અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

14 January, 2024 07:31 AM IST  |  Mumbai | Aparna Bose

તમને દોસ્તી અને સંબંધો સાચવવામાં તકલીફ પડી શકે છે. તમે જેમના પર વિશ્વાસ મૂકી શકતા નથી અથવા તો જેઓ તમારા હિતનો વિચાર કરતા નથી એવા લોકોથી દૂર રહેવામાં જ સાર છે.

સાપ્તાહિક રાશિફળ

જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય...          
તમને દોસ્તી અને સંબંધો સાચવવામાં તકલીફ પડી શકે છે. તમે જેમના પર વિશ્વાસ મૂકી શકતા નથી અથવા તો જેઓ તમારા હિતનો વિચાર કરતા નથી એવા લોકોથી દૂર રહેવામાં જ સાર છે. પરિવારની વડીલ વ્યક્તિનું થોડું વધુ ધ્યાન રાખવાની જરૂર પડશે. તમારે એ પરિસ્થિતિમાં બીજાઓની મદદ લેવામાં સંકોચ કરવો નહીં. પ્રગતિ ધીમી હશે તો ચાલશે, એમાં સ્થિરતા રહેવી જરૂરી છે. 

કૅપ્રિકોર્ન જાતકોની અજાણી બાજુ   
કૅપ્રિકોર્ન જાતકો ઘણા જ મહત્ત્વાકાંક્ષી હોય છે અને એને લીધે તેઓ ક્યારેક ભવિષ્યનો એટલો બધો વિચાર કરવા લાગી જાય છે કે વર્તમાન પર નજર ચોંટતી જ નથી. તેઓ બીજાઓ પર વર્ચસ્ જમાવવાનું વર્તન કરી બેસે એવા હોય છે. એને લીધે લોકો પર શું અસર થાય છે એનો વિચાર કરતા નથી. ખાસ કરીને તેમના અંગત જીવનમાં આ વાત વધુ લાગુ પડે છે. તેઓ પોતાના મોભા વિશે થોડા વધુ સભાન હોઈ શકે છે. એને લીધે તેઓ પોતાની જૂની ઘરેડમાં જ ચાલતા રહે એવું શક્ય છે.  

એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ

તમે કોઈ લક્ષ્યો નક્કી કર્યાં હોય તો એની પ્રાપ્તિ માટે થોડી વધુ મહેનત કરવાની તૈયારી રાખજો. બોલતાં પહેલાં વિચાર કરજો. ખાસ કરીને એ સ્થિતિમાં જ્યારે તમે આક્રમક બની ગયા હો. 
આરોગ્યવિષયક સલાહ : તમારા મનને શાંત અને એકાગ્ર બનાવી શકે એવી આધ્યાત્મિક કે ચિંતનાત્મક પદ્ધતિનો ઉપયોગ કરવા માટે સમય ફાળવજો. જૂની બીમારી ધરાવતા જાતકોએ ધ્યાન રાખવું.  

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે

નવી તકોનો મહત્તમ ઉપયોગ કરી લેવો અને નવા સંજોગો પ્રત્યે તથા નવા લોકો પ્રત્યે વધુ લક્ષ આપવું. ગપસપ પર વિશ્વાસ મૂકવાને બદલે પોતાની રીતે માહિતી ભેગી કરવી, કારણ કે સાંભળેલી વાતો પર દર વખતે વિશ્વાસ મૂકવા જેવું હોતું નથી.  
આરોગ્યવિષયક સલાહ : નાના-નાના ફેરફારો પણ આરોગ્યને સુધારવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે. ડાયટ અથવા ઉપચારપદ્ધતિને સમજી લીધા બાદ જ એનો ઉપયોગ કરજો.     

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

મિત્રો અને સાથીદારોની પસંદગી કાળજીપૂર્વક કરવી. બીજાઓના અભિપ્રાય પર આંધળો વિશ્વાસ કરવો નહીં. જે રીતે પરિણામોનો વિચાર કર્યા વગર આગળ વધવું જરૂરી છે એ જ રીતે ક્યાં અટકવું એની ખબર હોવી પણ જરૂરી છે. 
આરોગ્યવિષયક સલાહ : તબિયતમાં જરા પણ ખોટકો થાય તો એને વકરવા દેતા નહીં. સાઇનસની સમસ્યા હોય તેમણે પોતાનું થોડું વધુ ધ્યાન રાખવું.  

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

કોઈ પણ તંત્ર સાથે પનારો પાડતી વખતે પરિપક્વતા રાખવી. ફક્ત કરવા ખાતર બળવો કરવો નહીં. સંબંધો મજબૂત બનાવવા માટે સમય સારો છે, પરંતુ તમારે એની અંગત રીતે માવજત કરવી જરૂરી છે.  
આરોગ્યવિષયક સલાહ : તમારા વિચારોની અસર મૂડ અને આરોગ્ય પર કેટલી થાય છે એ બાબત તરફ લક્ષ આપવું. ટૂંકા રસ્તા અપનાવવાને બદલે મજબૂત પાયો રચવાનો પ્રયાસ કરવો. 

