03 May, 2023 03:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ શોનું શૂટિંગ પૂરું થયું હોવાની માહિતી કાસ્ટ અને ક્રૂ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આપી હતી.
વિશાલ ભારદ્વાજે તેમની આગામી વેબ-સિરીઝ ‘ચાર્લી ચોપડા ઍન્ડ ધ મિસ્ટરી ઑફ સોલાંગ વૅલી’નું શૂટિંગ પૂરું કર્યું છે. આ શોમાં લારા દત્તા, નસીરુદ્દીન શાહ, નીના ગુપ્તા, રત્ના પાઠક શાહ, વામિકા ગબી, પ્રિયાંશુ પેન્યુલી, ગુલશન ગ્રોવર અને ચંદન રૉય સાન્યાલ જેવા ઘણા ઍક્ટર્સ છે. આ શોને અગાથા ક્રિસ્ટીની નૉવેલ ‘ધ સિટાફોર્ટ મિસ્ટરી’ પરથી બનાવવામાં આવી રહ્યો છે. આ હિન્દી ઍડપ્ટેશનની સ્ટોરી હિમાચલ પ્રદેશમાં સેટ છે. આ શો દ્વારા વિશાલ ભારદ્વાજ વેબ-શોમાં ડેબ્યુ કરી રહ્યા છે. આ શોનું શૂટિંગ પૂરું થયું હોવાની માહિતી કાસ્ટ અને ક્રૂ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આપી હતી.