Diwali 2024: શનિદેવના માર્ગી થતા આ રાશિઓના બદલાશે ભાગ્ય, લાભની મળશે તક

16 October, 2024 11:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શનિ અઢી વર્ષ સુધી કોઈપણ એક રાશિમાં રહેવાના દરમિયાન સમયાંતરે વક્રી અને માર્ગી પણ થાય છે, જેની અસર પણ 12 રાશિઓ પર થતી હોય છે.

પ્રતીકાત્મક તસવીર

બધા ગ્રહોમાં શનિ એવો ગ્રહ છે જે કોઈપણ રાશિમાં સૌથી વધારે દિવસ સુધી રહે છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે શનિ એક રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી રહે છે, પછી રાશિ પરિવર્તન કરે છે. શનિના એક રાશિમાં આટલો બધો સમય સુધી રહેવાને કારણે જાતકોના જીવન પર પણ ઘણો પ્રભાવ રહે છે. શનિ અઢી વર્ષ સુધી કોઈપણ એક રાશિમાં રહેવાના દરમિયાન સમયાંતરે વક્રી અને માર્ગી પણ થાય છે, જેની અસર પણ 12 રાશિઓ પર થતી હોય છે.

શનિ હાલ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં છે, જે જૂન 2024માં વક્રી થયા હતા અને હવે જ્યારે દિવાળી પછી ન્યાયના દેવતા શનિ માર્ગી થવા જઈ રહ્યા છે. શનિદેવ 15 નવેમ્બરના રોજ સાંજે પાંચ વાગીને 9 મિનિટે કુંભ રાશિમાં માર્ગી થઈ જશે. શનિના માર્ગી થવાને કારણે આની બધી જ રાશિઓ પર અસર પડશે, પણ કેટલીક રાશિના જાતકોને શનિના માર્ગી થવાથી ખાસ લાભ મળશે. જાણો શનિના માર્ગી થવા પર કઈ કઈ રાશિના જાતકોને સૌથી વધુ લાભ મળવાના સંકેત છે.

મિથુન
મિથુન રાશિના જાતકોને 15મી નવેમ્બરે શનિ જ્યારે માર્ગી થાય છે ત્યારે તેમને મહત્તમ લાભ મળવાના સંકેતો છે. શનિદેવની વિશેષ કૃપા રહેશે અને ભાગ્ય તમારા પક્ષે રહેશે, જેના કારણે તમને તમારા અધૂરા કાર્યોમાં સફળતા મળશે. તમને તમારા કાર્યસ્થળમાં શુભ પરિણામ મળવાની સંભાવના છે. નોકરી કરતા લોકોને નોકરીની નવી તકો મળી શકે છે અથવા કોઈ મોટી જવાબદારી તમારા ખભા પર આવી શકે છે. તમને સારા નસીબ મળશે. નાણાકીય લાભની તકો વધશે. પરિવારમાં સુખ અને શાંતિ જળવાઈ રહેશે. તમારા કામના કારણે પરિવારમાં તમારું સન્માન વધશે.

સિંહ
સિંહ રાશિના જાતકો માટે શનિનું માર્ગી થવું વરદાનથી ઓછું નથી. તમારી નાણાકીય સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત બનશે. તમને પૈસા કમાવવાની ઘણી તકો મળશે. જેઓ નોકરી કરે છે તેમને નવી તકો મળશે, જેમાં તેમને સારો પગાર અને સારી સ્થિતિ મળી શકે છે. તમે તમારી આવકમાં જબરદસ્ત વધારો જોશો, જે તમારી નાણાકીય સ્થિતિમાં પહેલાની સરખામણીમાં સુધારો કરશે. તમને પરિવારના સભ્યો તરફથી પૈસા મળી શકે છે. માન-સન્માનમાં વધારો થશે અને કોઈ નવા કાર્યની શરૂઆત થઈ શકે છે. કાર્યસ્થળ પર તમને કોઈ નવી જવાબદારી આપવામાં આવી શકે છે. ઘર અને વાહનનું સુખ મેળવી શકશો.

કન્યા
શનિનું માર્ગી થવું તમારા માટે ફાયદાકારક સાબિત થશે. તમે તમારા આત્મવિશ્વાસમાં વધારો જોઈ શકો છો. તમારી આવક વધી શકે છે અને તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમને ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાની તક પણ મળી શકે છે. નોકરીયાત લોકોને નોકરીમાં લાભ અને પ્રમોશનની તકો મળશે. કોઈપણ કાર્યને સફળ બનાવવા માટે તમને તમારા પરિવારના સભ્યો અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે. શનિદેવની વિશેષ કૃપા તમારા પર રહેશે. લાભની તકો વધશે.

મકર
શનિદેવને બે રાશિઓ કુંભ અને મકર રાશિનું સ્વામિત્વ આપવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં શનિનું માર્ગી થવું મકર રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થશે. તમને તમારા કામમાં સારી સફળતા મળશે અને સમાજમાં માન-સન્માન મળશે. પૈસા સંબંધિત કેટલીક સમસ્યાઓ જે તમારા જીવનમાં છેલ્લા કેટલાક મહિનાઓથી આવી રહી હતી તે હવે દૂર થઈ જશે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમે તમારા શત્રુઓ પર વિજય મેળવશો.

વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના જાતકો માટે શનિના માર્ગી થવાથી ઘણો લાભ થશે. આવકમાં વધારો થવાની સંભાવના છે. ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થશે. નોકરી કરતા લોકોને નવી નોકરી માટે કેટલીક સારી ઓફર મળી શકે છે. કાર્યસ્થળ પર તમે તમારા પદ અને પ્રતિષ્ઠામાં નોંધપાત્ર વધારો જોઈ શકો છો. કામકાજમાં આવનારા તમામ પ્રકારના અવરોધો હવે દૂર થશે.

astrology diwali festivals culture news life and style