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

તમારી દૃષ્ટિએ નગણ્ય હોય તો પણ ઝીણી-ઝીણી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. બૉસ અને ઉપરીઓ સાથેની વાતચીતમાં સાચવવું અને પોતાની બૉડી-લૅન્ગ્વેજનું ધ્યાન રાખવું. 
આરોગ્યવિષયક સલાહ : વ્યાયામ કે બીજી કોઈ શારીરિક પ્રવૃત્તિનો અતિરેક કરવો નહીં. પૂરતું પાણી પીવાનું રાખજો.     

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

હૂંફાળા કોચલામાંથી બહાર આવીને કંઈક નવું શીખજો. તમારા મોટા ભાગના ડર વહેમ માત્ર છે. એમાં કોઈ તથ્ય નથી. જરૂર પડે ત્યારે બીજાઓની મદદ લેવાની તૈયારી રાખજો. 
આરોગ્યવિષયક સલાહ : વ્યાયામ કરતી વખતે પીઠ અને પગનું ધ્યાન રાખવું. સંતાનપ્રાપ્તિમાં મુશ્કેલી નડતી હોય તેમણે ડૉક્ટરની સલાહ લેવામાં અચકાવું નહીં.  

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

યોગ્ય નિષ્ણાત પાસેથી જ નાણાકીય સલાહ લેવી. કોઈ પ્રોજેક્ટમાં સહેલો રસ્તો અપનાવવાને બદલે મહેનત કરવાની તૈયારી રાખવી. 
આરોગ્યવિષયક સલાહ : દોડમાં હિસ્સો લેનારાઓએ ઓછા સમયમાં દોડ પૂરી કરવાનો પ્રયત્ન કરવો. તમારી શક્તિમાં વધારો અને મિજાજમાં સુધારો કરે એવી સારી આદતો કેળવવા પર ધ્યાન આપવું.       

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

કોઈ પરિસ્થિતિ સામે દેખાય એના કરતાં જુદી હોવાની શક્યતા રહેલી છે. આથી તમારે ઊંડાણમાં ઊતરવું જોઈએ. પછીથી માનસિક તાણ ઊભી થાય નહીં એના માટે પહેલેથી જ સમયનો સદુપયોગ કરવો. 
આરોગ્યવિષયક સલાહ : વ્યાયામમાં શું કરવું અને શું નહીં એ જાણી લેવું. અન્યથા એમાં તમને ઈજા પહોંચી શકે છે. વારે ઘડીએ માથું દુખતું હોય તો આંખની તપાસ કરાવી લેવી.    

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

દરેક પરિસ્થિતિને અર્થપૂર્ણ બનાવી લેવી અને સમસ્યા વિશે નકામી ચિંતા કરવાને બદલે હલ લાવવા પર ધ્યાન આપવું. મર્યાદિત બજેટ ધરાવતા જાતકોએ આર્થિક બાબતોમાં વધુ લક્ષ આપવું. 
આરોગ્યવિષયક સલાહ: કસરત તમારી ઉંમર અને શારીરિક શક્તિ અનુસાર હોવી જોઈએ. વારસાગત બીમારી હોય તેમણે વધુ સાચવવું.  

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

તમારો પક્ષ મજબૂત હોય એ સ્થિતિમાં પણ આક્રમકતાને બદલે મુત્સદ્દીપણાનો ઉપયોગ કરવો. નિકટની વ્યક્તિઓ સાથેનાં સમીકરણો સુધારવાં. એમના પર નિર્ભર બનવું નહીં. 
આરોગ્યવિષયક સલાહ : વિદેશી ઉપચારપદ્ધતિ કે દવાનો ઉપયોગ સાચવીને કરવો. જે લાંબા સમય સુધી પાલન કરવાયોગ્ય ન હોય એવા જટિલ ડાયટથી દૂર રહેજો.     

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

બૉસ, ઉપરીઓ કે સત્તાધીશો સાથેની વાતચીતમાં સાચવજો. જટિલ સ્વરૂપનાં નાણાકીય રોકાણો કરતા નહીં. ફક્ત લાંબા ગાળાનાં લક્ષ્યો રાખજો.  
આરોગ્યવિષયક સલાહ : કોઈ નિશ્ચિત પ્રકારની ડાયટ અનુસરવાના હો તો શિસ્ત રાખજો અને યોગ્ય પ્લાનિંગ કરજો. રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તો થોડી વધુ કાળજી લેજો. 

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

જરૂર પડ્યે આવશ્યક પગલાં ભરજો અને કોઈ નિર્ણય લઈ લીધો હોય તો એના વિશે શંકા-કુશંકાઓ કરતા નહીં. પરિવર્તનોથી દૂર ભાગવાને બદલે એને યોગ્ય રીતે સાચવી લેવાં. 
આરોગ્યવિષયક સલાહ : જેમને હૉર્મોનને લગતી તકલીફ હોય તેમને આદતોમાં ફેરફાર કરવાની જરૂર પડશે. આરોગ્ય વિશેની માહિતી માટે ગૂગલ પર વધુ ભરોસો કરવાને બદલે ક્વૉલિફાઇડ ડૉક્ટરની જ સલાહ લેજો.

astrology life and style gujarati mid-day