દેવ ઊઠી એકાદશીના દિવસે તુલસી વિવાહ પણ થાય છે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
હિંદુ ધર્મમાં દેવ ઊઠી એકાદશી (Dev Uthani Ekadashi)નું વિશેષ મહત્વ છે. હિંદુ કેલેન્ડર મુજબ કારતક માસના શુક્લ પક્ષની એકાદશીને દેવ ઊઠી એકાદશી કહેવામાં આવે છે. તેને પ્રબોધિની અથવા દેવોત્થાન એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે.
દેવ ઊઠી એકાદશીના દિવસથી જ ચાતુર્માસ સમાપ્ત થશે અને શુભ કાર્યનો પ્રારંભ થશે. શાસ્ત્રો અનુસાર, દેવ ઊઠી એકાદશીના દિવસે બ્રહ્માંડના સર્જક ભગવાન વિષ્ણુ ચાર મહિના પછી યોગ નિદ્રામાંથી જાગે છે અને ફરીથી સૃષ્ટિની જવાબદારી સંભાળે છે. આ દિવસે ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીના વિવાહ થાય છે. આ વર્ષે દેવ ઊઠી એકાદશી ચાર નવેમ્બર ૨૦૨૨ના રોજ છે.
આ પણ વાંચો : જીવનને અજવાળવા માટે યોગથી શ્રેષ્ઠ શું હોઈ શકે!
એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા વિધિ પ્રમાણે કરવામાં આવે છે. અહીં જાણી લો દેવ ઊઠી એકાદશી વ્રતના દિવસે શું કરવું અને શું નહીં…
દેવ ઊઠી એકાદશીના દિવસે નહીં કરતા આ કામ
- તુલસીના પાન ન તોડવા - ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીના લગ્ન દેવ ઊઠી એકાદશીના દિવસે થાય છે. તેથી આ દિવસે તુલસીના પાન તોડવાની મનાઈ છે.
- તામસિક વસ્તુઓનું સેવન ન કરવું - એકાદશીના દિવસે સાત્વિક આહાર લેવો જોઈએ. જો તમે ઉપવાસ નથી કરતા, તો તમારે આ દિવસે સાદું ભોજન લેવું જોઈએ. આ દિવસે માંસ, દારૂ વગેરેનું સેવન ન કરવું જોઈએ.
- ચોખાનું સેવન ન કરવું – એકાદશીના દિવસે ચોખાનું સેવન ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે, એકાદશીના દિવસે ચોખાનું સેવન કરવાથી વ્યક્તિને આગલા જન્મમાં વિસર્પી પ્રાણીની યોનિ મળે છે.
- વાદ-વિવાદ ટાળવો – એકાદશીના દિવસે કોઈની પણ સાથે વાદ-વિવાદ ટાળવો જોઈએ. એવું કહેવાય છે કે, આ દિવસે વાદ-વિવાદ કરવાને કારણે મા લક્ષ્મી ક્રોધિત થાય છે.
- કોઈનું અપમાન ન કરો - એકાદશીના દિવસે કોઈનું અપમાન ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે, એકાદશીના દિવસે અપમાન કરવાથી લક્ષ્મી દેવી નારાજ થાય છે.
આ પણ વાંચો : Vastu Tips: ઘરમાં જમવી વખતે ખાસ ન કરવી આ ભૂલ, નાખી શકે છે મુશ્કેલીમાં
દેવ ઊઠી એકાદશીના દિવસે જરુર કરજો આટલું
- એકાદશીના દિવસે દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે.
- એકાદશીના દિવસે શક્ય હોય તો ગંગામાં સ્નાન કરવું જોઈએ.
- લગ્ન સંબંધી બાધાઓ દૂર કરવા માટે એકાદશીના દિવસે કેસર, કેળા અથવા હળદરનું દાન કરો.
- એકાદશીનું વ્રત કરવાથી ધન, સન્માન અને સંતાન સુખની સાથે મનવાંછિત ફળ મળે છે તેવું માનવામાં આવે છે.
- કહેવાય છે કે, એકાદશીનું વ્રત કરવાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે.