‘ફોર મોર શૉટ્સ પ્લીઝ’ની નવી સીઝન આવશે ૨૧ ઑક્ટોબરે

08 October, 2022 02:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘ફોર મોર શૉટ્સ પ્લીઝ’ની ત્રીજી સીઝન ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર ૨૧ ઑક્ટોબરે રિલીઝ થવાની છે.

‘ફોર મોર શૉટ્સ પ્લીઝ’ની નવી સીઝન આવશે ૨૧ ઑક્ટોબરે

‘ફોર મોર શૉટ્સ પ્લીઝ’ની ત્રીજી સીઝન ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર ૨૧ ઑક્ટોબરે રિલીઝ થવાની છે. આ શોમાં કીર્તિ કુલ્હારી, સયાની ગુપ્તા, માનવી ગાગરુ અને બની જે લીડ રોલમાં છે. તેમની સાથે પ્રતીક બબ્બર, લીઝા રે, નીલ ભુપલમ, સિમોન સિંહ અને સમીર કોચર પણ જોવા મળશે. શોની સ્ટોરી ચાર મહિલાઓની ફ્રેન્ડશિપની છે. શોને જોયીતા પટપટિયાએ ડિરેક્ટ કર્યો છે. આ સિરીઝનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કીર્તિ કુલ્હારીએ કૅપ્શન આપી હતી, ‘અહીં અમે વધુ એક અમારા શૉટ્સની સીઝન લઈને આવ્યા છીએ. ૨૧ ઑક્ટોબરે એ શો રિલીઝ થવાનો છે.’

web series entertainment news