Diwali 2022: તહેવારમાં રંગોળી અને દીવાનું મહત્વ, મા લક્ષ્મીને પ્રસન્ન કરવાની રીત

20 October, 2022 05:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દીપોત્સવ એટલે દીવાળી 24 ઑક્ટોબર 2022ના રોજ છે. દીવા અને રંગોળી વગર આ તહેવાર અધૂરો લાગે છે. તો જાણો દીવાળીમાં દીવા અને રંગોળી પૂરવાનું મહત્વ અને મંત્ર

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : આઇસ્ટૉક

પ્રકાશ, ઉમંગનો તહેવાર દીવાળી (Diwali) દરવર્ષે કારતક મહિનાની અમાસે ઉજવવામાં આવે છે. આ વખતે દીપોત્સવ (Deepotsav) એટલે કે દીવાળી (Diwali) 24 ઑક્ટોબર 2022ના છે. પાંચ દિવસના આ તહેવારમાં સવાર-સાંજે રંગોળી બનાવવામાં આવે છે, પ્રદોષ કાળમાં દીવા પ્રગટાવવાની રીત છે. દીવાળી પર ખાસ તો માટીના દીવા પ્રગટાવવાનું મહત્વ છે. જ્યારે ભગવાન રામ લંકા પર વિજય પ્રાપ્ત કરી સીતા સાથે અયોધ્યા પાછા આવ્યા હતા ત્યારે આખું શહેર દીવાથી ઝગમગી ઊઠ્યું હતું. ભગવાન શ્રી રામના સ્વાગતમાં ચારેય તરફ પ્રકાશ જ પ્રકાશ હતો. પ્રાચીન કાળથી જ શુભ કાર્ય પહેલા દીવા પ્રગટાવવાની પરંપરા ચાલી આવી છે. તો જાણો દીવાળી પર દીવા પ્રજ્વલિત કરવાનું અને રંગોળી પૂરવાનું મહત્વ

દીવાળી પર રંગોળી પૂરવાનું મહત્વ (Diwali Rangoli Importance)

રંગોળી બનાવવાની પ્રથા વર્ષોથી ચાલી આવી છે. શુભ કાર્યમાં લોટ, ચોખા કે માંડ અને હવે તો અનેક રંગોથી રંગોળી બનવવામાં આવે છે. `રંગોળી`નો અર્થ છે `રંગ` અને `અવલ્લી (પંક્તિ)`. દીવાળીમાં માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિભિન્ન પ્રકારના રંગોનો ઉપયોગ કરીને રંગોળી પૂરવામાં આવે છે.

કહેવામાં આવે છે કે રંગોળી ઉત્સાહનું પ્રતીક છે અને સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. માતા લક્ષ્મીજી ત્યાં વાસ કરે છે જ્યાં ઘરમાં સુખ-શાંતિ અને ઉત્સાહનો પ્રવાહ હોય. શાસ્ત્રો પ્રમાણે રંગોળી બનાવવાથી ઘરમાં આકર્ષણનું કેન્દ્ર એક જગ્યા પર બને છે. ધનતેરસથી લઈને દીવાળી સુધી દરરોજ સ્નાન બાદ સવારે ઘરના મુખ્ય દ્વાર પર માતા લક્ષ્મીના ચરણ ચિન્હ બનાવવામાં આવે. પદ ચિન્હ ઘરની અંદર તરફ આવતા હોવા જોઈએ. આથી મા લક્ષ્મી ઘરમાં બિરાજમાન થાય છે.

દીવાળી પર કેમ પ્રગટાવવામાં આવે છે દીવા (Why We lit Lamp on Diwali)

દીવાળીના દિવસે માટીના દીવા પ્રગટાવવાને ખૂબ જ શુભ માનવમાં આવે છે. માટીના દીવા પંચતત્વોને મિક્સ કરીને બનાવવામાં આવે છે જે ઘર અને આસપાસના વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. 

ઋગ્વેદ પ્રમાણે દીવામાં દેવતાઓનો તેજ રહે છે, આના પ્રકાશથી યશ અને પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય છે. સુખ-સમૃદ્ધિના આશીર્વાદ મળે છે.

દીવાળીમાં માતા લક્ષ્મીની દરેક ઘરમાં પૂજા થાય છે આથી આ દિવસે ઘરનો કોઈપણ ખૂણે અંધારામાં ન રાખવો જોઈએ, કારણકે ધનનાં દેવી ત્યાં જ બિરાજમાન થાય છે જે ઘર પ્રકાશવાન છે. અનેક લોકો દીવાળીની આખી રાત એક દીપક પ્રજ્વલિત કરી રાખે છે જેથી માતા લક્ષ્મી સ્થિર થઈ જાય. કહેવામાં આવે છે કે આમ કરવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

આ પણ વાંચો : Diwali 2022: કોણ છે માતા લક્ષ્મીનાં ભાઈ? જાણો કેમ તેમના વગર અધૂરું ગણાય છે પૂજન

દીવાળી પર દીવો પ્રગટાવતી વખતનો મંત્ર (Diwali lighting Deepak Mantra)
માન્યતા છે કે પૂજા-પાઠમાં દરેક કામ માટે ધાર્મિક ગ્રંથોમાં મંત્ર આપવામાં આવ્યા છે. આનું ઉચ્ચારણ કરતી વખતે શુભ કાર્ય કરવામાં આવે તો તેનો પ્રબાવ વધારે પડે છે. દીવાળી પર દીવો પ્રગટાવતી વખતે આ મંત્રનો જાપ કરવો -  શુભમ્ કરોતિ કલ્યાણં, આરોગ્યં ધન સંપદામ્, શત્રૂ બુદ્ધિ વિનાશાય, દીપં જ્યોતિ નમોસ્તુતિ. માન્યતા છે કે આ મંત્રથી વાસ્તુ દોષ દૂર થાય છે.

astrology diwali