23 February, 2023 02:44 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)
તમામ 9 ગ્રહ નિશ્ચિત સમયમાં રાશિચક્રમાં પરિવર્તિત થઈ રહ્યાં છે અને અન્ય ગ્રહો સાથે યુતિ બનાવી રહ્યાં છે. આ ગ્રહચક્ર અને તેમની યુતિ કેટલાક શુભ-અશુભ યોગ બનાવે છે. આ સમયે શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં છે. સાથે સાથે સૂર્ય પણ કુંભ રાશિમાં ઉપસ્થિત રહીને શનિ સાથે યુતિ કરી રહ્યો છે. તો બીજી બાજુ ગુરુ અને શુક્ર મીન રાશીમાં યુતિ કરી રહ્યાં છે. મીન ગુરુની જ રાશિ છે. આમ, આ મહત્વપુર્ણ ગ્રહોની સ્થિતિ 5 શુભ યોગ બનાવી રહી છે. 19 ફેબ્રુઆરી 2023થી કેદાર, શંખ, શશ, વરિષ્ઠ અને સર્વાર્થસિદ્ધિ યોગ બની રહ્યાં છે. આવી રીતે પાંચ મહાયોગોનો આ દુર્લભ સંયોગ 700 વર્ષ બાદ બન્યો છે, જે આ ત્રણ રાશિવાળા માટે ખુબ જ શુભ સાબિત થવાનો છે.
પાંચ મહાયોગોનો દુર્લભ સંયોગ ચમકાવશે આ રાશિના લોકોનું ભાગ્ય
મિથુન રાશિ: શનિ, સૂર્ય શુક્ર અને ગુરુ મળીને જે પંચ મહાયોગ બની રહ્યો છે તે મિથુન રાશિના જાતકો માટે ખુબ જ શુભ છે. આ લોકોને કામમાં સફળતા મળશે. બેરોજગાર લોકોને નવી રોજગારી પ્રાપ્ત થશે અને પ્રમોશન-ઈન્ક્રિમેન્ટ મળવાનો પણ શુભ યોગ છે. ધંધો કરતા વ્યવસાયીઓને પણ ફાયદો થશે. કોઈ મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે. આ ઉપરાંત આ જાતકોને ધનલાભ તો છે જ.
ધનુર રાશિ: પંચ મહાયોગ ધનુર રાશિના જાતકોની કિસ્મત ચમકાવશે. આ લોકોના અટકેલા તમામ કામ બની જશે. પરીક્ષા-ઈન્ટરવ્યુમાં સફળતા મળશે. વિદેશ જવાનું સપનું પુરુ થશે. બિઝનેસ કરતા લોકોને મોટા પાયાના ઓર્ડર મળી શકે છે. પ્રૉપર્ટી અથવા કોઈ વાહન ખરીદી શકો છો. ધનુર રાશિના જાતકોના જીવનમાં સુખ-સુવિધાઓ વધશે. પ્રમોશન અને સેલેરી વધવાના પ્રબળ યોગ છે. કોર્ટમાં કોઈ મામલો ચાલી રહ્યો હોય તો તમારી જીત નિશ્ચિત છે.
આ પણ વાંચો: Kemdrum Yog:દુર્ભાગ્યનું પ્રતીક છે કેમદ્રુમ યોગ, જાણો તમારી કુંડળીમાં પણ તો નથી?
કુંભ રાશિ: પંચ મહાયોગ કુંભ રાશિના જાતકો માટે વરદાન સાબિત થઈ શકે છે. કારણ કે કુંભ રાશિમાં સૂર્ય અને શનિની યુતિ બની રહી છે. જેને લીધે મોટાપાયે ધનિક લાભ થવાની પ્રબળ શક્યતા છે. મોટી સંપત્તિ ખરીદવાની પણ તકો છે. કોઈ મોટી સફળતા હાંસિલ થઈ શકે છે. જીવનસાથી સાથે સંબંધ સંતુલન સારુ જળવાશે. ધંધામાં મોટી ભાગીદારી મળી શકે છે. જો કોઈ નવું કામ કરવાનો વિચાર હોય તો આ સમય સારો છે. રાજકારણ સાથે જોડાયેલા લોકો માટે આ સમય ખુબ જ શુભ છે.