Total Solar Eclipse 2024: 8 એપ્રિલના સૂર્યગ્રહણને કારણે વધી જશે કારના અકસ્માત

01 April, 2024 06:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

8 એપ્રિલ 2024ને અમેરિકાના મોટા ભાગમાં પૂર્ણ સૂર્યગ્રહણ દેખાવાનું છે. પણ આને લઈને વૈજ્ઞાનિકોએ ચોંકાવનારી ચેતવણી જાહેર કરી છે. સામાન્ય રીતે ગ્રહણોમાં આંખને નુકસાન પહોંચાડનારી ઘટનાઓ સામે આવે છે. પણ રસ્તા પર અકસ્માતની ઘટનાઓમાં વધારાની વાત સમજાતી નથી.

સૂર્યગ્રહણ (ફાઈલ તસવીર)

8 એપ્રિલ 2024ને અમેરિકાના મોટા ભાગમાં પૂર્ણ સૂર્યગ્રહણ 2024 દેખાવાનું છે. પણ આને લઈને વૈજ્ઞાનિકોએ ચોંકાવનારી ચેતવણી જાહેર કરી છે. સામાન્ય રીતે ગ્રહણોમાં આંખને નુકસાન પહોંચાડનારી ઘટનાઓ સામે આવે છે. પણ રસ્તા પર અકસ્માતની ઘટનાઓમાં વધારાની વાત સમજાતી નથી.

Total Solar Eclipse 2024: છેલ્લી વાર 2017માં પૂર્ણ સૂર્યગ્રહણ થયો હતો. જેને ગ્રેટ અમેરિકન એફ્લિપ્સ ઑફ 2018 (Great American Eclipse of 2017) કહે છે. આ દિવસે ઓછા સમય માટે પણ રોડ અકસ્માતમાં વધારો નોંધવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિકોએ તેની સ્ટડી પોતાના રિપૉર્ટ JAMA Internal Medicianeમાં પ્રકાશિત કરાવ્યો છે.

યૂનિવર્સિટી ઑફ ટોરંટોમાં મેડિસિનના પ્રોફેસર અને આ રિપૉર્ટના કૉ-રાઈટર ડૉ. ડોનાલ્ડ રીડેલમીયરે કહ્યું કે પૂર્ણ સૂર્યગ્રહણના એક કલાક દરમિયાન, દિવસે એકાએક ઘટી ગયેલા પ્રકાશ અને પછી એકાએક થયેલા અંધારાને કારણે રસ્તા પર અકસ્માત નથી થતાં. અકસ્માત તેના પહેલા અને પછીના કલાકોમાં થાય છે.

ડો. રીડેલમિયરે જણાવ્યું હતું કે સામાન્ય રીતે સૂર્યગ્રહણ પછીના કલાકોમાં વધુ અકસ્માતો જોવા મળે છે. 2017 માં, સૂર્યની સંપૂર્ણતાનો માર્ગ એટલે કે પૃથ્વીનો તે ભાગ કે જેના પર અંધકાર છે. તેની પહોળાઈ 113 કિલોમીટર હતી. આ માર્ગની વચ્ચે રહેતા લોકોને સૌથી વધુ સમય સુધી અંધકારનો સામનો કરવો પડ્યો હતો.

લગભગ 20 મિલિયન અમેરિકનોએ પાથ ઓફ ટોટાલિટી નિહાળી. 8 એપ્રિલ, 2024ના રોજ અઢીથી સાડા ચાર મિનિટ માટે પાથ ઓફ ટોટાલિટી જોવા મળશે. તે તેમના સ્થાન પર આધાર રાખે છે. આ સીમા બહારના લોકો પૂર્ણ સૂર્યગ્રહણ જોઈ શકશે નહીં. (Total Solar Eclipse 2024)

સૂર્યગ્રહણ પછી વધે છે અકસ્માત
ડો. રીડેલમીયર અને તેમના સાથીદાર ડૉ. જૉન સ્ટેપલ્સે 2017માં સૂર્યગ્રહણ પહેલા અને પછીના કલાકોમાં થયેલા અકસ્માતોનો અભ્યાસ કર્યો હતો. આટલું જ નહીં. તેઓએ સૂર્યગ્રહણના ત્રણ દિવસ પહેલા અને ત્રણ દિવસ પછી ડેટા એકત્રિત કર્યો. જેમાં જાણવા મળ્યું હતું કે માર્ગ અકસ્માતમાં 31 ટકાનો વધારો થયો છે. પ્રકાશમાં અચાનક ફેરફાર પણ અકસ્માતોનું કારણ બને છે.

2017માં સૂર્યગ્રહણ બાદથી, દર કલાકે 10.3 લોકો જીવલેણ માર્ગ અકસ્માતમાં સામેલ થયા હતા. જ્યારે સૂર્યગ્રહણ પહેલા દર કલાકે માત્ર 7.9 લોકો કાર અકસ્માતનો ભોગ બન્યા હતા. એટલે કે સૂર્યગ્રહણ પછી દર 25 મિનિટે એક માર્ગ અકસ્માત થતો હતો. જ્યારે દર 95 મિનિટે એક વધારાનો અત્યંત જીવલેણ કાર અકસ્માત થયો હતો.

દુર્ઘટનાનું મુખ્ય કારણ એ હતું કે સૂર્યગ્રહણ જોવા માટે લોકો વિવિધ સ્થળોએ ભેગા થઈ રહ્યા હતા. જેના કારણે માર્ગો પર કેટલીક જગ્યાએ ટ્રાફિક જામ સર્જાયો હતો. આ વખતે લોકોને અપીલ કરવામાં આવી છે કે જો તેઓ સૂર્યગ્રહણ જોવા માંગતા હોય તો તેઓ સુરક્ષિત જગ્યાએ ઉભા રહીને જુએ. કાર ચલાવશો નહીં. સંકેતો પર ધ્યાન આપો. સીટ બેલ્ટ પહેરો.

astrology united states of america national news international news life and style road accident