Narak Chaturdashi: આર્થિક તંગીથી છો પરેશાન, તો કાળી ચૌદશે કરો આ ઉપાયો

17 October, 2022 07:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

નરક ચતુર્દશીના દિવસે લક્ષ્મીજી તેલમાં નિવાસ કરે છે. તે દિવસે શરીરમાં તેલ લગાડવાથી આર્થિક રૂપે સંપન્નતા મળે છે. જે લોકો આર્થિક તંગીથી પરેશાન છે તેમણે આ દિવસે તેલ શરીર પર ચોક્કસ લગાડવું જોઈએ. આથી પૈસા આવવા માંડે છે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : આઇસ્ટૉક

નરક ચતુર્દશી (Narak Chaturdashi) જેને કાળી ચૌદશ પણ કહેવામાં આવે છે. ટૂંક સમયમાં જ દિવાળીનો (Diwali) તહેવાર આવી રહ્યો છે. આ વખતે 24 ઑક્ટોબરના રોજ કાળી ચૌદશ (નરક ચતુર્દશી) અને દિવાળી (Diwali - Laxmi Pujan) (લક્ષ્મી પૂજન) બન્નેના મૂહુર્ત અને ચોઘડિયા છે. નરકનો અર્થ મલિનતા છે જેને દૂર કરવું આ તહેવારનો મૂળ લક્ષ્ય છે. ઘરની નાલી નજીક ગંદકી હોય છે આથી નાલીના કિનારે દીવો પ્રજ્વલિત કરવાની રીત છે. નરક ચતુર્દશીના અવસરે કયા દેવતાની પૂજા કરવાની હોય છે આ વિશે ચિંતન ચોક્કસ કરવું જોઈએ. નરક ચતુર્દશીના દિવસે લક્ષ્મીજી તેલમાં નિવાસ કરે છે. તે દિવસે શરીરમાં તેલ લગાડવાથી આર્થિક રૂપે સંપન્નતા મળે છે. જે લોકો આર્થિક તંગીથી પરેશાન છે તેમણે આ દિવસે તેલ શરીર પર ચોક્કસ લગાડવું જોઈએ. આથી પૈસા આવવા માંડે છે.

નરક ચતુર્દશીને લઈને માન્યતાઓ
નરક ચતુર્દશીને લઈને અનેક માન્યતાઓ છે. એક માન્યતા પ્રમાણે આ દિવસે રામ ભક્ત હનુમાનજીનો જન્મ થયો હતો. આ દિવસે હનુમાનજીની આરાધના કરવામાં આવે છે. આ દિવસે જો 100 હનુમાન ચાલીસાનો પાઠ આખા પરિવાર સાથે બેસીને કરે છે તેના પરિવારમાંથી દુઃખનો અંત થઈ જાય છે. ગોસ્વામી તુલસીદાસે હનુમાન ચાલીસામાં જો સતબાર પાઠ કરે કોઈ, છૂટહિ બંદિ મહા સુખ હોઈ, લખ્યું પણ છે. કહેવામાં આવે છે કે દીવાળીના દિવસે જ લંકા પર વિજય મેળવીને ભગવાન શ્રીરામ, લક્ષ્મણ અને સીતા માતા સાથે અયોધ્યા આવ્યા હતા. આ સૂચના બાદ લોકો દીપોત્સવ કરવા માંડ્યા હતા. હનુમાન જયંતી સિવાય આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણે નરકાસુર નામના રાક્ષસનો વધ કર્યો. આ કારણે આ દિવસને નરક ચતુર્દશી તરીકે ઉજવવામાં આવે છે.

આ પણ વાંચો : છત્તીસગઢ: માટીના દીવા બનાવીને માર્કેટમાં મૂક્યા, પણ ખરીદનાર નથી, છલકાયું દુઃખ

નરક ચતુર્દશી ઉપાય
નરક ચતુર્દશીનું મહત્વ અન્ય એક દેવતાને પણ પૂજવામાં છે. તે દેવતા છે સૂર્ય પુત્ર યમ. જેમનું નામ સાંભળીને જ વ્યક્તિના મનમાં ભયનો માહોલ સર્જાય છે. યમને પ્રસન્ન કરવાથી વ્યક્તિનું અકાળ મૃત્યુ થતું નથી. તેમના નામે ઘરના દક્ષિણમાં ચોમુખ દીવડો પ્રગટાવવામાં આવે છે. નરક ચતુર્દશી કે કાળી ચૌદશના દિવસે પ્રાતઃકકાળે હાથીને શેરડી કે ગળ્યું (ગોળ) ખવડાવવાથી જીવનની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે.

astrology diwali national news