Kharmas 2023: ક્યારથી શરૂ થાય છે કમુરતા, આ ક્રિયા કરવાથી ભગવાન સૂર્ય થશે પ્રસન્ન

14 December, 2023 09:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Kharmas 2023: 16મી ડિસેમ્બરથી 14મી જાન્યુઆરી સુધી તમામ શુભ કાર્યો ન કરવા જોઈએ. આ સાથે જ જાણી લો કે 15મી જાન્યુઆરીથી શુભ કાર્યોની શરૂઆત કરવામાં આવશે

આરાધનાની પ્રતીકાત્મક તસવીર

શાસ્ત્રો અનુસાર ખરમાસ (Kharmas 2023)ના સમયગાળા દરમિયાન લગ્ન, ગૃહસ્થતા અને નવા શરૂઆતના શુભ કામ કરવામાં આવતા હોતા નથી. માટે જ 16મી ડિસેમ્બરથી 14મી જાન્યુઆરી સુધી તમામ શુભ કાર્યો ન કરવા જોઈએ. આ સાથે જ જાણી લો કે 15મી જાન્યુઆરીથી શુભ કાર્યોની શરૂઆત કરવામાં આવશે. ધનુરાશિમાં સૂર્યનો સમયગાળો ખરમાસ કહેવાય છે.

દેવોત્થાન એકાદશીથી શરૂ થયેલ લગ્નનું શુભ મુહૂર્ત અને શુભ કાર્યો 15મી ડિસેમ્બર સુધી ચાલવાના છે., તેમ જ પંચાંગ અનુસાર 16 ડિસેમ્બરે, સૂર્ય ગુરુની ધનુ રાશિમાં પ્રવેશ કરશે અને 14 જાન્યુઆરી સુધી આ રાશિમાં સક્રિય રહેશે. ધનુરાશિમાં સૂર્યનો સમયગાળો ખરમાસ તરીકે ઓળખાય છે. 

શું છે ખરમાસ પાછળ રહેલી પૌરાણિક માન્યતા?

માર્કંડેય પુરાણ અનુસાર સૂર્ય સાત ઘોડાઓ સાથે રથમાં બેસીને બ્રહ્માંડની યાત્રા કરતો હોય છે. પણ પરિક્રમા દરમિયાન સૂર્યને એક ક્ષણ માટે પણ થોભવાનો કે ધીમો પાડવાનું હોતું નથી. પરંતુ સતત મુસાફરીને કારણે સૂર્યના સાત ઘોડા થાકી જાય છે અને હેમંત ઋતુમાં તળાવની પાસે રોકાઈ જાય છે, જેથી ઘોડાઓ પાણી પી શકે. 

ત્યાં જ સૂર્યને પોતાનું કર્તવ્ય યાદ આવી ગયું કે માંરે તો ઘોડો અટકે તો પણ યાત્રા રોકવાની નથી. જો યાત્રા થોભી જાય તો સૃષ્ટિ પર સંકટ આવે એમ્ હતું. માટે જ ભગવાન સુર્ય તળાવની પાસે ઉભેલા બે ગધેડાને રથ સાથે જોડીને યાત્રા ચાલુ રાખે છે.

પણ પછી થાય છે એવું કે ગધેડા આખા મહિનામાં તેમની ધીમી ગતિએ સમગ્ર બ્રહ્માંડમાં યાત્રા કરે છે. આ કારણે સૂર્યનું તેજ ખૂબ જ નબળું પડી જાય છે. આ મહિનામાં સૂર્યપ્રકાશ પણ ઓછો દેખાય છે. પછી મકરસંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાન ફરીથી તેમના સાત ઘોડાઓને રથમાં બેસાડીને તેમની યાત્રા શરૂ કરે છે અને ખરમાસ (Kharmas 2023) પૂરો થતાં જ શુભ કાર્યક્રમો શરૂ થાય છે.

ખરમાસમાં આખરે કયા કાર્યો કરવા જોઈએ?

આ દિવસે ધ્યાન રહે કે દરરોજ સવારે ઉઠીને સૂર્યદેવની પૂજા કરવી જોઈએ. આ સાથે જ સૂર્યદેવને અર્ઘ્ય પણ અર્પણ કરાવવામાં આવે છે. તેમ જ આ ખરમાસ (Kharmas 2023)માં જપ, તપ અને દાનનું પણ મહત્વ હિન્દુ શસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું છે. બીજા કોઈ શુભ કાર્યો ન કરવાના હોઈ આ મહિનામાં ગાય, ગુરુ, બ્રાહ્મણની સેવા કરવી જોઈએ. તેમ જ ખરમાસમાં કોઈ પવિત્ર તીર્થ સ્થળ કે જાત્રા સ્થળની પણ મુલાકાત લેવી જોઈએ.

ખરમાસ એકવાર બેસી જાય પછી કોઈ જ શુભ કાર્ય જેમ કે લગ્ન, મુંડન, જનોઈ, ગૃહ પ્રવેશ વગેરે કરવામાં આવશે નહીં. કારણ કે આ સમયગાળા દરમિયાન કોઈ શુભ મુહૂર્ત હોતું નથી. જો તમે કોઈ નવું કામ શરૂ કરવું હોય તો ખરમાસ (Kharmas 2023) પહેલા જ પૂર્ણ કરી લેવું જોઈએ.

hinduism festivals culture news astrology