02 January, 2024 07:20 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પિતૃતર્પણ માટેની પ્રતીકાત્મક તસવીર
Magh Amas aka Mauni Amavasya 2024: માન્યતા પ્રમાણે અમાસને દિવસે પિતૃતર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસ સ્નાન-દાનનો વિશેષ મહિમા અને મહત્વ હોય છે.
હિંદૂ ધર્મમાં અમાસનું ખાસ ધાર્મિક મહત્ત્વ હોય છે. માન્યતા છે કે અમાસના દિવસે દાન-સ્નાન કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે અને ઘર-પરિવાર પર પોતાની કૃપા દ્રષ્ટિ જાળવી રાખે છે. જો ઘરમાં પિતૃદોષ છે તો તેમાંથી છૂટવા માટે પણ અમાસના દિવસે પૂજા કરી શકાય છે. આ દિવસે પૂજા-અર્ચના કરવાથી અને દાન-સ્નાન કરવાથી ઘરમાં આનંદ આવે છે. માઘ (મહા) મહિનામાં પડનારી મૌની અમાસ (Mauni Amavasya) અને માઘી અમાવસ્યા પણ કહેવાય છે. આ અમાસના દિવસે શિવ અને ભગવાન વિષ્ણુનું પૂજન કરવું ખૂબ જ શુભ હોય છે. મૌની અમાસના દિવસે માન્યતા પ્રમાણે ઋષિ મનુનો જન્મ થયો હતો. માનવામાં આવે છે કે આ દિવસે મૌન રહીને ઈશ્વરની આરાધના કરવી ખૂબ જ શુભ હોય છે. જાણો આ વર્ષે મૌની અમાસ કયા દિવસે છે. (Magh Amas aka Mauni Amavasya 2024)
વર્ષ 2024માં ક્યારે છે મૌની અમાસ?
Magh Amas aka Mauni Amavasya 2024: પંચાંગ પ્રમાણે, વર્ષ 2024માં 10 માર્ચના રોજ, રવિવાર મૌની અમાસ છે. આ કારણે 10 તારીખે મૌની અમાસ ઉજવવામાં આવશે. મૌની અમાસને દિવસે ઉપવાસ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે માન્યતા પ્રમાણે ઋષિ-મુનિ મૌન વ્રત પણ રાખે છે. આ દિવસે સવારે પવિત્ર નદીઓનું સ્નાન કરવું શુભ માનવામાં આવે છે. જે લોકો નદીમાં સ્નાન કરવામાં અસમર્થ હોય છે તે બાલ્દીમાં પવિત્ર નદીઓનું પાણી નાખીને સ્નાન કરી શકે છે. સ્નાન પછી સ્વચ્છ કપડા પહેરવામાં આવે. અમાસના દિવસે તલ, તલના લાડુ, તલનું તેલ, વસ્ત્ર અને આમળા દાનમાં આપવા શુભ માનવામાં આવે છે. આ દિવસે પિતૃઓને અર્ધ્ય આપવામાં આવે છે અને પિતૃ તર્પણ કરવું શુભ હોય છે.
નોંધનીય છે કે શનિના અશુભ હોવાથી જ્યાં વ્યક્તિને જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, તો શુભ હોવા પર જીવન સુખમય થઈ જાય છે. આ સમયે શનિદેવ શતભિષા નક્ષત્રમાં છે.
જ્યોતિષમાં શનિદેવને વિશેષ સ્થાન પ્રાપ્ત થયેલ છે. શનિદેવને પાપી ગ્રહ કહેવામાં આવે છે. શનિના અશુભ પ્રભાવથી દરેક ભયભીત થઈ જાય છે. શનિના અશુભ હોવા પર જ્યાં વ્યક્તિને જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, તો શુભ હોવાથી જીવન સુખમય થઈ જાય છે. આ સમયે શનિદેવ શતભિષા નક્ષત્રમાં છે. શનિદેવ 3 મહિના પછી પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. શનિદેવના નક્ષત્ર પરિવર્તન કરતા જ કેટલીક રાશિના જાતકોનો ભાગ્યો થવાનું નક્કી છે. તો જાણો, શનિના નક્ષત્ર પરિવર્તનથી કઈ રાશિના જાતકોને થશે મહાલાભ.