ગણતરીના એપિસોડમાં જ બંધ થશે ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શૉ’, જાણો શું છે કારણ...

05 May, 2024 09:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અર્ચનાએ પણ પુષ્ટિ કરી કે કૉમેડી શૉ ઑફ ઍર જશે. તેમણે કહ્યું કે, “હા, અમે `ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શૉ`ની એક સીઝનનું શૂટિંગ પૂરું કર્યું છે."

શૉની ટીમ

કૉમેડિયન કપિલ શર્મા (The Great Indian Kapil Show)નો શૉ `ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શૉ` દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. જોકે, હવે આ સિઝનનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. અર્ચના પુરણ સિંહે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ માહિતી આપી છે. તેમણે ગુરુવારે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર `ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શૉ`ના સેટ દરમિયાન કેક કટિંગનો ફોટો શેર કર્યો હતો. આ સાથે તેમણે લખ્યું કે, `સીઝન ઑવર.` અર્ચના પુરણ સિંહની આ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીએ બધાને ચોંકાવી દીધા છે.

એક સિઝન પૂરી થઈ

પાછળથી પિંકવિલા સાથે વાત કરતી વખતે, અર્ચનાએ પણ પુષ્ટિ કરી કે કૉમેડી શૉ ઑફ ઍર જશે. તેમણે કહ્યું કે, “હા, અમે `ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શૉ` (The Great Indian Kapil Show)ની એક સીઝનનું શૂટિંગ પૂરું કર્યું છે. અમે ગઈકાલે સીઝનનો છેલ્લો એપિસોડ શૂટ કર્યો હતો.” તેમણે વધુમાં કહ્યું કે, “સેટ પર ખૂબ જ આનંદ અને ઉજવણીનું વાતાવરણ હતું. અત્યાર સુધીની સફર શાનદાર રહી છે. અમે સેટ પર અદ્ભુત સમય પસાર કર્યો.”

કપિલ શર્મા દેશ અને દુનિયામાં ખૂબ જ લોકપ્રિય કૉમેડિયન છે. તેનો શૉ નેટફ્લિક્સ (The Great Indian Kapil Show) પર 30 માર્ચે જ શરૂ થયો હતો. પહેલા એપિસોડમાં રણબીર કપૂર, નીતુ કપૂર અને રિદ્ધિમા સાહની ગેસ્ટ તરીકે આવ્યા હતા. જ્યારે બીજા શૉમાં રોહિત શર્મા અને શ્રેયસ અય્યર શૉમાં પહોંચ્યા હતા, જેને લોકોએ ખૂબ પસંદ કર્યો હતો. ત્રીજા એપિસોડ વિશે વાત કરતા, દિલજીત દોસાંઝ અને પરિણીતી ચોપરાએ શૉમાં તેમની ફિલ્મ અમર સિંહ ચમકીલાનું પ્રમોશન કર્યું, જેણે દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું છે.

નવા એપિસોડ જૂન સુધી સ્ટ્રીમ થશે

મળતી માહિતી મુજબ, શૉના 8 એપિસોડ આવવાના બાકી છે. હીરામંડીની કાસ્ટ એક એપિસોડમાં દેખાશે. એકમાં હોલીવુડ સિંગર એડ શીરાન. એકમાં સાઇના નેહવાલ. અનિલ કપૂર એક એપિસોડમાં ગેસ્ટ તરીકે આવશે. આ શૉ નેટફ્લિક્સ પર જૂનના અંત સુધી ચાલશે.

કપિલ શર્મા શૉ માટે આટલી ફી વસુલી

આ કૉમેડી શૉ માટે કપિલ શર્મા પર પૈસાનો વરસાદ કરવામાં આવી રહ્યો છે. ઝી હિન્દુસ્તાન અને ડીએનએ ઈન્ડિયાના અહેવાલો અનુસાર, કપિલ શર્માને પાંચ એપિસોડ માટે 26 કરોડ રૂપિયા ચૂકવવામાં આવે છે. જો આપણે દરેક એપિસોડ વિશે વાત કરીએ તો તે 5 કરોડ રૂપિયાથી વધુ છે. જ્યારે, સુનીલ ગ્રોવર ફી તરીકે પ્રતિ એપિસોડ 25 લાખ રૂપિયા વસૂલે છે. તે જ સમયે, અર્ચના પુરણ સિંહને પણ દરેક એપિસોડ માટે 10 લાખ રૂપિયા આપવામાં આવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, કૃષ્ણા અભિષેકને 10 લાખ રૂપિયા, કીકુ શારદાને 7 લાખ રૂપિયા અને રાજીવ ઠાકુરને 6 લાખ રૂપિયા પ્રતિ એપિસોડ મળી રહ્યા છે.

kapil sharma the kapil sharma show The Great Indian Kapil Show archana puran singh web series entertainment news