સેલિબ્રિટી જ્યોતિષ પ્રદ્યુમન સૂરી પાસેથી જાણો બાપ્પાને ખુશ કરાવાની ખાસ ટિપ્સ

18 September, 2023 04:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Ganesh Chaturthi 2023: Ganesh Chaturthi 2023: ગણપતિ બાપ્પાને જ્ઞાનના પ્રતીક રૂપે પૂજવામાં આવે છે, અને તેમનું ખાસ ઘડતર, મોટું પેટ બુદ્ધિ-જ્ઞાન પચાવવાની ક્ષમતાનું પ્રતીક છે. ગણેશજીનું વાહન, મૂષક મગજની ભ્રાંતિઓને દૂર કરવાનું પ્રતિનિધિત્વ કરે છે.

ગણેશ ચતુર્થી 2023ના શુભ અવસરે સેલિબ્રિટી જ્યોતિષ પ્રદ્યુમન સૂરી પાસેથી જાણો ગણેશપૂજનની ખાસ ટિપ્સ.

Ganesh Chaturthi 2023: ગણેશ ચતુર્થીના ઉત્સવની શરૂઆત થતાં, "ગણપતિ બાપ્પા મોર્યા"નો સર્વસંમત સમૂહગાન દરેક ખૂણામાં ગુંજી રહ્યો છે. આ શુભ અવસરની શરૂઆત માટે સેલિબ્રિટી જ્યોતિષ પ્રદ્યુમન સૂરી, જેઓ પદ્મશ્રી અનુરાધા પૌડવાલ, ગાયક રામ શંકર, રાજકારણી અજય કપૂર, અભિનેત્રી રિતુ શિવપુરી, ગાયિકા ક્રિષ્ના બેરુઆ અને અભિનેત્રી અંશી શર્માને સલાહ આપી રહ્યાં છે કે કેવી રીતે વિવિધ રાશિના જાતકોએ કેવી રીતે ગણપતિ બાપ્પાની ખાસ કૃપા પામી શકે છે.

આ રીતે બાપ્પાને કરો પ્રસન્ન
Ganesh Chaturthi 2023: ગણપતિ બાપ્પાને જ્ઞાનના પ્રતીક રૂપે પૂજવામાં આવે છે, અને તેમનું ખાસ ઘડતર, મોટું પેટ બુદ્ધિ-જ્ઞાન પચાવવાની ક્ષમતાનું પ્રતીક છે. ગણેશજીનું વાહન, મૂષક મગજની ભ્રાંતિઓને દૂર કરવાનું પ્રતિનિધિત્વ કરે છે.

અહીં ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2023) ઉજવવા માટેની ખાસ પ્રકારની ટિપ્સ આપવામાં આવી છે.
1. વ્રત પૂરું કર્યા બાદ ભગવાન ગણેશની મૂર્તિના સ્થાને મરગજ ગણેશની મૂર્તિ રાખવી. આમ કરવાથી શુભતાનું આગમન થાય છે અને પ્રયત્નોમાં આવતી મુશ્કેલીઓને દૂર કરે છે.

2. ગણપતિને નાગરવેલના પાન સોપારી ચડાવતી વખતે એવી મૂર્તિની પસંદગી કરવી જે તેમના વૃદ્ધત્વનું પ્રતિનિધિત્વ કરતી હોય, ન કે સામાન્ય રીતે બજારમાં મળતા બાળસ્વરૂપની. આ વિચારશીલ ભાવ યોગ્ય રીતિ-રિવાજોને અનુરૂપ છે.

રાશિ પ્રમાણે ખાસ પૂજા

જ્યોતિષ પ્રદ્યુમન લોકોને તેમની રાશિ પ્રમાણે પૂજાની અલગ-અલગ રીત જણાવે છે...

1. મેષ રાશિના જાતકોને દરરોજ ગણપતિ બાપ્પાને ગોળ ચડાવવું જોઈએ. આમ કરવાથી સુખ, સમૃદ્ધિ અને મનની શાંતિ મળે છે.

2. વૃષભ રાશિના જાતકોએ ગણપતિ બાપ્પાના સિદ્ધિ વિનાયક સ્વરૂપનું સન્માન કરવું જોઈએ અને તેમને મિશ્રીનો ભોગ ધરાવવો. માન્યતા છે કે આ અનુષ્ઠાન દરરોજ કરવાથી દરેક સમસ્યાઓનો ઉકેલ આવે છે.

3. મિથુન રાશિના જાતકોએ દેવી લક્ષ્મીની સાથે ગણેશજીની પૂજા કરવી જોઈએ. ગણપતિને દરરોજ ફૂલોથી શણગારતા મગના લાડવા પ્રસાદ તરીકે ચડાવવા.

4. કર્ક રાશિના જાતકોએ ગણપતિ બાપ્પાને તેમના વક્રતુંડ સ્વરૂપમાં ચંદનના તિલક સાથે ફૂલ ચડાવીને શ્રદ્ધાંજલિ અર્પિત કરવી જોઈએ, જે આને સામાન્ય રોલી પ્રસાદથી અલગ કરવાની આ એક અનોખી પ્રથા છે.

5. સિંહ રાશિના જાતકોએ પોતાની શ્રદ્ધાના સ્વરૂપમાં લક્ષ્મી ગણેશને લાલ ફૂલ ચડાવવા જોઈએ અને સાથે મોતીચૂરના (ચૂરમા) લાડૂનો ભોગ પણ ધરાવવો જોઈએ.

6. કન્યા રાશિના જાતકોએ લક્ષ્મી ગણેશજીની પૂજા કરવી જેથી પૂજા દરમિયાન દૂર્વાના 21 જોડી ભેટ કરવી જોઈએ.

7. તુલા રાશિના જાતકોને ગણેશજીની પૂજા દરમિયાન વક્રતુંડ સ્વરૂપનું ધ્યાન કરીને પાંચ નાળિયેર ચડાવવા.

8. વૃશ્ચિક રાશિના જાતકોને સલાહ આપવામાં આવે છે કે જીવનના પડકારોનો સામનો કરવા માટે દરરોજ `ઓમ નમો ભગવતે ગજાનનાય` મંત્રનો જાપ કરવો અને શ્વેતાર્ક ગણેશની પૂજા કરવી, લાલ ફૂલ ચડાવવા.

9. ધન રાશિના જાતકોએ પોતાની શ્રદ્ધા તરીકે ગણેશજીને પીળા ફૂલ અને લાડવા ધરાવવા જોઈએ.

10. મકર રાશિના જાતકોએ સતત ગણપતિના શક્તિ વિનાયક સ્વરૂપની પૂજા કરવી જોઈએ, તેમની પૂજા દરમિયાન પાન, સોપારી, એલચી અને લવિંગ ચડાવવા.

11. કુંભ રાશિના જાતકોએ પોતાના દુઃખના નિવારણ માટે શક્તિ વિનાયક ગણેશજીની પૂજા કરવી અને તેમને બેસનના લાડવા અને લાલ ફૂલ ચડાવવા જોઈએ.

12. મીન રાશિના જાતકોએ ગણેશજીના હરિદ્રા સ્વરૂપનું પૂજન કરવું જોઈએ અને પ્રસાદમાં તેમની ભક્તિ માટે કેસર અને મધ રાખવા જરૂરી છે.

ganesh chaturthi astrology bollywood news bollywood gossips bollywood entertainment news