New Year 2024 Puja: એક નહીં આટલા શુભ યોગ છે, આખું વર્ષ સુખમય જશે, વર્ષના પ્રથમ દિવસે કરો આ પૂજા

30 December, 2023 09:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

New Year 2024 Puja: 1લી જાન્યુઆરીના રોજ સારા નક્ષત્રોનો શુભ સંયોગ છે થઈ રહ્યો છે. માટે જ આ દિવસે વિશેષ પૂજાનું મહાત્મ્ય રહેલું છે.

પૂજા વિધિની પ્રતીકાત્મક તસવીર

બે જ દિવસની અંદર હવે નવું વર્ષ આવી રહ્યું છે. જો કે વર્ષનો પહેલો દિવસ ખૂબ જ ખાસ હોય છે, પરંતુ તેને વધુ સારો બનાવવા માટે જો આ દિવસે વિશેષ પૂજા (New Year 2024 Puja) કરવામાં આવે તો તેનાથી આખું વર્ષ શુભ બની રહે છે. આ માટે જ કેલેન્ડર મુજબ વર્ષ 2024 એક ખાસ દિવસે શરૂ થવા જઈ રહ્યું છે. પ્રથમ દિવસે એટલે કે 1લી જાન્યુઆરીના રોજ સારા નક્ષત્રોનો શુભ સંયોગ છે થઈ રહ્યો છે. માટે જ આ દિવસે વિશેષ પૂજાનું મહાત્મ્ય રહેલું છે.

આ વર્ષે 1 જાન્યુઆરી 2024ના દિવસે બની રહ્યો છે આ શુભ સંયોગ

પોષ મહિનાના કૃષ્ણ પક્ષની પંચમી તિથિ આ વર્ષે 1 જાન્યુઆરી 2024ના રોજ આવી રહી છે. આ તારીખ 31 ડિસેમ્બર 2023ના રોજ સવારે 11:55 વાગ્યે શરૂ થઈ રહી છે. પંચમી તિથિ 1 જાન્યુઆરી, 2024ના રોજ બપોરે 02:28 વાગ્યે સમાપ્ત થઈ રહી છે. ત્યારબાદ ષષ્ઠી તિથિ શરૂ થઈ જશે. નવા વર્ષની શરૂઆત સોમવારના દિવસે હોવાથી આ દિવસે ભગવાન શિવની પૂજા (New Year 2024 Puja) કરવાનું પણ શુભ માનવામાં આવે છે. 

1 જાન્યુઆરી 2024ના દિવસે કયું મુહૂર્ત સારું છે? સવારે 05.25થી 06.19 સુધી બ્રહ્મ મુહૂર્ત છે. તો બપોરે 12.04થી 12.45 સુધી અભિજિત મુહૂર્ત છે. આ સાથે જ બપોરે 02.08થી 02.49 સુધી વિજય મુહૂર્ત છે. સાંજે 05.32થી 06.00 સુધી સંધિકાળ મુહૂર્ત તો રાત્રે 11.57થી 12.52 સુધી નિશિતા મુહૂર્ત છે. 

1 જાન્યુઆરી 2024ના દિવસે આટલા શુભ યોગ બની રહ્યા છે

સૌ પ્રથમ તો આયુષ્માન યોગ જે 1 જાન્યુઆરી 2024ના દિવસે સવારે 03.31થી 2 જાન્યુઆરી 2024ના સવારે 04.36 સુધી છે. સાથે જ આ વર્ષે તો મેષ રાશિમાં ગુરુ-ચંદ્રનો સંયોગ ગજકેસરી યોગ બનાવશે. સાથે જ લક્ષ્મી નારાયણ યોગ હોઇ આ દિવસે શુક્ર-બુધ વૃશ્ચિક રાશિમાં રહેશે, આ દિવસે સૂર્ય-મંગળ ધનુ રાશિમાં એકસાથે રહેશે, જેના કારણે આદિત્ય મંગલ યોગ (New Year 2024 Puja) બનશે.  

આખું વર્ષ સારું જાય એ માટે આ પૂજા કરજો  

1 જાન્યુઆરી, 2024ના રોજ સૌ પ્રથમ સૂર્યોદય પહેલા સ્નાન કરીને સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. તેમ જ  ઘરના મુખ્ય દ્વાર પર દેવી લક્ષ્મીના પગના નિશાન બનાવવા (New Year 2024 Puja) જોઈએ. આ સાથે જ શનિદેવની કૃપા મેળવવા માટે આ દિવસે મુખ્ય દ્વાર પર ઘોડાની નાળ મૂકવી પણ શુભ માનવામાં આવે છે.આ વર્ષે તો વર્ષના પહેલા દિવસે સોમવાર આવી રહ્યો હોવાથી સોમવાર અભિષેક માટે વિશેષ માનવામાં આવે છે. વર્ષના પ્રથમ દિવસે ઘરમાં બિલીપત્રનો છોડ લગાવવો શુભ (New Year 2024 Puja) માનવામાં આવે છે. આ છોડ ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સંપત્તિ લાવે છે.

culture news hinduism life and style new year