Ganesh Chaturthi 2023 : ગણપતિ બાપ્પાની સ્થાપના માટે એક મુહૂર્ત ચૂકી ગયા? આ છે બીજો યોગ્ય સમય

19 September, 2023 11:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Ganesh Chaturthi 2023 : હિંદુ કેલેન્ડર મુજબ આ વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ 18 સપ્ટેમ્બરે બપોરે 12:39 વાગ્યે શરૂ થઈ ગઈ છે અને તે મુહૂર્ત 19 સપ્ટેમ્બરે બપોરે 01:43 વાગ્યે સમાપ્ત થશે.

ફાઈલ તસવીર

આજે ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2023)ના પાવન અવસરે ઠેર-ઠેર બાપ્પાની સ્થાપનાની તૈયારીઓ ચાલી રહી છે. વિવિધ પંડાલોમાં અને ઘરોમાં બાપ્પાની વાજતે-ગાજતે સ્થાપના કરવામાં આવી રહી છે. પરંતુ આ સ્થાપન માટે પણ યોગ્ય મુહૂર્ત જોવું જરૂરી છે. આજે ભગવાન ગણેશની સ્થાપના માટે બે શુભ મુહૂર્ત હોવાનું કહેવાઈ રહ્યું છે. 

હિંદુ કેલેન્ડર મુજબ આ વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ 18 સપ્ટેમ્બરે બપોરે 12:39 વાગ્યે શરૂ થઈ ગઈ છે અને તે 19 સપ્ટેમ્બરે બપોરે 01:43 વાગ્યે સમાપ્ત થશે. આ વર્ષે ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2023)નો પવિત્ર તહેવાર 19 સપ્ટેમ્બર 2023 મંગળવારના રોજ ધામધૂમથી ઉજવવામાં આવશે. શાસ્ત્રો મુજબ તો આ વર્ષે રવિ યોગનો શુભ સંયોગ બની રહ્યો છે. 19 સપ્ટેમ્બરના રોજ ગણેશ સ્થાપના માટેનો શુભ સમય સવારે 11:01 થી 01:28 સુધી માનવામાં આવી રહ્યો છે. 

આ મુહૂર્ત અનુસાર આજે ગણેશજીની સ્થાપના બપોરે 2 વાગ્યા સુધી કરી શકાય છે, પરંતુ ઘણીવાર કોઈક કારણોસર આ મુહૂર્ત ચુકાઈ જવાય છે. જો કે, શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે ગણપતિ બાપ્પાનો જન્મ બપોરના સમયે થયો હતો. તેથી ગણેશ પૂજા માટે બપોરનો સમય વધુ શુભ માનવામાં આવે છે. દિવસના હિંદુ શાસ્ત્રો અનુસાર મધ્યાહન સમય એ મેરિડીયન અંગ્રેજી સમય અનુસાર બપોરનો માનવામાં આવે છે. મધ્યાહન સમયે આવતા શુભ મુહૂર્તમાં ભક્તો સંપૂર્ણ વિધિ સાથે ગણેશ પૂજા કરે છે જેને ષોડશોપચાર ગણપતિ પૂજા તરીકે પણ ઓળખવામાં આવે છે.

આજે એટલે કે ગણેશ ચતુર્થી(Ganesh Chaturthi 2023)ના મંગળ દિવસથી 10 સુધી ગણપતિ બાપ્પાની પૂજા કરવામાં આવે છે. 10મા દિવસે એટલે કે અનંત ચતુર્દશીના દિવસે બાપ્પા વિદાય લેશે. કોઈક કારણોસર આ 10 દિવસ સુધી ગણપતિ પૂજા કરવાનું ચૂકી ગયા તો તમે સ્થાપનાના ત્રીજા, પાંચમા કે સાતમા દિવસે પણ કરી શકો છો. ગણપતિ બાપ્પાના વિસર્જન માટે પણ 3જા, 5મા અને 7મા દિવસને શુભ માનવામાં આવે છે.

જો આ વખતની ચતુર્થી(Ganesh Chaturthi 2023)ની વાત કરવી હોય તો આ વખતે ગણેશ સ્થાપનાને દિવસે મંગળવારનો શુભ સંયોગ પણ થઈ રહ્યો છે. શાસ્ત્રો મુજબ આ યોગમાં ગણપતિ બાપ્પાનું વિઘ્નેશ્વર સ્વરૂપ પૂજવામાં આવે તો એ શુભ ગણાય છે. 

ગણપતિ સ્થાપના વખતે આટલું ધ્યાન રાખવું જરૂરી?

સૌ પ્રથમ તો પાટલા પર ગંગા જળ છાંટીને તેને શુદ્ધ કરવું જોઈએ ત્યારબાદ હંમેશા ગણપતિની સ્થાપન કરતાં પહેલા લાલ રંગનું કાપડ બિછાવવું જોઈએ. તેના પર જ ભગવાન શ્રી ગણેશની મૂર્તિને સ્થાપિત કરવી. પૂજા દરમ્યાન ગણેશજીની નાની મૂર્તિને સ્નાન કરાવવામાં આવે છે. રિદ્ધિ-સિદ્ધિ પ્રતિક તરીકે મૂર્તિની બંને બાજુએ એક-એક સોપારી મૂકવી. તે ઉપરાંત મૂર્તિની જમણી બાજુએ પાણીથી ભરેલ કળશ મૂકવું જોઈએ.

ganesh chaturthi life and style culture news