અભિષેક બેનર્જીની સિરીઝ પિચર્સ 2નું ટ્રેલર આઉટ, લોકોને યાદ આવ્યા ‘જીતુ ભૈયા’

13 December, 2022 02:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અભિષેક બેનર્જીની સિરીઝ પિચર્સની બીજી સીઝન 23 ડિસેમ્બરે OTT પ્લેટફોર્મ ZEE5 પર રિલીઝ થશે

તસવીર સૌજન્ય: ZEE5ની યુટ્યુબ ચેનલ

સાત વર્ષ પહેલાં ટીવીએફની એક વેબ સિરીઝ આવી હતી, નામ હતું પિચર્સ. લોકોને આ સિરીઝ ખૂબ પસંદ આવી હતી. હવે ફરી એકવાર પિચર્સ તેની બીજી સીઝન (Pitchers Season 2) સાથે પુનરાગમન કરવા જઈ રહ્યા છે. આ સિરીઝના મેકર્સે તેનો પ્રોમો રિલીઝ કર્યો છે, જેને લોકોએ ખૂબ પસંદ કર્યો છે. પિચર્સ 2નું ટ્રેલર સામે આવ્યું છે, જેને લોકો દિલથી પ્રેમ આપી રહ્યા છે. તેની રિલીઝ પછી તરત જ, પિચર્સ 2નું ટ્રેલર ઇન્ટરનેટ પર ટ્રેન્ડ કરવા લાગ્યું હતું. યુઝર્સ આ ટ્રેલરને ખૂબ પસંદ કરી રહ્યા છે. પિચર્સની આગામી સિઝનમાં અરુણાભ કુમાર, અભય મહાજન, અભિષેક બેનર્જી, ગોપાલ દત્ત સાથે રિદ્ધિ ડોગરા, સિકંદર ખેર અને આશિષ વિદ્યાર્થી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

ચાહકોએ જીતુ ભૈયાને યાદ કર્યા

અભિષેક બેનર્જીની સિરીઝ પિચર્સની બીજી સીઝન 23 ડિસેમ્બરે OTT પ્લેટફોર્મ ZEE5 પર રિલીઝ થશે. ચાહકો આ સિરીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પિચર્સનું ટ્રેલર જોયા બાદ યુઝર્સ સોશિયલ મીડિયા પર પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. જ્યાં ઘણા લોકો આ ટ્રેલરની ખુલ્લેઆમ પ્રશંસા કરી રહ્યા છે. તે જ સમયે, ઘણા લોકો જીતુ ભૈયા એટલે કે જિતેન્દ્ર કુમારને યાદ કરી રહ્યા છે. જિતેન્દ્ર કુમાર તે આ સિઝનમાં જોવા મળશે નહીં.

આ પણ વાંચો: વેબ-સિરીઝ ‘CAT’ માં કામ કરીને હવે હું ઍક્ટર બની હોઉં એવું લાગે છે : હસલીન કૌર

વૈભવ બંધુએ આ વાત કહી

પિચર્સ વર્ષ 2015માં રિલીઝ થઈ હતી. પિચર્સની પ્રથમ સિઝનની વાર્તા 4 ઉદ્યોગપતિઓની વાર્તા પર આધારિત છે જેઓ પોતાનું સ્ટાર્ટ-અપ શરૂ કરવા માટે પોતપોતાની નોકરી છોડી દે છે. તાજેતરમાં, પિચર્સ 2નું દિગ્દર્શન કરનાર વૈભવ બંધુએ મીડિયા સાથે ખાસ વાતચીત કરી હતી, જેમાં તેમણે આ સિરીઝ વિશે અનેક ખુલાસા કર્યા હતા. તેમણે કહ્યું હતું કે “તે આ વખતે કંઈક નવું લાવવા જઈ રહ્યા છે. વૈભવે એવો પણ દાવો કર્યો હતો કે આ સિરીઝ ફરી એકવાર દર્શકોનું દિલ જીતી લેશે.

entertainment news Web Series sikander kher