12 January, 2025 08:25 AM IST | Mumbai | Aparna Bose
પ્રતીકાત્મક તસવીર
એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
દરેક ઝીણી બાબતની કાળજી લેજો અને સમયનો સદુપયોગ કરજો. તમારા જીવન પર લાંબા ગાળાની અસર કરનારો કોઈ પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં પહેલાં આવશ્યક બધી માહિતી ભેગી કરી લેજો.
જીવનસુધાર માટે સૂચન : પોતાના વિકાસ માટે સમય કાઢજો અને જીવનમાં સંતુલન લાવજો. મન અને શરીરનો તાલમેલ સાધવાનું તમારા હિતમાં રહેશે અને અન્યો સાથેના સંબંધો સુધારવા માટે પણ ઉપયોગી થશે.
ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે
નવા કૉન્ટ્રૅક્ટ માટે વાટાઘાટ કરી રહેલા અથવા પગારવધારા માટે પ્રયાસ કરી રહેલા જાતકો માટે સાનુકૂળ સમય છે. આરોગ્યને લગતો મોટો નિર્ણય લેવા માગતા વરિષ્ઠ નાગરિક જાતકોએ પોતાની રીતે એને લગતું સંશોધન કરવું.
જીવનસુધાર માટે સૂચન : જીવન તમારી રીતે આગળ વધે એના પર લક્ષ આપજો, પરંતુ એના પરિણામ પર તમારું નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરતા નહીં. પરિવર્તનનો વિરોધ કરતા નહીં.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
જરૂર પડ્યે બોલવાનું ચૂકતા નહીં, પરંતુ તમારા શબ્દો પરિસ્થિતિને અનુરૂપ હોવા જરૂરી છે. સામાજિક નેટવર્કનો વિસ્તાર કરવા ઇચ્છુક જાતકો માટે સાનુકૂળ સમય છે.
જીવનસુધાર માટે સૂચન : તમે સામે ચાલીને કોઈ અવરોધ ઊભા કર્યો હોય તો એને ઓળખી લેજો અને એને દૂર કરવાના કાર્યને પ્રાથમિકતા આપજો. તમે પોતાના વિશે ધારો છો એના કરતાં વધુ કરવા સક્ષમ છો.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
પ્રવર્તમાન વ્યવસ્થામાં રહીને કામ કરજો, પછી ભલે એમાં તમને બંધાઈ ગયા જેવું લાગતું હોય. જેમની પાચનશક્તિ નબળી હોય તેમણે શક્ય હોય ત્યાં સુધી ઘરનું જ ખાવું.
જીવનસુધાર માટે સૂચન : જેની જરૂર ન હોય એનો ત્યાગ કરજો. આમાં તમારા ઘરની, ખાસ કરીને કબાટમાંની વસ્તુઓને પણ ગણી લેજો. નવી વસ્તુઓ માટે જગ્યા કરજો અને નવા અનુભવો માટે તૈયાર રહેજો.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
ઊંચાં લક્ષ્યો રાખજો, પરંતુ તમે જે ઇચ્છો છો એ પ્રાપ્ત કરવા માટે વ્યવહારુ કાર્ય કરજો. કોઈ પણ જટિલ પરિસ્થિતિનો હલ લાવવા માટે એને અનેક ભાગમાં વિભાજિત કરવાનું પગલું વ્યવહારુ હશે.
જીવનસુધાર માટે સૂચન : તમારી સર્જનશીલતાને ખીલવા દેજો અને શોખની પ્રવૃત્તિ માટે ખાસ સમય ફાળવજો. હંમેશાં પરફેક્ટ બનવું જરૂરી નથી. મોજ પણ કરવી.
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
તમારે પ્રોફેશનલ નેટવર્કનું મહત્ત્વ જાણવું અને એનો સારામાં સારો ઉપયોગ કરી લેવો. ઘરનું રિનોવેશન કરાવવા ઇચ્છુક જાતકોએ બજેટ કરતાં વધારે ખર્ચ કરવો નહીં.
જીવનસુધાર માટે સૂચન : તમે ગળા સુધી આવી ગયા હો અને પરિસ્થિતિને પહોંચી વળતા ન હો તો ફક્ત મહત્ત્વપૂર્ણ કાર્યો પર જ ધ્યાન આપજો. તમારે બધું કામ એકસાથે પૂરું કરી દેવું જરૂરી નથી એ વાત ખાસ ધ્યાનમાં રાખવી.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
તમને યોગ્ય સમયે અને યોગ્ય રીતે જાણવા મળેલી માહિતીનો યોગ્ય સમયે ઉપયોગ કરજો. લાંબા ગાળે તમારા આરોગ્યને હાનિ પહોંચાડે એવી ખરાબ આદતોનો ત્યાગ કરજો.
