફેરફારો અમલમાં મૂકજો.
સંબંધો સાચવવા માટે સલાહ : તમે ભલે ગમે એટલા વ્યસ્ત રહેતા હો, તમારે વિશ્વાસુ મિત્રો માટે પૂરતો સમય ફાળવવો જરૂરી છે. જોકે ભરોસાપાત્ર ન હોય એવી વ્યક્તિઓથી દૂર રહેવામાં જ સાર છે.

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

તમારા કાબૂની બહાર જઈ રહેલી પરિસ્થિતિને શક્ય એટલી વધુ સારી રીતે સાચવી લેજો. તમારા વિકાસને અવરોધનારી ખોટી આદતો છોડી દેવા માટે હાલ સારો સમય છે.
સંબંધો સાચવવા માટે સલાહ : કોઈ સંબંધમાં વાંકું પડ્યું હોય તો સમજદારીથી કામ લેજો અને કોઈ વ્યક્તિ તમને ઉતારી પાડે એવું થવા દેતા નહીં. વર્તમાન સંજોગોમાં પોતાના માટે ઉત્તમ હોય એ જ કાર્ય કરવું.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

અંગત કે વ્યવસાયી બન્ને જીવનમાં કોઈ પણ ફેરફાર કરવા માટે સારો સમય ચાલી રહ્યો છે. સ્વયં રોજગાર કરનાર વ્યક્તિઓ નવા-લાભદાયી કૉન્ટ્રૅક્ટ પર હસ્તાક્ષર કરી શકે છે. 
સંબંધો સાચવવા માટે સલાહ : પારિવારિક સંબંધો પર ધ્યાન આપજો અને સ્વજનો સાથે પ્રામાણિકપણે સંવાદ સાધજો. લગ્ન કરવા ઇચ્છુક કુંવારાઓ માટે સાનુકૂળ સમય છે.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

હાલ જેમના જીવનની ગતિ ધીમી પડી ગઈ હોય તેમણે જોશમાં આવી જવું અને દરેક પ્રકારનો કંટાળો તથા ઉદાસીનતા છોડી દેવાં. પોતાને જરૂર ન હોય એવી વસ્તુઓની ખરીદી કરતા નહીં. 
સંબંધો સાચવવા માટે સલાહ : કોઈ વાતે અહંને વચ્ચે આવવા દેતા નહીં, કારણ કે એને લીધે માનસિક તાણ વધી શકે છે. પરિવારના કોઈ એક વડીલ સાથેના સંબંધને સાચવવાની જરૂર જણાય છે.

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

કારકિર્દીમાં આગળ વધવા ઇચ્છતાં જાતકોએ પોતાની ખરી મહત્ત્વાકાંક્ષાને ઓળખી લેવી જરૂરી બની રહેશે. ડ્રાઇવિંગ કરતી વખતે સાવધાન રહેજો, કારણ કે અકસ્માતનું જોખમ છે. 
સંબંધો સાચવવા માટે સલાહ : કોઈ એક પારિવારિક બાબત પર તમારે લક્ષ આપવાની જરૂર પડી શકે છે. એ સ્થિતિ આપોઆપ સુધરી જશે એવું માનીને એની અવગણના કરતા નહીં. કોના પર વિશ્વાસ મૂકવો એ જાણી લેવું અગત્યનું છે.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

કોઈની સાથે વાટાઘાટો ચાલી રહી હોય તો સારામાં સારી ડીલ મળે એ માટે પ્રયાસ કરજો. રોકાણ કરતી વખતે સ્થિરતા પર ધ્યાન આપજો.
સંબંધો સાચવવા માટે સલાહ : જેમનું બ્રેકઅપ થઈ રહ્યું હોય તેમણે કોઈ પણ મનદુ:ખ રાખ્યા વગર જીવનમાં આગળ વધવું. જેમનું ખરેખર મહત્ત્વ હોય એવા લોકો માટે સમય ફાળવજો, તેમની અવગણના કરતા નહીં.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

