અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

17 September, 2023 07:45 AM IST  |  Mumbai | Aparna Bose

કેવું રહેશે ૧૨ રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું?

પ્રતીકાત્મક તસવીર

એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ

પોતાના લાભની સ્થિતિનો ઉપયોગ કરી લેવો. પડકારોથી ડરી જવું નહીં. મનોમંથન કરવા માટે સારો સમય છે. ભૂતકાળની લાગણી માર્ગમાં અવરોધ બનતી હોય તો એનો ત્યાગ કરવો.
કારકિર્દી વિશે સલાહ : જબરા સહકર્મીઓ જોડે લાંબા ગાળાનાં પરિણામોને ધ્યાનમાં રાખીને કળપૂર્વક કામ લેવું. પારિવારિક બિઝનેસમાં કાર્યરત લોકો માટે સારો સમય છે.

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે

વધારાની જવાબદારી લેતાં પહેલાં સાવચેતીપૂર્વક વિચાર કરવો અને જે જોઈતું ન હોય એ કરવા માટે કોઈના દબાણ હેઠળ કે કોઈની શેહમાં આવવું નહીં. રોકાણો પર ધ્યાન આપીને પોર્ટફોલિયો તૈયાર કરવો.
કારકિર્દી વિશે સલાહ: ઉતાવળે નિર્ણય લેવા જેવું લાગતું હોય તો પણ સમજી-વિચારીને એમ કરવું. સહકર્મીઓ જોડે ઉષ્માપૂર્ણ સંબંધો જાળવી રાખવા. 

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

જરૂર પડ્યે પોતાની રાબેતા મુજબની ચાલ બદલવાની તૈયારી રાખવી અને પરિસ્થિતિને નવી નજરે નિહાળવી. કુંવારાઓ માટે સારો સમય છે, તેમણે ભાવનાત્મક રીતે મજબૂત અને આત્મનિર્ભર રહેવાની જરૂર છે.
કારકિર્દી વિશે સલાહ : કયા સહકર્મી પર વિશ્વાસ મૂકી શકાય છે એ જોઈ લેવું. અમસ્તી વાતમાં સાચવીને બોલવું. પ્રોજેક્ટમાં પણ ભરપૂર સંભાવનાઓ રહેલી હશે.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

કોઈ પણ નવો વિચાર આવે તો એમાં થોડા ઊંડા ઊતરવાની જરૂર પડશે. બજેટની બહાર જઈને કોઈ ખર્ચ કરતા નહીં.
કારકિર્દી વિશે સલાહ : આર્થિક બાબતોને કાળજીપૂર્વક સંભાળી લેવી અને બજેટને વળગી રહેવું. બિનજરૂરી રીતે વધુપડતો ખર્ચ કરવો નહીં. નવા વિચારમાં સંભાવનાઓ રહેલી છે, પરંતુ તમારે એને વ્યવહારુ બનાવવી પડશે. 

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

લોકો સાથેની વાતચીતમાં ક્યાંય કોઈ કમી નડતી હોય તો એનો હલ કાઢવો અને સભાનતાપૂર્વક બોલવું. પોતાની પરિસ્થિતિને અનુરૂપ વર્તન કરવું.
કારકિર્દી વિશે સલાહ : તમારા માથે ઘણું કામ હોવાથી તમે કોઈ ઝીણી વિગત ચૂકી જાઓ એવું બની શકે છે. પોતાની કારકિર્દી બાબતે નિર્ણય લેવાનો આવે ત્યારે ગૂંચવી નાખે એવી બીજાઓની વાતો સાંભળવી નહીં. 

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

અહમને વચ્ચે આવવા દેવો નહીં. બીજાઓની લાગણીઓ પ્રત્યે સંવેદનશીલ બનવું અને કોઈનું મન દુભાય નહીં એવી રીતે બોલવું.
કારકિર્દી વિશે સલાહ : તમે જાતે ઊભા કરેલા અવરોધો પ્રગતિમાં નડતર બને નહીં એનું ધ્યાન રાખવું. સહકર્મીઓ જોડે ગપસપ કરવાનું ટાળવું, કારણ કે તમારી કહેલી વાતોનું ખોટું અર્થઘટન થવાનું જોખમ છે. 

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

બીજાઓના મનની વાતો વિશે અટકળો કરવી નહીં અને એના આધારે પ્રતિક્રિયા આપવી નહીં. નાની-નાની બાબતો પણ મોટી અસર કરે છે એનું ધ્યાન આપવું.
કારકિર્દી વિશે સલાહ : બિનજરૂરી કાર્યો પાછળ સમય અને સ્રોતોનો બગાડ કરવો નહીં. કોઈ પણ ડેટા કે અગત્યની માહિતીનો ઝીણવટભર્યો અભ્યાસ કરવો અને દરેક શંકાનું સમાધાન કરી લેવું. 

