01 February, 2023 03:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાણી કપૂર
યશરાજ ફિલ્મ્સની ક્રાઇમ-થ્રિલરમાં વાણી કપૂર દેખાશે એવી ચર્ચા છે. આ શોને ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ કરવામાં આવશે. વાણી પોતે એક એવા પ્રોજેક્ટની શોધમાં હતી જેમાં તેના પર્ફોર્મન્સને લોકો યાદ રાખી શકે. પછી એ થિયેટરમાં રિલીઝ થાય કે ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ થાય એનાથી તેને કોઈ ફરક નથી પડતો. તેને ચૅલેન્જ ગમે છે. આ શોને ‘મર્દાની’ના ગોપી પુથરન ડિરેક્ટ કરશે. એવું જાણવા મળ્યું છે કે આ શોનો કન્સેપ્ટ બ્રિલિયન્ટ છે અને મેકર્સનું માનવું છે કે આ શો લોકોને સરપ્રાઇઝ કરશે. ગોપીની ઇચ્છા એવા ઍક્ટરને કાસ્ટ કરવાની હતી જે ડિજિટલ પ્લૅટફૉર્મ પર નવું હોય. તેણે હંમેશાં વાણીના કામની પ્રશંસા કરી છે. એથી આ શો બનાવતી વખતે ગોપીએ વાણી સાથે ચર્ચા કરી હતી અને તેને સ્ટોરી એટલી ગમી ગઈ કે તેણે તરત હા પાડી દીધી હતી.