19 January, 2024 01:52 PM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
અગ્નિવીર ભરતી 2024 (Agniveer Recruitment 2024) સંબંધિત મોટા અપડેટ સામે આવી રહ્યા છે. જે ઉમેદવારોને ભારતીય વાયુ સેનામાં જોડાવાની ઈચ્છા હોય તો તેઓ માટે આ સમાચાર ખૂબ જ મહત્વના છે.
કયા કયા પોસ્ટ માટે ભરતી છે?
આ ભરતી (Agniveer Recruitment 2024) પ્રક્રિયા અનુસાર રેલી અગ્નિવીર (જનરલ ડ્યુટી), એગ્રીવીર (ટેક્નિકલ), એગ્રીવીર (ક્લાર્ક/સ્ટોર કીપર ટેકનિકલ) અને અગ્નિવીર (ટ્રેડસમેન) માટે પુરૂષ વર્ગમાં અને મહિલા વર્ગ માટે ભરતી કરવામાં આવનાર છે. આ સાથે જ જાણી લો કે અગ્નિવીર ટેકનિકલ પોસ્ટ્સ માટે પસંદગીના વિષયોમાં ITIમાં લાયકાત ધરાવતા ઉમેદવારોને પરીક્ષામાં પ્રાધાન્ય આપવામાં આવશે.
કઈ રીતે પસંદગી કરવામાં આવશે?
અગ્નિવીર ટેકનિકલ પોસ્ટ્સ માટે પસંદ કરેલા વિષયોમાં ITI લાયકાત ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે એની નોંધ લેવી. સૌ પ્રથમ તબક્કામાં ઓનલાઈન પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે. તેમાં ઉતીર્ણ થનાર ઉમેદવારોને બીજા તબક્કામાં પ્રવેશ મળશે. બીજા તબક્કામાં પણ ઓનલાઈન પરીક્ષામાં મેરીટના આધારે પસંદ થયેલ ઉમેદવારોને ભરતી રેલીમાં ભાગ લેવા માટે બોલાવવામાં આવશે.
પગાર ધોરણ પણ જાણી લો
ભારતીય સેના તરફથી 25,000થી વધુ અગ્નિવીર પદો પર ભરતી (Agniveer Recruitment 2024) હોય તેવું લાગી રહ્યું છે. પસંદગી પામેલ ઉમેદવારોને પ્રથમ વર્ષમાં 21,000 રૂપિયા પગાર મળશે. ત્યારબાદ ચાર વર્ષનો સમયગાળો પૂરો થયા બાદ ‘સેવા નિધિ’ પેકેજ હેઠળ રૂ. 10,04,000 આપવામાં આવશે. ચાર વર્ષની સેવા સફળતાપૂર્વક પૂર્ણ કરનાર ઉમેદવારોમાંથી 25 ટકા અગ્નિવીરોને સંસ્થાકીય જરૂરિયાતોને આધારે કાયમી સેવા મળશે.
સેનામાં અગ્નિવીર ભરતી માટે કેટલી છે વય મર્યાદા?
ઉપરોક્ત ભરતી પ્રક્રિયા હેઠળ તમામ પદો માટે અરજી કરનારા ઉમેદવારોની વય મર્યાદા 17.5 વર્ષથી 21 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ત્યાર બાદ જ તેઓ ભારતીય સેનામાં અગ્નિવીર માટે અરજી કરવા માટે લાયક ગણાશે. આ સાથે જ અગ્નિવીર તરીકે માત્ર અપરિણીત પુરુષ અને સ્ત્રી ઉમેદવારો જ જોડાઈ શકે છે.
આટલી લાયકાત તો હોવી જ જોઈએ
Agniveer Recruitment 2024: અગ્નિવીર (સામાન્ય ફરજ) માટેના ઉમેદવારોએ કોઈપણ માન્ય બોર્ડ અથવા સંસ્થામાંથી ધોરણ 10/મેટ્રિકની પરીક્ષા 33 ટકા ગુણ સાથે પાસ કરેલી હોવી જોઈએ. ઉપરાંત માન્ય લાઇટ મોટર વ્હીકલ (LMV) ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.
Agniveer Recruitment 2024: અગ્નિવીર (ટેકનિકલ) માટે કોઈપણ માન્ય બોર્ડ અથવા સંસ્થામાંથી ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિત અને અંગ્રેજી વિષયો સાથે ધોરણ 12 (40 ટકા ગુણ) પાસ કરેલ હોવું જોઈએ. અગ્નિવીર (ક્લાર્ક/સ્ટોર કીપર ટેકનિકલ) માટે કોઈપણ શાખામાં ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ સાથે 10મું ધોરણ પાસ કરેલ હોવું જોઈએ. અગ્નિવીર (ટ્રેડસમેન) માટે કોઈપણ વર્ગમાં 33 ટકા માર્ક્સ સાથે 10મું પાસ કરેલ હોવું જોઈએ. અગ્નિવીર (ટ્રેડસમેન)ની પોસ્ટ માટે કોઈપણ માન્ય બોર્ડ અથવા સંસ્થામાંથી 33 ટકા માર્ક્સ સાથે ધોરણ 8 પાસ કરેલ હોવું જોઈએ.