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

સંબંધોમાં ક્યાંય તિરાડ આવી ગઈ હોય તો તમારે જ જહેમત ઉઠાવવી પડશે. કળાત્મક સૂઝબૂઝ ધરાવનારાએ અંતરાત્માનો અવાજ સાંભળી રચનાત્મકતાને કુંઠિત ન થવા દેવી.
કારકિર્દી વિશે સલાહ : પોતાની કારકિર્દી કઈ દિશામાં જઈ રહી છે એની ગમ પડતી ન હોય તો એની પાછળના ઉદ્દેશોનો વિચાર કરી લેવો અને એને અનુરૂપ વર્તન કરવું. 

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

દરેક સ્થિતિને ન્યાય આપવાની કોશિશ કરવી. કોઈ પગલું ભરતાં અચકાવું નહીં. પરિસ્થિતિ વિશે તટસ્થપણે વિચાર કરવો, ભૂતકાળની દૃષ્ટિએ જોવું નહીં.
કારકિર્દી વિશે સલાહ : કોઈ પ્રોજેક્ટ કે સહકર્મી વિશે આકલન કે અભિપ્રાય આપવાનો હોય ત્યારે શબ્દો કાળજીપૂર્વક વાપરવા. દરેક આઇડિયામાં સંભાવનાઓ હોય છે, પરંતુ એનો અમલ કરવા માટે જહેમત ઉઠાવવી પડે છે.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

માફક આવી ગઈ હોય એવી પરિસ્થિતિમાંથી બહાર નીકળીને આવશ્યક ફેરફારો કરવાની તૈયારી રાખવી. લાંબી દૃષ્ટિએ જે યોગ્ય હોય એ જ કરવું.
કારકિર્દી વિશે સલાહ : કોઈ પણ ફેરફાર આખરે તમારા માટે ઉત્તમ રહેશે, પરંતુ સહકર્મીઓ જોડે કોઈ પણ બાબતે ચર્ચા કરતી વખતે સાવચેતી રાખવી. સ્વયં રોજગારીએ સમય અને સ્રોતોનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો. 

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

વ્યવહારમાં સાચવવું. હળવા-મળવામાં હદમાં રહેવું, કરુણા અને પ્રામાણિકતા રાખવી. સહજ વિકલ્પોમાંથી પસંદગી કરવાની હોય, ગૂંચવણ ઊભી ન કરવી.
કારકિર્દી વિશે સલાહ : થાય એટલા સારામાં સારા પ્રયાસ કરશો તો ઇચ્છિત પરિણામ મળશે. નવા ક્લાયન્ટ્સ કે નવા પ્રોજેક્ટ્સ માટે સાનુકૂળ સમય છે. કરાર થઈ જાય નહીં ત્યાં સુધી ક્યાંય એના વિશે બોલવું નહીં. 

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

માન મેળવવાનું હોય, માગવાનું નહીં. નિકટના સંબંધોમાં આ વાત સાચી હોય છે. નવી દૃષ્ટિએ વિચાર કરશો તો આશ્ચર્યકારક પરિણામ પ્રાપ્ત કરી શકશો.
કારકિર્દી વિશે સલાહ : નવી નોકરી કે કારકિર્દીનો બીજો વિકલ્પ અપનાવીને શરૂઆત કરનારાઓએ મજબૂત પાયો રચવો. સંદેશવ્યવહારમાં, ખાસ કરીને બારીક વિગતો સંબંધે સ્પષ્ટતા રાખવી. 

જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય :

આવશ્યકતા હોય ત્યારે બોલી કાઢવું અને હાજરજવાબીપણું રાખવું. કોઈ પણ મુદ્દો રજૂ કરતી વખતે ઉતાવળ કરવી નહીં. એનો અર્થ એવો થયો કે અભિવ્યક્તિ માટે નવા રસ્તાઓ શોધવા પડશે. પોતાના કોચલામાંથી બહાર આવો અને ક્ષિતિજોનો વિસ્તાર કરો. અન્યોની નજરે વિચાર કરવાની તૈયારી રાખવી. ફક્ત શોભાના ગાંઠિયા થવાનો કોઈ અર્થ નથી, જરૂર પડ્યે સક્રિય ભૂમિકા ભજવવી.

વર્ગો જાતકોની અજાણી બાજુ

વર્ગો જાતકો ઘણી ચોકસાઈ રાખતા હોય છે. એને લીધે બિનજરૂરી ચિંતાઓ ઊભી થઈ શકે છે અને તેઓ વસ્તુને વિશાળતામાં જોઈ શકતા નથી. છેવટે તેઓ નિરાશાવાદી બની જાય છે અને દરેક પરિસ્થિતિમાં ખામીઓ કાઢવા લાગી જતા હોય છે. પોતાના ઉચ્ચ આદર્શોને લીધે તેઓ લઘુતાગ્રંથિનો ભોગ બનવાનું જોખમ વધી જાય છે અને પોતાની ત્રુટિઓ જોવા લાગે છે. વર્ગો જાતકો આરોગ્ય પ્રત્યે પણ ઘણા સભાન રહે છે. આ વૃત્તિને લીધે તેઓ સદા બીમાર હોવાનો ભ્રમ ધરાવતા હોય છે. 

astrology life and style columnists