‘પિચર્સ’ની બીજી સીઝન બની રહી છે વધુ ગ્રૅન્ડ

06 December, 2022 03:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સિરીઝને વૈભવ બુન્ધૂ દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે અને એને Zee5 પર સ્ટ્રીમ કરવામાં આવશે

રિદ્ધિ ડોગરા

‘પિચર્સ’ના મેકર્સ દ્વારા એની બીજી સીઝનની જાહેરાત કરવામાં આવી છે. આ ​બીજી સીઝનમાં કેટલાક નવા ચહેરાઓ જોવા મળશે. આ ​સીઝનને વધુ ગ્રૅન્ડ બનાવવામાં આવતાં એમાં રિદ્ધિ ડોગરા, સિકંદર ખેર અને આશિષ વિદ્યાર્થીને પસંદ કરવામાં આવ્યાં છે. પહેલી સીઝનમાં નવીન કસ્તુરિયા, અરુણાભ કુમાર, અભય મહાજન અને જિતેન્દ્ર કુમાર જોવા મળ્યા હતા. આ સિરીઝને વૈભવ બુન્ધૂ દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે અને એને Zee5 પર સ્ટ્રીમ કરવામાં આવશે. આ વિશે વૈભવે કહ્યું કે ‘આ શોની બીજી સીઝન વધુ ગ્રૅન્ડ થવા જઈ રહી છે અને એ સ્ટોરીના આધારે જ નહીં, પરંતુ વિઝ્યુઅલી પણ. પહેલી સીઝન બાદ બીજી સીઝનમાં એ તમામ પાત્રો વધુ ઇવૉલ્વ થયાં છે. તેમ જ તેમના સ્ટાર્ટ-અપનો પણ વિકાસ થયો છે. આ શો પહેલાં પણ દર્શકો માટે કંઈ નવું લઈને આવ્યો હતો અને અમે ફરી કંઈ નવું લઈને આવીશું.’

Web Series entertainment news