Dhanteras 2024: 100 વર્ષ પછી થનારા સંયોગમાં આ રીતે મેળવજો અપાર ધન, પૂજા-વિધિથી લઈ તમામ માહિતી

28 October, 2024 11:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Dhanteras 2024: આ વર્ષે ધનતેરસની પૂજા માટેનો સૌથી બેસ્ટ સમય તેમ જ મુહૂર્ત 29 તારીખે સાંજે 6:31થી 8:13 સુધીનો છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - મિડ જર્ની)

દિવાળીનું પર્વ આજથી શરૂ થઈ જતાં સર્વત્ર ખુશીઓ તેમ જ આનંદની લ્હેરખીઓ જોવા મળી રહી છે. આ સાથે જ દિવાળીમાં ખાસ કરીને ગુજરાતીઓમાં ધનતેરસ (Dhanteras 2024)નો દિવસ વિશેષ મહત્વ ધરાવે છે. 

આ વર્ષે ક્યારે ઊજવાશે ધનતેરસ? કન્ફ્યુઝન છે? જાણી લો આ-

આ વર્ષની વાત કરી તો ધનતેરસ (Dhanteras 2024) 29 ઓક્ટોબર 2024ના રોજ ઉજવવામાં આવનાર છે. આ દિવસે ભગવાન ધનવંતરી, યમરાજ અને કુબેર દેવની વિશેષ કરીને પૂજા-અર્ચના કરવાનું મહાત્મ્ય છે. જોકે, આ વર્ષે ધનતેરસ માટે બે તારીખોને લઈને કન્ફ્યુઝન ઊભું થયું છે. પણ તમને જણાવી દઈએ કે આ વર્ષે ત્રયોદશી તિથિ 29 ઓક્ટોબરને રોજ મંગળવારના રોજ સવારે 10:31 વાગ્યાથી શરૂ થઈ જવાની છે. જે 30 ઓક્ટોબર એટલે કે બુધવારના રોજ બપોરે 1:15 વાગ્યા સુધી રહેશે. અને અમ પણ ધનતેરસની પૂજાનું મહત્વ સાંજે જ હોય છે. એ જ કારણોસર આ વર્ષે આવતીકાલે એટલએ કે ૨૯ ઓકટોબરને દિવસે જ ધનતેરસ ઊજવાશે.

પૂજા-વિધિનું મુહૂર્ત કયું?

આ વર્ષે ધનતેરસની પૂજા માટેનો સૌથી બેસ્ટ સમય તેમ જ મુહૂર્ત 29 તારીખે સાંજે 6:31થી 8:13 સુધીનો છે. આ સમય દરમિયાન પૂજા કરવામાં આવે તો તે લાભદાયી છે.

કશું ન સમજાય તો કઈ નહીં, આ રીતે પૂજા કરી શકો

ધનતેરસ (Dhanteras 2024)ની સાંજે તમે પણ જો પૂજા કરવાનું વિચારી રહ્યા છો, પણ સમજાતું નથી કે કઈ રીતે કરવી તો જાણી લો લે પૂજા માટે કોઈ સ્વચ્છ સ્થાન પસંદ કરો. તેની પર કુબેર દેવ તેમ જ માતા લક્ષ્મીની મૂર્તિ કે તસવીર જે હોય તે સ્થાપિત કરો. આ સાથે જ દેવ ધન્વંતરીને પણ પધરાવો. ત્યારબાદ આ તમાંમ મૂર્તિઓ સામે ઘીનો દીવડો કરવો જોઈએ. આ સમયે ‘ઓમ હ્રીં કુબેરાય નમઃ" મંત્રનો જાપ કરવો જોઈએ. જાપ બાદ પ્રાર્થના કરીને આરતી કરો. ભગવાનની મૂર્તિઓ સામે રોલી ખાંડ અથવા ગોળ ધરાવવામાં આવે છે.    

૧૦૦ વર્ષ બાદ થઈ રહ્યો છે લાભકારી સંયોગ

મિત્રો આ વર્ષે તો ધનતેરસને દિવસે ૧૦૦ વર્ષ બાદ ત્રિગ્રહી યોગ એટલે કે ત્રિપુષ્કર યોગ, ઈન્દ્ર યોગ, વૈધૃતિ યોગ અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનો મહાસંયોગ રચાઇ રહ્યો છે તેથી તેનું વિશેષ મહત્વ રહેલું છે. આ દિવસે પૂજા કરવાથી જીવનમાં ધનને લઈને સુખ પ્રાપ્ત થાય છે.

સોના-ચાંદીની ખરીદી માટે બેસ્ટ મુહૂર્ત કયું?

મિત્રો, જો તમે પણ આ દિવસે (Dhanteras 2024) સોનું, ચાંદી કે અન્ય પ્રકારની વસ્તુ ખરીદવા માંગતા હોય તો તે માટે 29 તારીખે સવારે 10:31થી 30 ઓક્ટોબરના રોજ સવારે 6:32 સુધી સમય શુભ છે. અથવા તો તમે 29 તારીખે સાંજે 06:31થી 08:13 સુધીમાં ખરીદો છો તો તે પણ લાભકારી છે. આ જ દિવસે સાંજે 5:38થી 6:55 સુધીનો સમય પણ બેસ્ટ છે.

(ડિસ્ક્લેમર: આ આર્ટીકલ માન્યતાઓ તેમ જ માહિતી પ્રધાન હોઇ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આ માહિતી અને તથ્યોની જવાબદારી લેતું નથી)

diwali festivals gujarati community news culture news hinduism life and style