જીવનસુધાર માટે સૂચન : વિશ્વસનીય વ્યક્તિઓનાં મંતવ્યો સાંભળવાનું સારું કહેવાય, પરંતુ દરેક વખતે એમ કરવું જરૂરી નથી. ક્યારેક તમારે સ્વબળે જ નિર્ણય લેવાનું અગત્યનું હોય છે.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
કોઈએ કહેલી વાત તમે બીજાઓને કહેવાના હો તો ધ્યાન રાખજો કે એ વાત વાયુવેગે પ્રસરી જશે. મીટિંગો યોજવા, વાટાઘાટો કરવા અને ઇન્ટરવ્યુ આપવા માટે સાનુકૂળ સમય છે.
જીવનસુધાર માટે સૂચન : તમારા વ્યક્તિત્વની નકારાત્મક બાજુને સુધારવા માટે કામ કરજો. તમારામાંથી કેટલાક જાતકો પ્રોફેશનલ મદદ લઈને આ કામ કરી શકે છે. આ રીત યોગ્ય લેખાશે.
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
જેઓ પોતાના ઇરાદા બર લાવવા ઇચ્છતા હોય એવા લોકોથી તમે દોરવાઈ જતા નહીં. જેમના પ્રિયકર કે જીવનસાથી દૂર રહેતા હોય તેમણે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવો પડી શકે છે.
જીવનસુધાર માટે સૂચન : તમારી શક્તિઓને ઓળખી લેજો અને આગેવાની કરવામાં સંકોચ કરતા નહીં. તમને ભલે આત્મવિશ્વાસ ન હોય, પણ હકીકતમાં તમે ઘણું કરવા સક્ષમ છો.
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
જે જાતકો મોટી કંપની માટે કામ કરતા હોય તેમણે કારકિર્દીમાં પરિવર્તન લાવે એવો કોઈ નિર્ણય લેવો પડી શકે છે. જો તમારી તબિયત સારી ન રહેતી હોય તો પોતાની થોડી વધુ કાળજી લેજો.
જીવનસુધાર માટે સૂચન : લોકો સાથેના વ્યવહારમાં સચ્ચાઈ રાખજો અને પોતાનાં જ ઢોલ-નગારાં પીટતા નહીં. તમારામાંનું સારાપણું અને અનુકંપા જાગૃત કરે એવાં કાર્યો કરજો.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
ઘર-પરિવારમાં કોઈ મતભેદ થાય તો એનો યોગ્ય રીતે હલ લાવજો. કોઈ ઉકેલ લાવવા માટે તમે પાળી શકો એમ ન હો એવાં વચનો આપતા નહીં. જે વચનો આપો એ પૂરાં કરજો.
જીવનસુધાર માટે સૂચન : કોઈ સમૂહમાં કે મિત્રોના ગ્રુપમાં ચોક્કસ રહેજો, પરંતુ એમાં તમારું વ્યક્તિત્વ ઢંકાઈ જાય નહીં એનું ધ્યાન રાખજો. બીજાઓને પ્રેરણા આપે અને તેમનો ઉત્કર્ષ કરી શકે એવી સત્તાનો ઉપયોગ કરી લેજો.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
એક કરતાં વધુ ઘર ધરાવતા જાતકોએ એકથી બીજા ઘરે આંટાફેરા મારવા પડે એવી શક્યતા છે. જો તમે કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાના હો તો યોગ્ય સમય સાચવજો.
જીવનસુધાર માટે સૂચન : તમને કંટાળો આવતો હોય એવી ઘટમાળમાંથી બહાર આવી જવું. યાદ રહે, તમારે વિકાસ કરવો હશે તો હૂંફાળા કોચલામાંથી બહાર આવવું જરૂરી છે.
જો આ સપ્તાહે તમારો જન્મદિવસ હોય....
તમારે ભવિષ્યનો મજબૂત પાયો નાખવો હોય તો દરેક ઝીણી બાબત પર લક્ષ આપવું. યાદ રહે, સમય કોઈની રાહ જોતો નથી. પછી જોઈ લઈશું એવું વિચારીને આવશ્યક કામ પાછળ ઠેલતા નહીં. કોઈ પણ પડકારભરી પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમારી પાસે દરેક જરૂરી માહિતી હોવી જોઈએ. તબિયત સાચવજો.
કૅપ્રિકોર્ન જાતકોની અજાણી બાજુ
આ જાતકો ક્યારેક બીજાઓ માટે સહાનુભૂતિ ધરાવતા નથી. જાણે તેમને કોઈ અસર જ નથી થતી. આ જ કારણ છે કે ક્યારેક તેઓ બીજાને ઉદ્ધત લાગી શકે છે. તેઓ ક્યારેક પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ જેવો અભિગમ ધરાવે છે. આથી ખર્ચની વાત આવે ત્યારે કંજૂસ બની જાય છે. તેઓ સંબંધ સાચવવાને નકામી જવાબદારી માની લે એવું પણ બને. આથી તેઓ પ્રેમની બાબતે ઘણા જ સતર્ક રહે એવું શક્ય છે.