સુષ્મિતા સેનની સિરીઝ ‘તાલી’નું ટ્રેલર રિલીઝ: ટ્રાન્સજેન્ડરની ભૂમિકામાં સમાજને સંદેશ આપવા તૈયાર અભિનેત્રી

07 August, 2023 09:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જિયો સિનેમા પર 15 ઑગસ્ટના રોજ રિલીઝ થઈ રહેલી બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન (Sushmita Sen)ની આગામી વેબ સિરીઝ `તાલી`નું ટ્રેલર રિલીઝ (Taali Tariler Out) થઈ ગયું છે

ફાઇલ તસવીર

જિયો સિનેમા પર 15 ઑગસ્ટના રોજ રિલીઝ થઈ રહેલી બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન (Sushmita Sen)ની આગામી વેબ સિરીઝ `તાલી`નું ટ્રેલર રિલીઝ (Taali Tariler Out) થઈ ગયું છે. આ સિરીઝમાં અભિનેત્રી સામાજિક કાર્યકર્તા ગૌરી સાવંતની ભૂમિકા ભજવી રહી છે. આમાં તે સાચી વાર્તા બતાવી રહી છે કે કેવી રીતે ગણેશ પાછળથી ગૌરી બને છે અને ટ્રાન્સજેન્ડર સમુદાયમાં જોડાય છે. આ ટ્રેલરમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે ગૌરીની સફર સરળ નથી. તેણે ઘણા ઉતાર-ચઢાવ જોવા પડશે.

‘તાલી’ના ટ્રેલર (Taali Tariler Out)ની શરૂઆત સુષ્મિતા સેન ઉર્ફે ગૌરી સાવંતે એક મોટો ચાંદલો કરીને કહે છે, “નમસ્કાર, હું ગોરી, આ વાર્તા મારા જેવા ઘણા લોકોની છે. કારણ કે આ ગૌરી પણ એક સમયે ગણેશ હતી.” આ પછી એક 12-14 વર્ષના છોકરાને શાળાના વર્ગમાં બેઠેલો બતાવવામાં આવ્યો છે, જેને શિક્ષક પૂછે છે કે તે મોટો થઈને શું બનશે? ત્યારે તે જવાબમાં કહે છે કે તેને મા બનવું છે. આટલું જ નહીં, તેને મહિલાની જેમ ડ્રેસ અપ કરવાનું પણ પસંદ છે. એકવાર જ્યારે તે માથા પર પલ્લુ અને કપાળ પર બિંદી સાથે અરીસા સામે ખુશીથી પોતાને જોઈ રહ્યો હતો, ત્યારે તેની માતાને ખૂબ જ આશ્ચર્ય થયું હતું.

ગણેશથી બન્યો ગૌરી સાવંત

તે જ સમયે એક ટ્રાન્સજેન્ડરે તેને કહ્યું કે તેણે ફરીથી આવું ક્યારેય ન કરવું જોઈએ. તેણે કારણ પૂછ્યું તો જવાબ મળ્યો કે હજુ પણ બદલાવની આશા છે. એટલું જ નહીં તેણે ટ્રાન્સજેન્ડર સાથે ગાવાનું અને ડાન્સ કરવાનું પણ શરૂ કર્યું. જો કે, જ્યારે તે મોટો થયો, ત્યારે તે સમજી શક્યો નહીં કે તે છોકરો છે કે છોકરી. એકવાર ટ્રાન્સજેન્ડરે તેને ધમકી પણ આપી હતી કે જો તેને તે સમુદાય સાથે કંઈ લેવાદેવા હોય તો તેણે પહેલા પોતાની જાતને અંદરથી તેમના જેવી બનાવવી જોઈએ ત્યાર બાદ તે સર્જરી કરવી ટ્રાન્સજેન્ડર બને છે.

ટ્રાન્સજેન્ડરને અધિકારો મળ્યા

આ બધા બાદ ગૌરી સાવંત (Gauri Sawant) ટ્રાન્સજેન્ડર્સના જૂથમાં જોડાય છે. તે સમાજમાં સંપૂર્ણ રિવાજોથી વિપરીત જાય છે અને આ પછી ગૌરી સાવંત સાથે ગલીમાં લોકો દ્વારા ગેરવર્તણૂક થાય છે. ઘર પર પથ્થરમારો શરૂ થઈ જાય છે. કેટલાક તેની સાથે લડવા લાગે છે. આ કારણોસર, તેણે ટ્રાન્સજેન્ડર સમુદાયના કાયદાકીય અધિકારો માટે સુપ્રીમ કોર્ટ (Supreme Court)નો દરવાજો ખખડાવવો પડે છે. તેણે સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સજેન્ડર સમાનતા માટે અરજી દાખલ કરી અને નિર્ણય તેમના પક્ષમાં આવે છે.

કોણ છે ગૌરી સાવંત?

ગૌરી સાવંત 2014માં SC દ્વારા નેશનલ લીગલ સર્વિસીસ ઑથોરિટી (NALSA) ચુકાદામાં અરજી કરનાર પ્રથમ ટ્રાન્સજેન્ડર હતી, જેણે ટ્રાન્સજેન્ડર્સને ત્રીજા લિંગ તરીકે માન્યતા અપાવી હતી. તે 2011માં દીકરીને દત્તક લેનારી પ્રથમ ટ્રાન્સ માતા પણ બની હતી. તો સુષ્મિતા સેન હવે આ વાર્તાને પડદા પર બતાવવા જઈ રહી છે. ‘તાલી’નું નિર્દેશન રાજીવ જાધવ દ્વારા કરવામાં આવ્યું છે અને ક્ષિતિજ પટવર્ધન દ્વારા લખાયેલ છે.

sushmita sen bollywood bollywood news web series entertainment news