ઉપહાર સિનેમાની ટ્રૅજેડી દેખાડતી ‘ટ્રાયલ બાય ફાયર’ ૧૩ જાન્યુઆરીએ આવશે નેટફ્લિક્સ પર

15 December, 2022 05:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૯૯૭ના જૂનમાં દિલ્હીમાં આવેલા ઉપહાર સિનેમામાં અચાનક આગ લાગતાં ૫૯ લોકોના જીવ ગયા હતા અને ૧૦૦ લોકો ઘાયલ થયા હતા

વેબ​-સિરીઝ ‘ટ્રાયલ બાય ફાયર’

વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટ​ફ્લિક્સ પર અભય દેઓલની વેબ​-સિરીઝ ‘ટ્રાયલ બાય ફાયર’ ૧૩ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. એ સિરીઝમાં અનુપમ ખેર, રત્ના પાઠક શાહ, શિલ્પા શુક્લા અને શાર્દુલ ભારદ્વાજ જોવા મળશે. ૧૯૯૭ના જૂનમાં દિલ્હીમાં આવેલા ઉપહાર સિનેમામાં અચાનક આગ લાગતાં ૫૯ લોકોના જીવ ગયા હતા અને ૧૦૦ લોકો ઘાયલ થયા હતા. આ સિરીઝને પ્રશાંત નાયરે ડિરેક્ટ કરી છે. આ સિરીઝને નીલમ અને શેખર ક્રિષ્નમૂર્તિની બેસ્ટસેલર બુક ‘ટ્રાયલ બાય ફાયર : ધ ટ્રૅજિક ટેલ ઑફ ધ ઉપહાર ફાયર ટ્રૅજેડી’ પરથી બનાવવામાં આવી છે. એને લઈને પ્રશાંત નાયરે કહ્યું કે ‘નીલમ અને શેખર ક્રિષ્નમૂર્તિ ઉત્તમ ઉદાહરણ છે. તેમની સાથે જે થયું, તેમણે ન્યાય માટે જે ઝુંબેશ ચલાવી એ ભયાનક હતી. બદનસીબે દેશમાં આજે પણ આવી સ્થિતિમાંથી અનેક લોકો પસાર થાય છે. અમે નેટફ્લિક્સના આભારી છીએ કે તેઓ આવી સ્ટોરી દેખાડવાનું સાહસ કરે છે.’

entertainment news Web Series netflix abhay deol