Mahashivratri 2024: 8 કે 9 માર્ચ? આ વર્ષે શિવરાત્રિનું ડમરું ક્યારે વાગશે?

26 February, 2024 09:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mahashivratri 2024:આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા અને ભગવાનના 12 જ્યોતિર્લિંગનું પણ પ્રાગટ્ય થયું હતું. 

ભગવાન મહાદેવની ફાઇલ તસવીર

હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રી (Mahashivratri 2024)ના તહેવારનું ખૂબ જ મહત્વ રહેલું છે. ન માત્ર શિવ ભક્તો પરંતુ તમામ લોકો આ દિવસની આતુરતાથી રાહ જોતાં હોય છે. શિવરાત્રીના પાવન દિવસે ભક્તો ઉપવાસ કરતાં હોય છે તો વળી ભોલેનાથની પૂજાનું પણ મહત્વ રહેલું છે. 

આ વર્ષે ક્યારે છે મહાશિવરાત્રિ? 

આ વર્ષે મહાશિવરાત્રી (Mahashivratri 2024) માટે લોકોમાં કન્ફ્યુઝન છે. શું 8મી માર્ચ કે 9મી માર્ચ કઈ તારીખે મહાશિવરાત્રીનો તહેવાર ઉજવાશે? એ બાબતને લઈને લોકોમાં મૂંઝવણ છે. પરંતુ તમને જણાવી દઈએ કે આ વર્ષે ભોલેનાથને ભજવા માટેની મહાશિવરાત્રિ ૮મી માર્ચે ઉજવાશે. હિંદુ કેલેન્ડર મુજબ મહાશિવરાત્રી ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તારીખે આવતી હોય છે.

શું છે આ દિવસનું પૌરાણિક મહત્વ?

તમને જણાવી દઈએ કે મહાશિવરાત્રીના પાવન દિવસે એવું કહેવાય છે કે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. આ સાથે જ એવું પણ કહેવાય છે કે મહાશિવરાત્રીના દિવસે ભગવાનના 12 જ્યોતિર્લિંગનું પણ પ્રાગટ્ય થયું હતું. 
 
આ એ જ દિવસ (Mahashivratri 2024) છે જ્યારે કઠોર તપસ્યાના ફળ સ્વરૂપે માતા પાર્વતીએ ભગવાન શિવને તેમના પતિ તરીકે પ્રાપ્ત કર્યા હતા. આ દિવસે પરિણીત મહિલાઓ અખંડ સૌભાગ્ય માટે વિશેષ વ્રત રાખતી હોય છે.

શું છે મહાશિવરાત્રીનું આ વર્ષનું શુભ મુહૂર્ત?

આ વર્ષે મહાશિવરાત્રિની ચતુર્દશી 8 માર્ચના રોજ આવી રહી છે ત્યારે તમને જણાવી દઈએ કે રાત્રે 9.57 વાગ્યે આ તિથી શરૂ થવાની છે અને તિથિ સાંજે 6.17 વાગ્યે સમાપ્ત થશે. ઉદય તિથિ અનુસાર મહાશિવરાત્રી 8 માર્ચે જ ઉજવવામાં આવશે. મહાશિવરાત્રીની પૂજા નિશિતા કાળમાં થશે. 

ક્યારે કરશો પૂજા?

મોટેભાગે મહાશિવરાત્રિ (Mahashivratri 2024)ના દિવસે પૂજા માટે ઉદય તિથીને ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. આ વર્ષે 8 માર્ચના રોજ સાંજે 06:25થી 09:28 સુધી પૂજાનો શુભ યોગ છે.

કઈ રીતે કરશો પૂજા?

ભોલેનાથની અસીમ કૃપા પ્રાપ્ત કરવા માટે મહાશિવરાત્રિના દિવસે સવારે સૌપ્રથમ સ્નાન આદિ ક્રિયાઓ કરીને ભગવાન શિવની સામે પૂર્ણ ભક્તિભાવથી ઉપવાસનો સંકલ્પ કરવો. ત્યારબાદ શુભ સમય અનુસાર પૂજા કરવી. સૌ પ્રથમ ભગવાન શિવને પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ. તેમ જ તેમાં કેસર મિશ્રિત જળ અર્પણ કરી શકાય છે. આ સાથે જ દીવો પણ પ્રજ્વલિત કરવો જોઈએ. 

બિલીપત્ર, ભાંગ, ધતુરો એ ભગવાન શંકરને ગમતી વસ્તુઓ છે. ત્રણ સોપારી, શણ, ધતુરો, જાયફળ, કમળના પાન, ફળ, મીઠાઈ, મીઠા પાન વગેરે પણ અર્પણ કરી શકાય છે.

શું છે પારણાનો સમય?

તમને જણાવી દઈએ કે પારણા કરવાનો શુભ સમય મહાશિવરાત્રી (Mahashivratri 2024)ના દિવસે 9 માર્ચે સાંજે 6:44થી 6:18 સુધીનો રહેશે.

astrology hinduism culture news life and style festivals