ભૂતકાળને ભૂલી જજો અને વર્તમાનના નિર્ણયો પર એની અસર થવા દેતા નહીં. સર્જનાત્મક ક્ષેત્રે કાર્યરત જાતકો માટે સાનુકૂળ સમય છે. 
સંબંધો સાચવવા માટે સલાહ : કોઈ વ્યક્તિ ઉપરથી દેખાય છે એટલી વિશ્વાસપાત્ર ન પણ હોય. આથી તમારે વાતચીત દરમ્યાન સાવધ રહેવું. કોઈ પણ માણસને આપવા જેવી હોય એટલી જ માહિતી આપવી.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

તમે ઉતાવળે કોઈ નિર્ણય લેશો તો શક્ય છે કે એ કોઈ કામ નહીં આવે. તમારે પૂરેપૂરું સમજી-વિચારીને જ પગલું ભરવું પડશે. તબિયતનું થોડું વધુ ધ્યાન રાખજો.
સંબંધો સાચવવા માટે સલાહ : તમે કોઈ સંબંધ કે પરિસ્થિતિ બધાથી છુપાવી રાખી હોય તો એમ કરવું જરૂરી છે કે નહીં એનો વિચાર કરી લેવાનો સમય આવી ગયો છે. કુંવારાઓએ પોતાનું સામાજિક વર્તુળ વિસ્તારવું.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

ઓછા સમયમાં ઘણું બધું કામ કરવાનું હોય તો સમયનો સદુપયોગ કરવો જરૂરી છે. રોકાણ કરતી વખતે લાંબા ગાળાનાં અને સ્થિર તથા સુરક્ષિત વળતર આપનારાં સાધનોનો જ વિચાર કરજો.
સંબંધો સાચવવા માટે સલાહ: લગ્નજીવન હાલ કપરું ચાલી રહ્યું હોય તો એના વિશે કોઈના પણ પ્રભાવ હેઠળ આવ્યા વગર નિર્ણયો લેજો. સંઘર્ષમાં ઊતરવાને બદલે શાંતિથી અને પ્રસન્ન મનથી નિર્ણયો લેજો.

જો આ સપ્તાહે તમારો જન્મદિવસ હોય....

તમારા જીવનમાં હાલ કોઈ અવરોધ આવ્યો હોય તો પહેલાં એ જોઈ લેવું કે કોણ તમારી બાજુ છે અને કોણ નહીં. અંતરાત્માના અવાજને અનુસરજો. ખાસ કરીને એવા સંજોગોમાં જ્યાં તમને કંઈક અજુગતું લાગતું હોય. મોટી ઉંમરનાં જાતકોએ ખાણીપીણીમાં સાચવવાની અને ફિટનેસના રૂટીનમાં ફેરફાર કરવાની જરૂર પડી શકે છે. જેમને લાંબો સમય ચાલનારી બીમારી હોય તેમને માટે આ ખૂબ જરૂરી છે. પરિવર્તનથી ગભરાતા નહીં.

ઍક્વેરિયસ જાતકો કેવાં હોય છે?

ઍક્વેરિયસ જાતકો બધા કરતાં અલગ અને સ્વતંત્ર વૃત્તિનાં હોય છે. તેઓ પ્રગતિશીલ વિચારધારા અને જીવન પ્રત્યે માનવતાવાદી અભિગમ ધરાવતાં હોય છે. તેઓ ખુલ્લા મનથી વિચારતાં હોવાને લીધે લગભગ દરેક પ્રકારની વ્યક્તિ સાથે તેમને ફાવી જતું હોય છે. આ જ કારણ છે કે તેઓ જગતના કલ્યાણ માટે અથવા મોટા પ્રમાણમાં લોકોને લાભ થતો હોય એવા પ્રોજેક્ટ બાબતે ગ્રુપમાં સારી રીતે કામ કરી શકે છે. 

astrology horoscope life and style columnists