Gita Jayanti 2023: મોક્ષદા એકાદશી પર કરો આ ખાસ વિધિ, મળશે સફળતા

22 December, 2023 06:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મોક્ષદા એકાદશી (Gita Jayanti 2023)ના દિવસે સવારે વહેલા ઊઠી સ્નાન કરો, સ્વચ્છ વસ્ત્રો પહેરો અને વ્રતની પ્રતિજ્ઞા લો. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ અને ભગવાન કૃષ્ણની પૂજા કરવામાં આવે છે

પ્રતીકાત્મક તસવીર

આવતી કાલે એટલે કે 23મી ડિસેમ્બરે મોક્ષદા એકાદશી (Gita Jayanti 2023) વ્રત મનાવવામાં આવી રહ્યું છે. હિંદુ કેલેન્ડર મુજબ, મોક્ષદા એકાદશી માર્ગશીર્ષ શુક્લ એકાદશી પર આવે છે. આ એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. મોક્ષદા એકાદશી (Gita Jayanti 2023) એટલે મોહનો નાશ કરનાર એકાદશી. આ દિવસને મોક્ષ પ્રાપ્તિનો દિવસ પણ કહેવાય છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું. તેથી જ તેને ગીતા જયંતી પણ કહેવામાં આવે છે. આ દિવસે વ્યક્તિ પૂજા દ્વારા મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. આ દિવસે દાનનું ફળ અનંત કાળમાં મળે છે.

મોક્ષદા એકાદશીની પૂજા પદ્ધતિ

મોક્ષદા એકાદશી (Gita Jayanti 2023)ના દિવસે સવારે વહેલા ઊઠી સ્નાન કરો, સ્વચ્છ વસ્ત્રો પહેરો અને વ્રતની પ્રતિજ્ઞા લો. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ અને ભગવાન કૃષ્ણની પૂજા કરવામાં આવે છે. આ દિવસે એક પીળા કપડા પર એક પીળું કપડું પાથરીને ભગવાન વિષ્ણુ અને કૃષ્ણની સ્થાપના કરો. સાથે જ લાલ કે પીળા કપડામાં લપેટી ગીતાની નવી પ્રતિમાં સ્થાપિત કરો. હવે ફળ, મીઠાઈ અને પંચામૃત ચઢાવો અને શ્રી કૃષ્ણના મંત્રોનો જાપ કરો. અંતે તમારી મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરો.

મોક્ષદા એકાદશીનો શુભ સમય

હિંદુ કેલેન્ડર મુજબ, મોક્ષદા એકાદશી આ વખતે 23મી ડિસેમ્બર એટલે કે આવતી કાલે ઊજવવામાં આવશે. એકાદશી તિથિ 23મી ડિસેમ્બરે એટલે કે આજે સવારે 8:16 વાગ્યે શરૂ થશે અને 24મી ડિસેમ્બરે સવારે 7:11 વાગ્યે તિથિ સમાપ્ત થશે. આ વખતે મોક્ષદા એકાદશીનું પારણા બપોરે 1:22થી 3:26 સુધી રહેશે.

મોક્ષદા એકાદશીનો ઉપાય

  1. જો તમે મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માગો છો તો આ દિવસે પીળી વસ્તુઓનું દાન કરો. આ સિવાય જો તમે બ્રાહ્મણને પીળા રંગના કપડા દાન કરો છો તો તે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. આ સાથે તમારી મનોકામનાઓ પૂર્ણ થશે.
  2. મોક્ષદા એકાદશીના દિવસે પીપળાના ઝાડને જળ અર્પણ કરો. ભગવાન વિષ્ણુને પીપળમાં નિવાસ માનવામાં આવે છે. આ દેવાથી રાહત આપે છે અને નાણાકીય સ્થિતિમાં સુધારો કરે છે.

મોક્ષદા એકાદશીનું મહત્ત્વ

પૌરાણિક ગ્રંથોમાં મોક્ષદા એકાદશીને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે તુલસી મંજરી, ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરેથી ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવાથી અને વ્રત રાખવાથી વ્યક્તિના તમામ પાપ અને મહાપાપનો નાશ થાય છે. આ સિવાય જે કોઈ આ દિવસે વ્રત અને પૂજા કરે છે તેના પિતૃઓ અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે. આ એકાદશી માત્ર મુક્તિનો દિવસ નથી પણ આ દિવસે વ્યક્તિની તમામ મનોકામનાઓ ચોક્કસથી પૂર્ણ થાય છે.

astrology life and style