22 January, 2020 01:58 PM IST | Mumbai
કિશોર કુમાર જી
ગોવાના પણજીમાં યોજાયેલા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં પોતાની તામિલ ફિલ્મ ‘હાઉસ ઓનર’ માટે હાજર રહેલા સાઉથના ઍક્ટર કિશોરે ‘મિડ-ડે’ સાથે વાત કરતી વખતે કહ્યું કે હું એક પ્રોજેક્ટ કરી રહ્યો છું જે મારો બીજો વેબ-પ્રોજેક્ટ છે અને એના ડિરેક્ટર ઇમ્તિયાઝ અલી છે.
કિશોરના નામે જાણીતા કિશોર કુમાર જી તામિલ, તેગુલુ, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં ઍક્ટિવ છે. ૨૦૧૫માં આવેલી તેમના અભિનીત તામિલ ફિલ્મ ‘વિસરનાઇ’ બેસ્ટ ફૉરેન લૅન્ગ્વેજ કૅટેગરીમાં ઑસ્કરમાં નૉમિનેટ થઈ હતી. નૉર્થ ઇન્ડિયામાં એ તાજેતરમાં ઑનલાઇન ડિજિટલ પ્લૅટફૉર્મ ‘ઍમેઝૉન પ્રાઇમ’ પર આવેલી ‘ધ ફૅમિલી મૅન’ વેબ-સિરીઝને કારણે જાણીતો થયો છે. તએમાં તે ફોર્સ વન લીડર ઇમરાન પાશાના પાત્રમાં હતો. તેના આગામી હિન્દી પ્રોજેક્ટ વિશે પૂછતાં તેણે કહ્યું હતું કે ઇમ્તિયાઝ અલીના ‘શી’ નામના વેબ-પ્રોજેક્ટમાં મેં કામ કર્યું છે.
કિશોરે ‘ધ ફૅમિલી મૅન’ના લોકોને ગમેલા પોતાના પાત્ર પાશા વિશે કહ્યું હતું કે ‘મારું પાત્ર મરી જાય છે ત્યારે ઘણા લોકોને દુઃખ થયું હતું. ઈવન ઘણા મને એમ પણ કહે છે કે કોઈ પણ રીતે મેકર્સને કહોને કે તમને બીજી સીઝનમાં પાછા લાવે.’ કિશોરે હસતાં-હસતાં કહ્યું કે મને ભૂત બનાવીને લાવે તો થાય હવે!
મનોજ બાજપાઈ વિશે વાત કરતાં તેણે કહ્યું કે ‘તેઓ અભિનયમાં તો કાબેલ છે જ, સાથે તેઓ જબરા ફૂડી છે. તેમની પાસેથી જાતજાતની વાનગી વિશે ઘણું જાણવા અને ખાવા મળ્યું!