Akshaya Tritiya 2024: સોનું ખરીદવાનું બજેટ ન હોય તો લઈ આવજો આ વસ્તુઓ, થશે ધનવર્ષા

01 May, 2024 12:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Akshaya Tritiya 2024: તૃતીયાની તિથિ શુક્રવારે સવારે 4:17 વાગ્યે શરૂ થઈ જવાની છે અને તે બીજા દિવસે 11 મેના રોજ સવારે 2:50 વાગ્યે સમાપ્ત થશે

સોનાંની ખરીદી વખતેની પ્રતીકાત્મક તસવીર

હિન્દુ પરિવારોમાં અક્ષય તૃતીયા (Akshaya Tritiya 2024)નો દિવસ ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે તો પરિવારમાં ધનલાભ થાય છે. 

આ વર્ષે ક્યારે કરવામાં આવશે અક્ષય તૃતીયાની પૂજા?

તમને જણાવી દઈએ કે આ વર્ષે અક્ષય તૃતીયા (Akshaya Tritiya 2024)નો તહેવાર 10મી મેના રોજ ઉજવવામાં આવનાર છે. વળી, જ્યોતિષ શાસ્ત્રમાં પણ આ દિવસને લઈને ખૂબ જ મહાત્મ્ય વર્ણવવામાં આવ્યું છે.

આ વર્ષની અક્ષય તૃતીયાની તિથી અને શુભ મુહૂર્ત કયું છે?

આ વર્ષે ૧૦મી મેના રોજ આવી રહેલી તૃતીયા તિથિ શુક્રવારે સવારે 4:17 વાગ્યે શરૂ થઈ જવાની છે અને તે બીજા દિવસે 11 મેના રોજ સવારે 2:50 વાગ્યે સમાપ્ત થશે. આ સિવાય અક્ષય તૃતીયાનું શુભ મુહૂર્ત 10 મેના રોજ સવારે 5.49થી બપોરે 12.23 સુધી રહેશે.

અનેક શુભ યોગ પણ થઈ રહ્યા છે આ વર્ષે

જ્યોતિષોશાસ્ત્ર અનુસાર આ વર્ષે અક્ષય તૃતીયા (Akshaya Tritiya 2024)ના પાવન દિવસે સુકર્મ યોગ થઈ રહ્યો છે જે સુખ, આરામ અને ધનમાં વૃદ્ધિ કરી આપે તેવો છે. અક્ષય તૃતીયાના દિવસે બપોરે 12 વાગ્યા પછી આ યોગ બનવા જઈ રહ્યો હોવાથી એમ કહેવાઈ રહ્યું છે કે આ સુકર્મ યોગમાં સોનાની ખરીદી કરી શકાય છે, જ્યારે ગજકેસરી યોગમાં સફળતા, ધન અને પદની વૃદ્ધિ થતી જણાય છે.

આ વર્ષે પણ નથી કોઈ લગ્નનું મુહૂર્ત 

વળી આ વર્ષે તો ગુરુ નક્ષત્ર અક્ષય તૃતીયા પર અસ્ત થવાનો છે. અગાઉ વર્ષ 2000માં પણ આવો જ સંયોગ બન્યો હતો જ્યારે લગ્ન માટે કોઈ શુભ મુહૂર્ત નહોતું. આ વર્ષે પણ વિક્રમ સંવત 2081માં ગુરુનો નક્ષત્ર વૈશાખ મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિથી જ્યેષ્ઠ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ સુધી અસ્ત કરશે.

સોના-ચાંદીનું બજેટ ન હોય તો શું થયું? આ જરૂર ખરીદી શકો 

શ્રીયંત્ર: અક્ષય તૃતીયા (Akshaya Tritiya 2024)ના દિવસે જે લોકો સોનું ન ખરીદી શકે તો એ દિવસે અચૂક શ્રીયંત્રની ખરીદી કરી જ શકે છે. ઘર મંદિરમાં આ યંત્ર પધરાવી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવી શકાય છે.

માટલું: એવું પણ કહેવાય છે કે આ દિવસે નવું નક્કોર માટલું ખરીદવામાં આવે તો તે શુભ હોય છે. 

પીળી સરસવ: જે લોકોને વૈવાહિક સમસ્યાઓ નડી રહી હોય તેઓએ આ દિવસે પીળી સરસવ ખરીદવી જોઈએ. જેને સૌભાગ્ય વૃદ્ધિ માટેનું પ્રતિક માનવામાં આવે છે.

મીઠું : આ દિવસે મીઠું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને ભૌતિક સુખ-સુવિધાઓના સ્વામી શુક્ર અને ચંદ્ર સાથે સંબંધિત માનવામાં આવે છે.

(ડિસ્ક્લેમર: આ લેખમાં રજૂ કરેલ બાબત વિવિધ માહિતીને આધારે હોવાથી તેની પુષ્ટિ ગુજરાતી મિડ-ડે ડોટ કોમ આપતું નથી)

astrology life and style hinduism festivals