Margashirsha Amavasya 2023: આજે વર્ષની છેલ્લી અમવસ્યા, પિતૃદોષમાંથી મુક્તિ માટે કરો આ ઉપાય

12 December, 2023 09:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Margashirsha Amavasya: આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું મહાત્મ્ય હોય છે. આ દિવસે ખાસ તો દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવતી હોય છે.

પૂજા વિધિની પ્રતીકાત્મક તસવીર

માર્ગશીર્ષ અમાવસ્યા (Margashirsha Amavasya 2023) માર્ગશીર્ષ મહિનાના કૃષ્ણ પક્ષની અમાવાસ્યાના દિવસે આવતી હોય છે. આમ તો આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું મહાત્મ્ય હોય છે. આ દિવસે ખાસ તો દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવતી હોય છે. આ વખતે માર્ગશીર્ષ અમાવસ્યા 12 ડિસેમ્બર, મંગળવારે ઉજવવામાં આવનાર છે. જે આ વર્ષની છેલ્લી અમાવસ્યા છે. આ દિવસ મંગળવારે આવે છે તેનું એક કારણ ભૌમવતી અમાવસ્યા પણ છે.

મંગળવારને આમ તો ભૌમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે આ વર્ષે આ અમવસ્યા (Margashirsha Amavasya 2023) પર પૂર્વજોની આત્માને શાંતિ મળે અને પિતૃદોષમાંથી મુક્તિ મળે તે માટે હનુમાનજીની પણ પૂજા કરવામાં આવશે.

માર્ગશીર્ષ અમાવસ્યાને દિવસે પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા શું કરશો?

નદીઓમાં સ્નાન કરવું: માર્ગશીર્ષ અમાવસ્યા (Margashirsha Amavasya 2023)ના દિવસે દેવી લક્ષ્મીની પૂજા સાથે જ આ વર્ષે મંગળવાર હોવાથી હનુમાનની પણ વિશેષ પૂજા-અર્ચના કરવી જોઈએ. આજના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ. ભગવાન સૂર્યને અર્ઘ્ય અર્પિત કરવાનું પણ મહાત્મ્ય હોય છે.

પિતૃઓને જળ અર્પિત કરો: હિન્દુ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર અમાવસ્યા તિથિ પર નદીમાં સ્નાન કર્યા બાદ પિતૃઓને પણ જળ અર્પણ કરવાનો મહિમા છે. આજના દિવસે પૂર્વજોને યાદ કરીને, કાળા તલવાળું પાણીથી પિતૃઓને તર્પણ અર્પણ કરવું જોઈએ. આરીતે પિતૃઓની પ્રસન્નતા પણ પ્રાપ્ત કરી શકાય છે.

શ્રાદ્ધ કરોઃ આજના દિવસે પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે ત્રિપિંડી પ્રકારનું શ્રાદ્ધ પણ કરી શકાય છે. અને જો આ શ્રાદ્ધ યોગ્ય રીતે કરવામાં આવે તો ત્રણ પેઢીના પિતૃઓ સુખી થાય છે, એવું કહેવામાં આવે છે. આજના દિવસે પિતૃઓના આશીર્વાદથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે.

અભિષેક અને હવન કરો: કાલસર્પ દોષથી છુટકારો મેળવવા માટે માર્ગશીર્ષ અમાવસ્યા (Margashirsha Amavasya 2023) પર ચાંદીના સર્પની જોડી પાણીમાં તરતા મૂકી શકાય છે. આ દિવસે શિવલિંગનો અભિષેક અને હવન પણ કરવામાં આવે છે. આ ધાર્મિક વિધિમાં પૂર્વજો માટે ભોજન તૈયાર કરવામાં આવે છે. આ ખોરાક પછી કાગડા, ગાય, કૂતરા, કીડી અને અન્ય જીવને આપવામાં આવે છે. માન્યતાઓ અનુસાર આ વિધિ દ્વારા પૂર્વજોની કૃપા પ્રાપ્ત થાય છે.

આજના દિવસે કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ?

આ અમાવસ્યા તિથિ (Margashirsha Amavasya 2023) પૂર્વજોને માટે હોય છે. આ દિવસે ભૂલથી પણ દારૂ, માંસ વગેરેનું સેવન ન કરવું જોઈએ. જેના કારણે પિતૃદોષ થાય છે. આ સાથે જ આ અમાવસ્યા પર વાળ ધોવા અશુભ માનવામાં આવે છે. આ દિવસે બીજાના ઘરે ભોજન ન કરવું. મનમાં ખરાબ વિચારો ન લાવવા જોઈએ. તેમ જ ક્રોધથી બચવું જોઈએ. આજના દિવસોએ નિર્જન સ્થળોએ ન જવાની સલાહ પણ આપવામાં આવે છે.

hinduism festivals astrology life and style culture news