Mauni Amavasya 2024: આજે છે મૌની અમાસ, જાણો મૂહુર્ત, મહત્ત્વ અને ઉપાય

09 February, 2024 10:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mauni Amavasya 2024: મૌની અમાસના દિવસે લોકો પવિત્ર નદીમાં આસ્થાની ડૂબકીઓ લગાડે છે. શાસ્ત્રોમાં આ દિવસે મૌન રહીને દાન અને સ્નાન કરવાનું ખાસ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે.

મૌની અમાવસ્યા માટેની પ્રતીકાત્મક તસવીર

Mauni Amavasya 2024: મૌની અમાસના દિવસે લોકો પવિત્ર નદીમાં આસ્થાની ડૂબકીઓ લગાડે છે. શાસ્ત્રોમાં આ દિવસે મૌન રહીને દાન અને સ્નાન કરવાનું ખાસ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. માન્યતા છે કે આ દિવસે કોઈ પવિત્ર નદીમાં સ્નાન બાદ દાન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

Mauni Amavasya 2024: પોષ મહિનાના કૃષ્ણ પક્ષની અમાસને મૌની અમાસ અથવા પોષી અમાસ કહેવામાં આવે છે. મૌની અમાસના દિવસે લોકો પવિત્ર નદીમાં ડૂબકી લગાડે છે. શાસ્ત્રોમાં આ દિવસે મૌન રહીને દાન અને સ્નાન કરવાનું ખાસ મહત્ત્વ કહેવામાં આવ્યું છે. માન્યતા છે કે આ દિવસે કોઈ પવિત્ર નદીમાં સ્નાન બાદ દાન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે કરવામાં આવેલા દાન-પુષ્ણ અને પૂજનથી અન્ય દિવસોની તુલનામાં હજારો ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે અને ગ્રહ દોષોના પ્રભાવ પણ ઘટે છે. આ દિવસે પ્રાતઃ સ્નાન બાદ સૂર્યને દૂધ, તલથી અર્ધ્ય આપવું પણ ખાસ લાભદાયક નીવડે છે. આ વર્ષે મૌની અમાસ 9 ફેબ્રુઆરીના છે. એવામાં જાણો મૌની અમાસનું મહત્ત્વ અને ઉપાય...

મૌની અમાવસ્યા ક્યારે છે?
હિંદુ કેલેન્ડર મુજબ, આ વર્ષે પોષ મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિ 9 ફેબ્રુઆરીના રોજ સવારે 8.02 વાગ્યાથી શરૂ થશે. તે બીજા દિવસે એટલે કે 10મી ફેબ્રુઆરીના રોજ સવારે 4.28 કલાકે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં આ વર્ષે મૌની અમાવસ્યા 9 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. (Mauni Amavasya 2024)

મૌની અમાવસ્યાનું મહત્વ
મૌની અમાવસ્યા તમામ અમાવસ્યા તિથિઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. મૌની અમાવસ્યાના દિવસે મૌન રહેવું ખૂબ જ શુભ છે. આ દિવસે સવારે પવિત્ર નદીમાં સ્નાન કરો. જે લોકો કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરી શકતા નથી તેઓ ગંગા જળને પાણીમાં ભેળવીને ઘરે સ્નાન કરી શકે છે.

આ સિવાય અમાવસ્યાના દિવસે તલ, તલના લાડુ, તલનું તેલ, કપડાં અને આમળાનું દાન કરવું શુભ માનવામાં આવે છે. તેમજ આ દિવસે પિતૃઓને અર્ઘ્ય અર્પણ કરવું અને પિતૃ તર્પણ કરવું શુભ છે.

આ ઉપાયો કરો
શાસ્ત્રો અનુસાર મૌની અમાવસ્યા પર 11 લવિંગ અને કપૂરથી હવન કરો. ત્યારબાદ કનકધારા સ્તોત્રનો પાઠ કરો. તેનાથી આર્થિક તંગી દૂર થાય છે. આ ઉપરાંત લોનમાં આપેલા પૈસા પણ જલ્દી પરત મળી જાય છે.

આ સિવાય રાત્રે નદીમાં 5 લાલ ગુલાબ અને 5 પ્રગટાવેલા દીવાઓ તરતા મૂકવા. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી કૃપાળુ રહે છે.

નોંધનીય છે કે મહાશિવરાત્રી હિંદુ ધર્મમાં સૌથી શુભ તહેવારોમાંનો એક છે. આ મહાન તહેવાર શિવ અને શક્તિનું પ્રતીક છે અને ભોળાનાથના ભક્તો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. હિંદુ પંચાંગ પ્રમાણે મહાશિવરાત્રિ દર વર્ષે માઘ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિના ઉજવવામાં આવે છે.

આ દિવસે શિવભક્તો મંદિરોમાં જાય છે અને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરે છે અને મંત્રોચ્ચાર કરે છે. આ સાથે ભક્તો પણ આ દિવસે વ્રત રાખે છે અને ભગવાન શિવના આશીર્વાદ માટે પ્રાર્થના કરે છે. પરંતુ આ વર્ષે મહાશિવરાત્રીની તારીખને લઈને લોકોમાં મૂંઝવણ છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ આ વર્ષે મહાશિવરાત્રી ક્યારે ઉજવવામાં આવશે, પૂજાનો શુભ સમય પણ જાણી લો.

astrology