‘સુલતાન ઑફ દિલ્હી’માં પોતાના ફાયદા માટે મારું પાત્ર સેક્સ્યુઅલિટીનો ઉપયોગ કરે છે : અનુપ્રિયા ગોએન્કા

10 October, 2023 03:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વેબ-સિરીઝ ‘સુલતાન ઑફ દિલ્હી’માં શંકરી દેવીનો રોલ કરનાર અનુપ્રિયા ગોએન્કાએ જણાવ્યું કે તેનું પાત્ર પોતાના લાભ માટે તેની સેક્સ્યુઆલિટીનો ઉપયોગ કરે છે.

અનુપ્રિયા ગોએન્કા

વેબ-સિરીઝ ‘સુલતાન ઑફ દિલ્હી’માં શંકરી દેવીનો રોલ કરનાર અનુપ્રિયા ગોએન્કાએ જણાવ્યું કે તેનું પાત્ર પોતાના લાભ માટે તેની સેક્સ્યુઆલિટીનો ઉપયોગ કરે છે. આ શોને મિલન લુથરિયા અને સુપર્ણ વર્માએ સાથે મળીને ડિરેક્ટ કર્યો છે. શોમાં તાહિર રાજ ભસીન, અંજુમ શર્મા, વિનય પાઠક, નિશાંત ​દહિયા, મૌની રૉય, હરલીન સેઠી અને મેહરીન પીરઝાદા લીડ રોલમાં છે. ૧૩ ઑક્ટોબરથી આ શો ડિઝની + હૉટસ્ટાર પર શરૂ થવાનો છે. પોતાના રોલ વિશે અનુપ્રિયાએ કહ્યું કે ‘તે સેક્સી મહિલા છે. હું તેની જેમ ચાલવાની અને બેસવાની પ્રૅક્ટિસ કરતી હતી. તે પોતાના લાભ માટે સેક્સ્યુઆલિટીનો ઉપયોગ કરે છે. હું તેના લુકને આકર્ષક દેખાડવા માગતી હતી. એના માટે કપડાંની સ્ટાઇલે ખૂબ મદદ કરી હતી અને એનું શ્રેય કૉસ્ચ્યુમ ડિઝાઇનર્સ જિયા અને અ​મૃતાને જાય છે. તેઓ ખૂબ ઉત્સાહી, મહેનતુ અને સહયોગી હતાં. મિલન સરનું મારા શંકરીના પાત્ર માટે ચોક્કસ પ્રકારનું વિઝન હતું. તેમણે તેના કૉસ્ચ્યુમ માટે કોઈ બંધન નહોતું રાખ્યું અને તેઓ જેમ બને એમ વધુ એની સાથે એક્સપરિમેન્ટ કરવા માગતા હતા. તેની સ્ટાઇલ અપનાવવાની મજા આવી હતી. એ કૉસ્ચ્યુમ પહેરીને હું એમાં કમ્ફર્ટેબલ પણ હતી. મને એવું લાગે છે કે મારે શંકરીની જેમ વર્તન, હાવભાવ, તેનો મશ્કરીભર્યો અંદાજ અને થોડા મતલબી હોવાનું અપનાવવું જોઈએ.’

web series entertainment news