06 September, 2024 09:21 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પંડાલમાં ગણેશ બિરાજમાન
આવતીકાલે દેશભરમાં આપના લાડકા બાપ્પાનું સ્વાગત થવા જઈ રહ્યું છે. ભગવાન ગણેશની મુર્તિને (Ganesh Chaturthi 2024 Shubh Muhurat) ઘરે લાવવા માટે ભક્તોની દરેક તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હશે. જો કે આવતી કાલે એટલે કે સાત સેપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના દિવસે કયા શુભ મુહૂર્ત પર બાપ્પાની મૂર્તિ લેવા જવી કે પંડાલમાં તેની સ્થાપના કરવી તે અંગે પ્રશ્ન હોય તો દીપક મહારાજે ગુજરાતી મિડ-ડે સાથે વાત કરીને ગણેશની મુર્તિ લેવા જવા અને તેની સ્થાપના માટેના શુભ ચોઘડિયા જણાવ્યાં છે. શુભ સમયે કરવામાં આવેલ કાર્ય શુભ ફળ આપે છે. આ અંગે ખાસ ધ્યાન રાખો કે જો તમે તમારા ઘરમાં અથવા કોઈપણ જગ્યાએ મૂર્તિ સ્થાપિત કરવા માગતા હોવ તો તેને કોઈપણ સમયે ખરીદવામાં ન આવે. આવા ધાર્મિક કાર્ય માટે શુભ મુહૂર્ત જોવું ખૂબ જ જરૂરી છે. ચાલો જાણીએ કે 7 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી નિમિત્તે બાપ્પાની મૂર્તિ લાવવાનો શુભ સમય કયો છે.
બાપ્પાની મૂર્તિ ખરીદવાનો શુભ સમય શું?
જો તમે છઠ્ઠી સપ્ટેમ્બર 2024, શનિવારે મૂર્તિ ખરીદવા જઈ રહ્યા છો, તો મૂર્તિ ખરીદવાનો શુભ સમય (Ganesh Chaturthi 2024 Shubh Muhurat) સાંજનો છે એટલે કે 6.36 મિનિટથી 7.45 મિનિટ સુધી છે અને જો તમે રાત્રે મૂર્તિ ખરીદવા જાઓ છો, તો નિશિતા કાલ મુહૂર્ત 11.56 મિનિટથી 12.42 મિનિટ સુધી છે. તમે આ બે મુહૂર્ત દરમિયાન મૂર્તિ ખરીદી શકો છો. ગણેશ ચતુર્થીનો તહેવાર સાતમી સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે. આ દિવસે મધ્યાહન ગણેશ પૂજા મુહૂર્ત માટેના શુભ ચોઘડિયા સાવરે ૭.૪૫ વાગ્યાથી લઈને ૯.૧૮ સુધી અને બપોર ૧૨.૨૫ વાગ્યાથી લઈને ૫.૦૪ સુધી રહેશે. આ સમય દરમિયાન તમે ઘરમાં ગણપતિ બાપ્પાની સ્થાપના પણ કરી શકો છો.
ગણેશ ચતુર્થી 2024 તારીખ
ચતુર્થી તારીખ 06 સપ્ટેમ્બર, બપોરે 3.01 વાગ્યે શરૂ થઈ ગઈ છે જે સાતમી સપ્ટેમ્બરે સાંજે 7.37 વાગ્યા સુધી ચાલશે. જો તમે ભગવાન ગણેશ મૂર્તિને (Ganesh Chaturthi 2024 Shubh Muhurat) ઘરે સ્થાપના કરવા માટે લાવી રહ્યા છો, તો ખાસ ધ્યાન રાખો કે બાપ્પાની મૂર્તિ સૂતેલી અથવા બેઠેલી સ્થિતિમાં હોવી જોઈએ. આવી મૂર્તિ ઘરે લાવવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે.
ગણેશ મહોત્સવ (Ganesh Chaturthi 2024 Shubh Muhurat) દરમિયાન, તમે મોદક, લાડુ, કેળા, પુરણ પોળી, સતોરી (મીઠી રોટલી જે એક પ્રકારની મહારાષ્ટ્રની મીઠાઈ છે), શ્રીખંડ, રવા પોંગલ (દક્ષિણ મીઠાઈ), શીરો વગેરે વાનગીઓનો ભોગ બાપ્પાને ધરાવી શકો છો. આ બધી વાનગીઓ બાપ્પાની સૌથી પ્રિય છે. એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન ગોરીપુત્ર ગણેશને આ બધી વસ્તુઓ અર્પણ કરવાથી તમે તેમના આશીર્વાદ મળે છે.