06 July, 2024 12:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘મિર્ઝાપુર’
‘મિર્ઝાપુર’ની ત્રીજી સીઝન ગઈ કાલે સ્ટ્રીમ કરવામાં આવી હતી. આ સીઝનનો અંત એવી જગ્યાએ થયો છે જ્યાં મેકર્સ દ્વારા ચોથી સીઝન આવશે એની માહિતી પહેલેથી આપી દીધી છે. પંકજ ત્રિપાઠી, વિજય વર્મા અને અલી ફઝલની આ સીઝનની ઘણા સમયથી રાહ જોવામાં આવી રહી હતી. ત્રીજી સીઝનને લઈને દર્શકો ખૂબ નારાજ થયા છે, કારણ કે તેમનાં ફેવરિટ પાત્રોને નજરઅંદાજ કરવામાં આવ્યાં છે. જોકે મેકર્સ દ્વારા પાત્રો પર ચોથી સીઝન પર ફોકસ કરવામાં આવશે એવી આડકતરી રીતે હિન્ટ આપવામાં આવી છે. પહેલી બે સીઝનની સરખામણીમાં ત્રીજી સીઝનની હોહા જોઈએ એટલી નથી થઈ રહી તેમ જ આ સીઝનમાં મુન્નાભૈયા એટલે કે દિવ્યેન્દુ શર્મા પણ નથી.