બે દિવસ ઉજવાશે ભાઇબીજ, જાણી લો શુભ મુહૂર્ત અહીં

26 October, 2022 05:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આજે ભાઈબીજનું મુહૂર્ત બપોરે 2:43 મિનિટ પછી શરૂ થશે

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

આ વર્ષે દિવાળીના તહેવારો વચ્ચે ધોકો આવતા સમય અને તિથી ભારે ગૂંચવણ ઊભી થઈ છે. દિવાળી અને નૂતન વર્ષ બાદ હવે ભાઈબીજની તિથિ માટે પણ બહેનોમાં મૂંઝવણ છે તો ચાલો તેણે દૂર કરીએ.

ભાઈબીજની તારીખ

ભાઈબીજ (Bhai Dooj) ક્યારે ઉજવવામાં આવે છે? આ અંગે વિવિધ મંતવ્યો છે. એક મીડિયા હાઉસ સાથે વાત કરતાં પંડિત પ્રતિક મિશ્રા પુરી કહે છે કે “ભાઈબીજ 26 ઑક્ટોબરના રોજ બપોરે 2.45 વાગ્યાથી 27 ઑક્ટોબરના રોજ 12.45 વાગ્યા સુધી છે. જે બહેનો અને ભાઈઓ બપોરે 3 વાગ્યા સુધી વ્રત રાખી શકે છે, તેમણે 26 ઑક્ટોબરે ભાઈબીજની ઉજવણી કરવી જોઈએ, જે લોકો આ તહેવાર સવારે ઊજવવા માગે છે તેઓ 27 ઑક્ટોબરે પણ ઊજવી શકે છે.

ભાઈબીજના શુભ મુહૂર્ત

આજે ભાઈબીજનું મુહૂર્ત બપોરે 2.43 મિનિટ પછી શરૂ થશે. બીજી તરફ, 27 ઑક્ટોબર, ગુરુવારે તેનું શુભ મુહૂર્ત લગભગ 12.45 વાગ્યા સુધી રહેશે. જો તમે આજે ભાઈબીજની ઉજવણી કરવા માગતા હો, તો તમે આજે 3 વાગ્યા પછી ચાંલ્લો કરી શકો છો. ચાંલ્લો કર્યા વિના આ દિવસે ખોરાક ન લેવો જોઈએ. જો તમે સવારે ભાઈબીજના ઉજવવાના હો, તો તમે ગુરુવારે સવારથી એક વાગ્યા સુધી ચાંલ્લો કરી શકો છો.

આ પણ વાંચો: સંતનો સત્સંગ કરવો એ પહેલી ભક્તિ છે

life and style diwali bhai dooj